Saturday, October 1, 2022
Home Gujarat AIMIM ગુજરાત પ્રમુખ સાબિર કાબલિવાલાને જાનથી મારી નાખવાની ધમકી

AIMIM ગુજરાત પ્રમુખ સાબિર કાબલિવાલાને જાનથી મારી નાખવાની ધમકી

પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસ દેશભરમાં ચર્ચાનો વિષય છે. તાજેતરમાં જ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો હતો, જ્યારે હવે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ગુજરાત પ્રમુખ સાબીર કાબલીવાલાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. એટલું જ નહીં, ફોન પર મળેલી ધમકીમાં વ્યક્તિએ પોતાનું નામ ઈમરાન આપ્યું છે.

સાબીર કાબલીવાલાને ફોન પર મળેલી ધમકીમાં ઈમરાન નામના વ્યક્તિએ કહ્યું કે મેં મુસેવાલાને મારી નાખ્યો છે. જો તમારે તમારો જીવ બચાવવો હોય, તો તમારે પૈસાથી બેગ ભરવી પડશે અને ચૂકવણી કરવી પડશે.

- Advertisement -

આ આરોપીએ વીડિયો કોલ પણ કર્યો હતો. આ વીડિયોકોલમાં તેણે પૈસાની નોટોથી ભરેલું બેગ બતાવ્યું હતું અને એટલા જ પૈસા જાન બચાવવા માટે માંગ્યા હતા અને કહી રહ્યો હતો કે તમારી ગાડી જ્યાં હોય ત્યાં જ ઉભી રાખી દો મારા માણસ તમારી આગળ પાછળ જ છે.

હું તમને બે કલાકનો સમય આપું છું અને એક એકાઉન્ટની વિગત મોકલું છું. તેમ કહીને ફોન મૂકી દીધો હતો અને બાદમાં મેસેજ કરીને બેંકની વિગત મોકલી હતી. ત્યાર બાદ તે વારવાર ફોન કરવા લાગ્યો હતો પરતું સાબીર કાબલીવાલાએ એક પણ ફોન રિસિવ કર્યો ન હતો. ત્યારબાદ વધુ ડરાવવા માટે તેણે સિદ્ધુ મુસેવાળાનો મર્ડરનો જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે પણ મોકલ્યો હતો.

આ સાંભળીને AIMIM નેતા કાબલીવાલા તેમના સમર્થકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ધાકધમકીનો કેસ દાખલ કર્યો. અત્રે એ નોંધવું જરૂરી છે કે સાબીર કાબલીવાલા અગાઉ ગુજરાત કોંગ્રેસમાં હતા, ત્યારબાદ તેઓ AIMIMમાં જોડાયા અને પાર્ટીના ગુજરાત એકમના પ્રમુખ બન્યા.

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!