Tuesday, September 27, 2022
Home Entertainment અક્ષય કુમારની એડ પર દહેજ પ્રથાને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો

અક્ષય કુમારની એડ પર દહેજ પ્રથાને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો

  • અક્ષય કુમારને રોડ સલામતીની જાહેરાત કરવી મોંઘી પડી
  • સરકાર સલામતીને બદલે દહેજને પ્રમોટ કરે છે : પ્રિયંકા ચતુર્વેદી
  • વીડિયો નીતિન ગડકરીએ સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો

દરમિયાન સરકારે છ એરબેગની જાગૃતિ લાવવા માટે એક જાહેરાત રિલીઝ કરી છે. આ જાહેરાતમાં અક્ષય કુમાર છે. જોકે, અક્ષય કુમાર આ જાહેરાતને કારણે સોશિયલ મીડિયામાં ઘણો જ ટ્રોલ થયો છે.આ જાહેરાતમાં અક્ષય કુમાર ટ્રાફ્કિ પોલીસ બન્યો છે. કન્યા વિદાય થઈ રહી છે. જાહેરાતમાં દુલ્હનને પિતા તરફથી કાર ગિફ્ટમાં મળી છે અને તે કારમાં બેસીને રડે છે. અક્ષય કુમાર દુલ્હનના પિતાને કહે છે કે આ કારમાં છ એરબેગ નથી અને દીકરી રડશે જ. ત્યારબાદ પિતા દીકરીને 6 એરબેગવાળી કાર ગિફ્ટ કરે છે અને દીકરી હસવા લાગે છે.

- Advertisement -

આ વીડિયો યુનિયન મિનિસ્ટર નીતિન ગડકરીએ સોશિયલ મીડિયામાં શૅર કર્યો છે. જોકે, આ વીડિયોમાં દહેજને પ્રમોટ કર્યો હોવાનો આક્ષેપ નેતા તથા સોશિયલ મીડિયા યૂઝર્સે કર્યો છે. શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીને આ એડ વાંધાજનક લાગી હતી. તેમણે કહ્યું હતું કે દહેજને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. પ્રિયંકાએ કહ્યું હતું કે આ જાહેરાત ખરેખર વાંધાજનક છે. કોણે આ જાહેરાત પાસ કરી? શું સરકાર સલામતીને બદલે આ જાહેરાતના માધ્યમથી દહેજને પ્રમોટ કરે છે? તૃણમુલ કોંગ્રેસના નેશનલ પ્રવક્તા સાકેત ગોખલેએ કહ્યું હતું કે ઇન્ડિયન ગવર્નમેન્ટ દહેજને પ્રમોટ કરે છે, આ ખરેખર નિંદનીય છે. કાર અકસ્માત ખોટી રોડ ડિઝાઇનને કારણે થયો હતો અને સરકાર રસ્તાઓ યોગ્ય કરવાને બદલે સિક્સ એરબેગ્સ પર ભાર મૂકી રહી છે. અન્ય એક સોશિયલ મીડિયા યૂઝરે કહ્યું હતું કે આ જાહેરાત બકવાસ છે. લગ્ન, વિદાય અને દહેજની સાથે છ એરબેગ કારને કઈ રીતે જોડી શકાય? સરકાર પાસે રોડ સેફ્ટી અંગે વાત કરવા માટે બીજો કોઈ રસ્તો નહોતો?

Source link

- Advertisement -
RELATED ARTICLES

આશા પારેખને દાદા સાહેબ ફાલકે એવોર્ડ મળશે

30 સપ્ટેમ્બરે યોજાશે દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ વિજય ભટ્ટે કહ્યું હતુ કે, તુ હિરોઈન બનવા માટે યોગ્ય નથી'દિલ દેકે દેખો' આશા પારેખની બ્લોક બસ્ટર ફિલ્મ...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વજન ઘટાડવા સહિત આ સમસ્યાઓમાં લાભદાયી છે જીરું, કરો ઉપયોગ

કાળા જીરાનો ઉપયોગ કરવાથી ફેટને ઘટાડવામાં મદદ મળશે જીરાનું પાણી શરીરને ડિટોક્સ કરીને ઈમ્યુનિટી વધારશે પેટમાં ગેસ, અપચો, પેટ દર્દ, લૂઝ મોશનની સમસ્યામાં રાહત થશે જીરાનો ઉપયોગ...

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!