Tuesday, September 27, 2022
Home National મોદીના ભાષણમાં કોઈ દેશનો ઉલ્લેખ નહિં છતાં સમજી ગયા આ દેશના નેતાઓ

મોદીના ભાષણમાં કોઈ દેશનો ઉલ્લેખ નહિં છતાં સમજી ગયા આ દેશના નેતાઓ

  • મોદીએ સમરકંદમાં તેમના ભાષણમાં ડ્રેગનને ઉગ્રતાથી સંભળાવ્યું
  • અફઘાનિસ્તાન અંગે PM મોદીએ પાકિસ્તાનને પણ ઘણું સંભળાવ્યું
  • વડાપ્રધાન મોદીએ તેમના ભાષણમાં મિત્ર રશિયાને પણ આપ્યો સંદેશો

PM નરેન્દ્ર મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)માં મોડા પહોંચ્યા હતા. આ ખૂબ જ મહત્વપૂર્ણ સંમેલનમાં પીએમ મોદી શું બોલશે તેના પર સૌની નજર હતી. સમરકંદમાં 4 મિનિટ 49 સેકન્ડના પોતાના ભાષણમાં પીએમ મોદીએ કોઈ દેશનું નામ લીધું નથી પરંતુ સંદેશ દરેક માટે હતો. આ સંદેશ ખાસ કરીને ચીન અને પાકિસ્તાન માટે હતો. જો તમે પીએમ મોદીના ભાષણની દરેક લાઇન વાંચશો, તો તમે સમજી શકશો કે તેમણે કંઈ ડિપ્લોમેટીક રીતે રીતે ડ્રેગનને ઘણુ સંભળાવ્યું.

- Advertisement -

ચીનને PM મોદીએ આડકતરી રીતે સંભળાવી દીધું

પીએમ મોદીએ કહ્યું કે, અમે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં પ્રગતિ કરી રહ્યા છીએ. ભારતના યુવા અને પ્રતિભાશાળી કાર્યબળને સ્પર્ધાત્મક બનાવે છે. ભારતની અર્થવ્યવસ્થા આ વર્ષે 7.5 ટકાના દરે વૃદ્ધિ પામવાની આશા છે, જે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ હશે. અમે દરેક ક્ષેત્રમાં ઇનોવેશનને સમર્થન આપી રહ્યા છીએ. આજે ભારતમાં 70 હજાર સ્ટાર્ટઅપ્સ છે, જેમાંથી 100થી વધુ યુનિકોર્ન છે. અમારો આ અનુભવ ઘણા SCO સભ્યોને પણ ઉપયોગમાં આવી શકે છે. હવે સમજો કે, પીએમ મોદીના આ નિવેદનથી ચીન કેવી રીતે ભડકે બળશે. હકીકતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા ભારત અપેક્ષાકૃત સસ્તી વસ્તુઓ અથવા ટેક્નોલોજી માટે વિશ્વભરને આકર્ષિત કરી રહ્યું છે. આમ પણ એપલ કંપની હવે ચીનને બદલે ભારતમાં તેના ઉત્પાદનો બનાવવાને પ્રાથમિકતા આપી રહી છે. કોરોના સમયગાળા દરમિયાન ઘણી મોટી કંપનીઓએ ચીનમાંથી કારોબાર સમેટી લીધો તો કેટલીક કંપનીઓએ કેટલોક બિઝનેસ ભારત સહિત અન્ય ઘણા દેશોમાં ટ્રાન્સફર કર્યો છે. ચીન સારી રીતે જાણે છે કે ભારત સરળ અને સસ્તી માનવશક્તિના બળના આધારે તેને પછાડવાની આગળ વધવાની ક્ષમતા ધરાવે છે. આટલું જ નહીં મોદીએ દક્ષિણ એશિયાની શાંતિ માટે ચીનનું નામ લીધા વિના તેને સંભળાવી દીધું. તેમણે કહ્યું કે, ભારત SCO દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સહયોગનું સમર્થન કરે છે. વાસ્તવમાં ચીન છેલ્લા કેટલાક સમયથી LAC પર પોતાની સૈન્ય ગતિવિધિઓને વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં પીએમ મોદીના આ નિવેદનને ચીન માટે કડક સંદેશ પણ માનવામાં આવી રહ્યો છે.

PM મોદીના પાકિસ્તાન પર પણ નિશાન

વડાપ્રધાન મોદીએ નામ લીધા વગર બેઠકમાં પાકિસ્તાનને પણ સંભળાવી દીધું હતું. મોદીએ કહ્યું કે, એસસીઓએ પ્રદેશમાં ફ્લેક્સીબલ સપ્લાય ચેઇન બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને આ માટે વધુ સારો સંપર્ક અને એકબીજાને પરિવહનનો અધિકાર આપવો મહત્વપૂર્ણ રહેશે. વાસ્તવમાં તેમણે ઈશારામાં અફઘાનિસ્તાનને કરાયેલી મદદમાં પાકિસ્તાન દ્વારા ઉભી કરાયેલી અડચણનો ઉલ્લેખ કર્યો. પીએમએ અફઘાનિસ્તાનને આપવામાં આવતી મદદ રોકવા માટે પાકિસ્તાનને ઘણું સંભળાવ્યું હતું. ભારતનું સત્ય સાંભળ્યા બાદ પાકિસ્તાને ફરી શાંતિ અને આતંકવાદનો રાગ શરૂ કર્યો.

- Advertisement -

PM મોદીનો મિત્ર રશિયાને પણ સંદેશ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મહામારી અને યુક્રેનમાં સંકટથી વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ઘણી સમસ્યાઓ સર્જાઈ છે, જેના કારણે સમગ્ર વિશ્વ ઉર્જા અને ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યું છે. SCO એ આપણા પ્રદેશમાં વિશ્વસનીય સપ્લાય ચેન વિકસાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. આ માટે સારી કનેક્ટિવિટી જરૂરી રહેશે. વાસ્તવમાં ભારતે યુક્રેન યુદ્ધ અંગે શરૂઆતથી જ સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. ભારતે વિશ્વના દરેક મંચ પર પરસ્પર વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવવા પર ભાર મૂક્યો છે. આવી સ્થિતિમાં યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરીને તેમણે ઈશારામાં પણ કહ્યું કે, યુદ્ધના કારણે દુનિયામાં ઘણી સમસ્યાઓ પણ ઉભી થઈ છે. જો કે, સંયુક્ત રાષ્ટ્ર સહિત ઘણા મંચો પર રશિયા વિરુદ્ધ મહત્વપૂર્ણ ઠરાવ દરમિયાન ભારત ગેરહાજર રહ્યું છે.

SCO નો ઇતિહાસ

SCOની શરૂઆત જૂન 2001માં શાંઘાઈમાં કરવામાં આવી હતી અને તેમાં આઠ દેશો સભ્યો છે, જેમાં છ સ્થાપક સભ્યોમાં ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન 2017માં તેમાં સભ્ય તરીકે જોડાયા હતા. SCO સૌથી મોટા આંતર-પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી એક તરીકે ઉભરી આવ્યું છે. સમરકંદ સમિટમાં ઈરાનને SCOના સ્થાયી સભ્યનો દરજ્જો આપવામાં આવે તેવી શક્યતા છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!