Saturday, October 1, 2022
Home Gujarat શેત્રુંજી ડેમ ઓવરફ્લોની સપાટીથી માત્ર 1.8 દૂર, આસપાસના ગામોમાં એલર્ટ

શેત્રુંજી ડેમ ઓવરફ્લોની સપાટીથી માત્ર 1.8 દૂર, આસપાસના ગામોમાં એલર્ટ

  • ભાવનગરની શેત્રુજી ડેમમાં 18360 ક્યૂસેક પાણીની આવક જારી
  • 34 ફૂટે ભરાતો ડેમ 90 ટકા ભરાતા પાલિતાણા, તળાજાના ગામો એલર્ટ
  • ડેમની સપાટીમાં ધીમી ગતિએ વધારો, આજુબાજુ ગામોને સાવધાન કરાયા

ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી ધસમસતા નીરની આવક થવાના પગલે ડેમ 90 ટકા ભરાઈ ગયો છે, 34 ફૂટે ઓવરફ્લો થતો શેત્રુંજી ડેમ માત્ર 1 ફૂટ અને 8 ઈંચ જ બાકી રહ્યો છે. મોડી રાત્રે ડેમમાં 18360 ક્યુસેકની આવક ચાલું રહી છે. પાલિતાણા તાલુકામાં આવેલ શેત્રુંજી ડેમમાં પીવા અને સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે. ચોમાસના પ્રથમ રાઉન્ડથી સતત આવક જારી રહી છે, જેથી સપાટીમાં પણ ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે. આજે સવારે શેત્રુંજી ડેમ 84 ટકા ભરાયેલો હતો, તેમાં નવા નીરની સતત આવક ચાલું રહેતા હાલમાં ડેમ 90 ટકાથી વધુ ભરાઈ ગયો છે. આવક ચાલું હોવાથી આગામી ગણતરીના દિવસોમાં શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

- Advertisement -

શેત્રુંજી ડેમની હેઠવાસમાં પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળિયા, લાખાવાડ, માયધાર અને મેઢા ગામને એલર્ટ કરી દેવાયા છે. તેવી જ રીતે તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળિયા, રોયલ, માખણિયા, તળાજા, ગોરખી, લીલીવાવ. તરસરા, સરતાનપરા ગામને પણ સાવધાન કરી દેવાયા છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!