Friday, October 7, 2022
Home Gujarat આજે હિન્દી દિવસ : સુરત ખાતે અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાશે

આજે હિન્દી દિવસ : સુરત ખાતે અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાશે

  • દેશમાં 70 કરોડ લોકો હિન્દી બોલે છે, 100 કરોડ સમજી શકે છે
  • સંમેલનમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિતિ રહેશે
  • નજીકના ભવિષ્યમાં ન્યાયાલાયમાં હિન્દીને માન્યતા મળશે : અજય મિશ્રા

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં સુરત ખાતે અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. આજે અને આવતીકાલે એટલે કે, 14 અને 15મી સપ્ટેમ્બરના રોજ યોજાનારા સંમેલનની સાથે હિન્દી દિવસ સમારોહ પણ યોજાશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અજય મિશ્રાાએ સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતું કે નજીકના ભવિષ્યમાં ન્યાયાલયમાં હિન્દીને માન્યતા મળશે. આ દિશામાં પહેલ થઇ રહી છે.

- Advertisement -

ફિજી દેશની હિન્દીને રાષ્ટ્રની દ્રિતીય ભાષા તરીકે માન્યતા

પંડીત દિનદયાળ ઉપાધ્યાય ઇનડોર સ્ટેડીયમ ખાતે યોજાનારા સંમેલનની વિગત આપતા કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અજય મિશ્રાએ જણાવ્યુ હતું કે, દેશમાં 70 કરોડ લોકો હિન્દી બોલે છે જયારે 100 કરોડ લોકો હિન્દી સમજી શકે છે. ફિજી દેશે હિન્દીને રાષ્ટ્રની દ્રિતીય ભાષા તરીકે માન્યતા આપી છે. 1948માં હિન્દી સાહિત્ય સંમેલનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા પહેલ કરી હતી. સંવિધાન સભાએ અથાગ પ્રયત્ન બાદ 14 સપ્ટેમ્બર 1949ના રોજ સર્વસંમતિથી નિર્ણય કર્યો હતો કે અંગ્રેજી સાથે રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે હિન્દી રહેશે. ત્યારથી દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. દેશના વહીવટી કાર્યમાં હિન્દી ભાષાનો વધુને વધુ ઉપયોગ થાય તે માટે મહાત્મા ગાંધીએ હિમાયત કરી હતી.

ઈસરો દ્વારા પ્રકાશિત પુસ્તકનું વિમોચન કરાશે

હિન્દી ભાષાનું ગૌરવ, અસ્મિતા અને ગરિમાને જાળવા રાખવા તેના પ્રચાર અને પ્રસાર પર ભાર મુકવાની આવશ્યકતા છે એમ કહી કેન્દ્રીય ગહ રાજયમંત્રીએ કહ્યુ હતું કે અંગ્રેજીના આક્રમણ સામે આપણા દેશમાં આપણી ભારતીય ભાષા હિન્દીએ અસ્તિત્વનો સંઘર્ષ કરવો પડયો હતો. હિન્દી ભાષાનો ગૌરવભર્યો વારસો જળવાઇ રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સતત પ્રયત્નશીલ છે. અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સહિત પ્રધાનો, રાજયસભા અને લોકસભાના સાંસદો તથા કેન્દ્રના વિવિધ મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં હિન્દી સે હિન્દી શબ્દકોષ અને ઇસરો દ્રારા પ્રકાશિત પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!