Sunday, September 25, 2022
Home Gujarat હાઈકોર્ટના કડક વલણ બાદ, સરકારની બાહેંધરી જવાબદાર પીએસઆઈ સામે પગલા લેશું

હાઈકોર્ટના કડક વલણ બાદ, સરકારની બાહેંધરી જવાબદાર પીએસઆઈ સામે પગલા લેશું

  • રજીસ્ટ્રાર જનરલ રજીસ્ટ્રી વિભાગના અને ભાવનગર રજીસ્ટ્રીના જવાબદાર અધિકારી સામે પગલા લે: હાઈકોર્ટ
  • પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ તેની જવાબદારીમાંથી છટકી ન શકે – અરજદાર
  • દહેજ માગવાનો કેસ, હાઈકોર્ટે ચાર્જશીટ કરવા સામે સ્ટે આપેલો

દહેજ માગવાના આરોપ સાથે થયેલી ફરિયાદમાં હાઈકોર્ટના સ્ટે છતા ભાવનગર મહિલા પોલીસ સ્ટેશને કોર્ટમાં ચાર્જશીટ કરતા, પોલીસ સામે થયેલી કન્ટેમ્પ્ટની અરજીમાં ફરી એકવાર હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું છે કે, જવાબદાર કન્ટેમ્પ્ટનર પીએસઆઈના વલણને યોગ્ય ઠેરવવા પ્રયાસ કરશો તો મુશ્કેલીનો સામનો કરશો. કન્ટેમ્પ્ટનરને બચાવવા અન્ય કર્મચારીને બલિનો બકરો બનાવો છો. આ કેસમાં કન્ટેમ્પ્ટર પીએસઆઈ સામે કન્ટેમ્પ્ટ એક્ટ હેઠળ પગલા લઈશુ. હાઈકોર્ટના કડક વલણ બાદ, રાજ્ય સરકારે રજૂઆત કરેલી કે સંબંધિત પીએસઆઈ સામે પગલા લેશું.

- Advertisement -

હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે, ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને કેસના તપાસ અધિકારી એવુ કહી ના શકે કે તેમને હાઈકોર્ટનો આદેશ મળ્યો નથી. પોલીસ સ્ટેશનમાં રહેલી સ્ટેશન ડાયરીમાં થતી નોંધને તેઓ અવગણી ન શકે. કન્ટેમ્પ્ટની કાર્યવાહી બચવા માટે પોલીસ અધિકારી એકબીજા પર આરોપ-પ્રત્ચારોપ કરી રહ્યા છે.

ચીફ જસ્ટિસની ખંડપીઠે હાઈકોર્ટના રજીસ્ટ્રીને પણ સવાલ કરેલો કે હાઈકોર્ટે જ્યારે ચાર્જશીટ કરવા સામે સ્ટે આપેલો છે, ત્યારે સંબંધિત કોર્ટના રજીસ્ટ્રારે 15-03-22ના રોજ ચાર્જશીટ કેવીરીતે લીધી ? આ સમયે, હાઈકોર્ટના વકીલની રજૂઆત હતી કે સંબંધિત અધિકારીની આ ભૂલ છે.

સુનાવણી બાદ, હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, ટ્રાયલ કોર્ટમાં ચાલતા આ કેસની પ્રક્રિયા પર સ્ટે આપીએ છીએ, મહિલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને તપાસ અધિકારી ફરિયાદીની માફી માગે અને રેકર્ડ પર લેવામાં આવે. આ ઉપરાંત, હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલને પણ આદેશ છે કે રજીસ્ટ્રી અને ભાવનગર રજીસ્ટ્રીના ભૂલ કરનાર જવાબદાર અધિકારી સામે પગલા લો. આ કેસની વધુ સુનાવણી 26 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

હાઈકોર્ટે સરકારને ટકોર કરેલી કે, હાઈકોર્ટના આદેશ છતા અધિકારી તેનુ પાલન કરતા નથી. અધિકારી બહાના બનાવે છે કે તેમને હાઈકોર્ટનો આદેશ મળ્યો ન હોવાથી તેની જાણ નથી. અધિકારીઓના આ પ્રકારના વલણને ચલાવી લેવાશે નહીં. હાઈકોર્ટમાં આવો આ ચોથો કેસ નજરે પડ્યો છે.

- Advertisement -

અરજદારના વકીલની રજૂઆત

અરજદારના વકીલની રજૂઆત હતી કે હાઈકોર્ટના આદેશની અવગણના કરનારને શીખ મળે તેવા પગલા લો, આ કેસમાં તપાસ અધિકારીની બેદરકારી છે, પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જની સહી વગર ચાર્જશીટ થઈ ન શકે અને તેથી તેઓ જવાબદારીમાંથી છટકી ન શકે.

રાજ્ય સરકારનો જવાબ

સરકારે હાઈકોર્ટમાં તેનો જવાબ રજૂ કરેલો કે આ કેસમાં હાઈકોર્ટ પીએસઆઈને જે પણ દંડ ફટકારશે તે સ્વીકાર્ય છે. કેસમાં કોઈ અધિકારીનો બચાવ કરતા નથી. જોકે, હાઈકોર્ટે આ વાતને સ્વીકારી ન હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

વાઘોડિયાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી 6 ફુટના અજગરનું રેસક્યુ

રેસક્યુ કરી અજગર વન વિભાગને સોપવામાં આવ્યોઅર્ધો કલાકની જહેમત બાદ ઝડપી પાડવામાં આવ્યો ટ્રસ્ટના કાર્યકરોએ અજગરનું રેસક્યુ કર્યું વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી શનિવારે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!