Wednesday, September 28, 2022
Home Gujarat ઘીનો ગોરખધંધો: પોમોલિન, વનસ્પતિ ઘી, એસેન્સ, ચરબીની ભેળસેળનો આક્ષેપ

ઘીનો ગોરખધંધો: પોમોલિન, વનસ્પતિ ઘી, એસેન્સ, ચરબીની ભેળસેળનો આક્ષેપ

  • ભેંસના દૂધમાંથી બનતા ઘીનો ભાવ રૂ.800!
  • ગાયના દૂધમાંથી બનતા ઘીનો ભાવ રૂ.700!
  • વેપારીઓ ઘીનો મનસ્વી ભાવ લઇ નાગરિકો ધોળે દહાડે છેતરે છે

વડોદરા શહેર અને જિલ્લામાં સસ્તાદરે મળતા ઘીમાં પામોલિન તેલ, વનસ્પતિ ઘી, એસેન્સ, ચરબી સહિતની ભેળસેળ કરાતી હોવાની બૂમ ઉઠી છે. જ્યારે, બીજીબાજુ કેટલાક વેપારીઓ દેશી ઘીનો મનસ્વી ભાવ લઇ ગ્રાહકોને ધોળેદહાડે છેતરે છે.

- Advertisement -

તહેવારોની મોસમમાં ઘીનો ઉપાડ વધવા સાથે કેટલાક વેપારીઓએ ટંકશાળ પાડવા ઘીનો ભાવ વધારી દીધો હોવાની નાગરિકોએ ફરિયાદ કરી છે. શહેરમાં ભેંસના દૂધમાંથી બનતા ઘીનો કિલોનો ભાવ રૂ.800 છે. જ્યારે, ગાયના દૂધમાંથી બનતા ઘીનો 1 કિલોનો ભાવ હાલમાં રૂ.700 છે ! શહેરમાં છેલ્લા 11૬ વર્ષથી પોરબંદર, વેરાવળ, જામ ખંભાળિયા, જુનાગઢ, મહેસાણા, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર સહિતના વિવિધ વિસ્તારોમાંથી 10થી15 પ્રકારના ઘી આવે છે.

શહેરમાં ક્યારેક કાઠીયાવાડથી પણ દાણેદાર ઘી આવે છે. જેનો 1 કિલોનો ભાવ રૂ.1500થી 2000 કે તેથી પણ વધુ હોય છે. નાગરિકોએ એવી વ્યથા ઠાલવી હતી કે ડેરીનું ઘી લિટરના ભાવે વેચાય છે. જ્યારે, ઓપન માર્કેટમાં કિલોના હિસાબે મળે છે. આવી પરિસ્થિતીમાં 1 લિટર ઘીનું વજન 900 ગ્રામની આસપાસ થાય છે. ડેરીના ઘીનો 1 કિલોનો ભાવ ગણવામાં આવે તો તે અત્યંત સસ્તુ પડતું નથી. નાગરિકોએ એવો આક્ષેપ કર્યો હતો કે ડેરીના દૂધમાંથી મોટેભાગે સત્વ-તત્વરૂપી ક્રીમ કાઢી નાંખવામાં આવતું હોઇ ઘી શક્તિપ્રદાન રહેતું નથી.

- Advertisement -

સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે કેટલાક સ્થાપિતહિતો લોકલ લેવલે તાવડાનું ઘી બનાવે છે. એ પૈકી કેટલાક તરકટીઓ ઘીમાં વનસ્પતી ઘી, પામોલિન તેલ, દક્ષિણ ભારતથી મગાવાતું એસેન્સ, ચરબી સહિતના દ્રવ્યોની મિલાવટ કરી ગ્રાહકોને શુધ્ધ ઘીના નામે છેતરતા રહે છે. ઘીના વેપારીએ એવી નુક્તેચીની કરી હતી કે વલોણાનું ઘી ઓછું ઊતરે છે જેથી મોંઘુ હોય છે. જ્યારે, ડેરીમાં મશિનોમાંથી તૈયાર કરાતા ઘી પૂર્વે માખણ, પનિર, છાસ, દહીં, શ્રીખંડ, આઇસ્ક્રીમ, ગુલાબજામ્બુ, માવો, પેંડા, મઠો, ચોકલેટ્સ સહિતના બાયપ્રોડક્ટ માટે સેપરેશન કરાય છે. જેથી, ડેરીના ઘીમાં જોઇએ એટલા જરૂરી સત્વ રહેતા ન હોવાનો આક્ષેપ પણ કરાયો છે. ડેરીના દૂધમાં પાવડર સહિતના દ્રવ્યો ભેળવી પ્રેસ્ચ્યુરાઇઝડ કરવાથી દૂધ લાંબો સમય ટકી રહે છે જેથી દૂધ ફાટતું નથી એ પણ હકીકત છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!