Wednesday, September 28, 2022
Home Gujarat ધો.9થી 12ની તમામ પરીક્ષાના પેપર હવે સ્કૂલો જ તૈયાર કરશે

ધો.9થી 12ની તમામ પરીક્ષાના પેપર હવે સ્કૂલો જ તૈયાર કરશે

  • પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન કસોટીની જવાબદારી બોર્ડની
  • અગાઉ બોર્ડે પ્રશ્નપત્ર તૈયાર કરવાનો નિર્ણય પરત લીધેલો
  • પરીક્ષાનું સંચાલન બોર્ડ કરશે કે કેમ તેવી અટકળો શરૂ થઈ હતી

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં હવે આગામી દિવસોમાં પ્રથમ સત્રાંત કસોટીનો પ્રારંથ થશે ત્યારે પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક કસોટીઓને લઈ શિક્ષણ બોર્ડ દ્વારા કેટલીક સ્પષ્ટતા કરતો પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે. જેમાં બોર્ડ જણાવ્યુ છે કે, પ્રથમ, દ્વિતિય અને વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો શાળાકક્ષાએ જ તૈયાર કરવાના રહેશે. બોર્ડ દ્વારા માત્ર પ્રશ્નબેંક આધારીત મૂલ્યાંકનનું જ સંચાલન કરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ બે વર્ષ પહેલા શિક્ષણ બોર્ડ દ્વારા એક પરિપત્ર પ્રસિદ્ધ કરી જાહેર કર્યુ હતુ કે, રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોના પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે અને પરીક્ષાઓ પણ એક સાથે જ યોજવામાં આવશે. બોર્ડના આ નિર્ણયનો શાળા સંચાલકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી બોર્ડે આ નિર્ણય પરત લેવો પડયો હતો. પરંતુ પરીક્ષાઓ એક સાથે લેવાનો નિર્ણય યથાવત રખાયો હતો. આ સિવાય હાલમાં ચાલી રહેલી પ્રશ્નબેંક આધારીત મૂલ્યાંકન કસોટીનું સંચાલન પણ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં પ્રશ્નબેંક બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જેથી સત્રાંત પરીક્ષાનું સંચાલન બોર્ડ કરશે કે કેમ તેવી અટકળો શરૂ થઈ હતી જેથી બોર્ડ દ્વારા પરિપત્ર કરી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ પરીક્ષાઓ શાળા કક્ષાએ જ સંચાલન થશે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!