Saturday, October 1, 2022
Home Gujarat અમિત શાહે દિલ્હીથી VMCના રૂ.37 કરોડના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું

અમિત શાહે દિલ્હીથી VMCના રૂ.37 કરોડના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું

  • વડોદરા શહેર જિલ્લાને રૂ. 142.62 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ
  • રૂ. 44.87 કરોડના ખર્ચે વિવિધ 6 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ કરાયું
  • રૂ. 97.75 કરોડના વિવિધ 35 વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કરાયું

વડોદરા શહેરને રૂ. 77.75 કરોડના વિકાસકાર્યોની ભેટ મળી. જેમાંથી રૂ. 33.5૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ; તો રૂ. 44.25 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત આજે શહેરના નવલખી મેદાન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વડોદરા શહેર-જિલ્લાને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે રૂ. 1૦5.63 કરોડ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે રૂ. 37 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ મળી હતી. આજના કાર્યક્રમમાં વડોદરા શહેર અને જિલ્લાને મળેલી કુલ રૂ. 142.62 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટમાં રોડ-રસ્તા, પાણી-પુરવઠો, ગટર વ્યવસ્થા, માર્ગ-મકાન વિભાગ, ગ્રામ્ય વિકાસ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. કાર્યક્રમ અંતર્ગત રૂ. 44.87 કરોડના ખર્ચે વિવિધ 6 વિકાસકાર્યોનું ઇ-લોકાર્પણ તેમજ રૂ. 97.75 કરોડના વિવિધ 35 વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું.

- Advertisement -

જન સેવાથી જ પ્રભુ સેવાને આત્મસાત કરનાર કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાની લાક્ષણિક શૈલીથી ઉદબોધનમાં ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં થયેલા વિકાસની ઝાંખી કરાવતા જણાવ્યું કે, “ગુજરાતે તમામ ક્ષેત્રમાં સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસ સાધ્યો છે”. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં કર્તવ્યરત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સફળ શાસન અને સુશાસનના એક વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

મંત્રીએ છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં થયેલા વિકાસની ગાથા અનેક દ્રષ્ટાંત સ્વરૂપે સમજાવતા કહ્યું કે, “ગુજરાતીઓના અવિરત વિશ્વાસના કારણે ડબલ એન્જિનની સરકાર ડબલ તાકાત અને ડબલ સ્પીડથી વિકાસની ગાથા સતત આગળ વધી રહી છે”. છેલ્લા 8 વર્ષમાં ડબલ એન્જિનની સરકારે લીધેલા અભૂતપૂર્વ અને મક્કમ નિર્ણયોને આવકારતા મંત્રીએ કહ્યું કે, “આજે કૃષિ ક્ષેત્ર હોય કે ઉદ્યોગ ક્ષેત્ર, મહિલાઓ હોય કે બાળકો, ગ્રામ્ય હોય કે શહેરી, યુવાઓ, વંચિતો, ખેડૂતો સહિત ગુજરાતના જન-જનનો અને તમામ ક્ષેત્રનો વિકાસ થયો છે”. પ્રજાની સરળતા અને સુવિધાને આજે કેન્દ્રમાં રાખીને નીતિગત નિર્ણયો લેવામાં આવે છે, તેવું ઉમેરતા તેમણે જણાવ્યું કે, “ગુજરાત આજે પોલિસી ડ્રિવન સ્ટેટ છે. ગુજરાત સરકાર દ્વારા અનેક નવી નીતિઓની જાહેરાત થકી ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને મૂર્ત સ્વરૂપ અપાઈ રહ્યું છે.”

છેલ્લા 8 વર્ષમાં વિકાસશીલ ગુજરાત વિકસિત બન્યું હોવાનું ભારપૂર્વક જણાવીને તેમણે ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની હાલની સ્થિતિની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે, “એક સમય હતો કે વડોદરા અને ગુજરાત રમખાણો, કર્ફ્યૂ અને ધમાલોથી પીડાતું હતું. પરંતુ જ્યારથી દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યની ધુરા સંભાળી ત્યારથી ગુજરાત શાંતિ અને સલામતીનો પર્યાય બની ગયું છે. અને પ્રધાનમંત્રીના આ જ સંકલ્પ, મંત્ર અને સૂત્રને સતત આગળ ધપાવવા માટે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા.

વડોદરાના વિકાસનો ચિતાર આપતા મેયર કેયુર રોકડિયાએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુશાસનના એક વર્ષ પૂર્ણ કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા. તેમણે આ એક વર્ષને સફળતા અને સિદ્ધિઓનું વર્ષ ગણાવ્યું. મેયરએ છેલ્લા બે દાયકામાં ગુજરાતને વિકસિત બનાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માનતા કહ્યું કે, “વડોદરાને આજે મળેલા અનેકવિધ વિકાસકાર્યોની ભેટથી લોકોની સુખાકારીમાં બમણો વધારો થશે”. ઇ-એફ.આર.આઈ., મહિલાઓ-બાળકો માટે વિવિધ યોજનાઓ, સ્વાસ્થ્ય સેવાઓ, કૃષિ સેવાઓ, રોડ-રસ્તા, પાણી-પુરવઠો, ડ્રેનેજ વ્યવસ્થા જેવી પ્રજાકીય સવલતો અને શ્રેષ્ઠ માળખાકીય સેવાઓ માટે ડબલ એન્જિન સરકારની જન સેવાની કાર્ય સંસ્કૃતિને વિકાસયાત્રાનું વાહક અને મહત્વનું પરિબળ ગણાવ્યું.

- Advertisement -

નેશનલ ગેમ્સ-2022 માટે માત્ર 4 મહિનાના ટૂંકા સમયમાં જ આયોજનની તૈયારીઓ માટે મેયરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સર્વાંગી વિકાસની યાત્રા શરૂ રાખી જનસંવાદ થકી જનકલ્યાણની ભાવના સાકાર કરી હોવાનું જણાવી તેમણે લોકોને સ્વચ્છતા, વીજળી અને પાણીની બચત ઉપરાંત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સહયોગ આપી રાષ્ટ્રસેવા કરવા આહવાન કર્યું. પ્રારંભમાં જિલ્લા કલેક્ટર અતુલ ગોરે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ની દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, સીમાબેન મોહિલે, મધુ વાસ્તવ, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ અશોક પટેલ, શાસક પક્ષના નેતા અલ્પેશ લીંબાચિયા, મનપાના મુખ્ય દંડક ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર, ડેપ્યુટી મેયર, શહેર અને જિલ્લાની વિવિધ સમિતિઓના અધ્યક્ષ, વડોદરા મનપા કમિશનર શાલિની અગ્રવાલ, કોર્પોરેટરો, સરપંચો સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકો હાજર રહ્યા હતા.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!