Wednesday, September 28, 2022
Home National શ્રમિકોના મોત પછી વિકાસ શાહ કયાં ગાયબ? | ગોવામાં કોંગ્રેસ તૂટી

શ્રમિકોના મોત પછી વિકાસ શાહ કયાં ગાયબ? | ગોવામાં કોંગ્રેસ તૂટી

અમદાવાદમાં ગુજરાત યુનીવર્સીટી નજીક એસ્પાયર – 2 નામની બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. ત્યાં બુધવારે એક લીફ્ટ તૂટી પડતા ગોઝારી ઘટના બની છે. આ ઘટનામાં 7 શ્રમિકોના મોત થયા હતા. તો બેગૂસરાયની ઘટના પર લોજપાના નેતા ચિરાગ પાસવાને નીતીશકુમાર પર નિશાન સાંધ્યું છે. તો ગોવામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો સહિતના અત્યાર સુધીના અગત્યના સમાચાર

- Advertisement -

વધુ વાંચો: અમદાવાદમાં એસ્પાયર-2 નામની બિલ્ડીંગ સાઇટ પર લીફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત

અમદાવાદમાં ગુજરાત યુનીવર્સીટી નજીક એસ્પાયર – 2 નામની બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. ત્યાં બુધવારે સવારના 10 વાગ્યાની આસપાસ 7માં માળેથી એક લીફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા હતા. આ ઉપરાંત એક શ્રમિક ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. હાલ ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે આ ઘટના બની ત્યારે સાઈટની ઓફિસમાંથી લાઈટ પંખા ચાલુ મૂકી સુપરવાઈઝર સહિતના લોકો બહાર નીકળી ફરાર થઇ ગયા હતાં.

વધુ વાંચો: 7 શ્રમિકોના મોત પછી બિલ્ડર વિકાસ શાહ ક્યાં ગાયબ?

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી નજીક અન્ડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગ એસ્પાયર-2માં લીફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા છે. આ ઉપરાંત એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ત્યારે આ ઘટના બાદ બિલ્ડર વિકાસ શાહ કે પછી કોઈ જ એસ્પાયર -2 સાઈટ પર ફરક્યું નહોતું. ત્યારે સવાલ ઉભા થયા હતા કે, બિલ્ડીંગનો કોન્ટ્રાકટર કે બિલ્ડર વિકાસ શાહ દુર્ઘટના બાદ સાઈટ પર કેમ ફરક્યો નહોતો? શું શ્રમિકોની સુરક્ષાને આવી રીતે નજરઅંદાજ કરીને બિલ્ડર બચી જશે? તેવા પણ સવાલો ઉભા થયા છે.

- Advertisement -

વધુ વાંચો: યાત્રાધામ અંબાજી થયું જળબંબાકાર: હાઈવે ઉપર પાણી ફરી વળ્યા

મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ઠેર ઠેર પાણી ભરાયા છે ભારે વરસાદને પગલે અમદાવાદ આબુ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા હતા. જેને લીધે વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ હતી. આ ઉપરાંત હાઈવે ઉપર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અંબાજીમાં પોલીસ સ્ટેશન નજીકનો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો અને ઘૂંટણસમા પાણી ભરાયા હતા. આ ઉપરાંત ધર્મશાળાના ગેટમાં પાણી ઘુસ્યા હતા. સમગ્ર શહેરમાં વાહનવ્યવહાર ઠપ થઇ ગયો હતો.

વધુ વાંચો: બેગૂસરાયની ઘટનાને લઇ સુરતમાં ચિરાગ પાસવાને નીતીશકુમારને લીધા આડે હાથ

બિહારના બેગૂસરાય જિલ્લામાં અંધાધૂંધ ગોળીબારની ઘટનાને લઇ લોક જનશક્તિ પાર્ટી (લોજપા)ના નેતા અને રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાને નીતીશકુમારની સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે બિહાર સંભાળી ના શકાતું હોય તો રાજીનામું કેમ આપી દેતા નથી?

વધુ વાંચો: ગોવામાં કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા, જાણો કેમ પક્ષપલટો કર્યો?

ગોવામાં કોંગ્રેસને મોટો ઝટકો આપતા પાર્ટીના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. પૂર્વ સીએમ દિગંબર કામત અને માઈકલ લોબો, જેઓ ભાજપ છોડીને ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા, તેઓએ પણ પક્ષ બદલ્યો છે. માઈકલ લોબોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમે પીએમ મોદી અને સીએમ પ્રમોદ સાવંતના હાથ મજબૂત કરવા માટે ભાજપમાં જોડાયા છીએ… ‘કોંગ્રેસ છોડો, ભાજપ જોડો’. કોંગ્રેસને આ ઝટકો એવા સમયે લાગ્યો છે જ્યારે દેશભરમાં ભારત જોડો યાત્રા કાઢવામાં આવી રહી છે જેમાં રાહુલ ગાંધી પણ સામેલ છે.

વધુ વાંચો: ભારત અમારી સાથે રશિયા જેવો વ્યવહાર કરે: ઈરાન

યુક્રેન સાથેના યુદ્ધ બાદ રશિયા પર અમેરિકાના પ્રતિબંધો છતાં ભારતે રશિયન માર્કેટમાંથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. આવી સ્થિતિમાં ઈરાન વર્ષ 2019થી ભારત અને ઈરાન વચ્ચે ફરી એકવાર બંધ ઓઈલ સપ્લાય શરૂ કરવા માંગે છે. ઈરાનનું કહેવું છે કે જે રીતે ભારત રશિયાના મામલામાં અમેરિકી દબાણની અવગણના કરી રહ્યું છે તે જ રીતે તેણે તેની સાથે વેપારમાં અમેરિકી પ્રતિબંધોની પરવા ન કરવી જોઈએ. એક રિપોર્ટ અનુસાર ટૂંક સમયમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ અંગે ચર્ચા કરી શકે છે.

વધુ વાંચો: અમેરિકાની પાકિસ્તાનને સહાય, દ્વિપક્ષીય સંબંધોનો એક મહત્વપૂર્ણ ભાગ: US

જો બિડેન એડમિનિસ્ટ્રેશને પાકિસ્તાનને 450 મિલિયન ડોલર અથવા લગભગ 3579 મિલિયન ભારતીય રૂપિયાની સૈન્ય સહાય પૂરી પાડવાના પગલાને યોગ્ય ઠેરવતા કહ્યું છે કે એફ-16 ફાઇટર એરક્રાફ્ટ પાકિસ્તાનના દ્વિપક્ષીય સંબંધોનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

વધુ વાંચો: રવિના ટંડને કોહિનૂર હીરા અંગે વિડીયો શેર કરી અંગ્રેજોની પોલ ખોલી

તાજેતરમાં બ્રિટનની રાણી એલિઝાબેથ અવસાન થયું હતું. સમગ્ર વિશ્વમાં તેમના શોકના સમાચાર સાંભળીને લોકો ખૂબ જ દુઃખી થયા. પરંતુ આ બધાની વચ્ચે કોહિનૂર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો. લોકો માંગ કરી રહ્યા છે કે કોહિનૂર પરત કરવામાં આવે અને લોકો તેના વિશે પોતાના વિચારો રાખી રહ્યા છે. હવે ઈન્ટરનેટ પર ચાલી રહેલી આ ચર્ચામાં બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન પણ કૂદી પડી છે અને આ સમગ્ર મામલે પોતાનો મત રજૂ કર્યો છે.

વધુ વાંચો: રિષભ પંતને ઓપનિંગ બેટીંગ કરવી જોઈએ: વસીમ જાફર

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે અને હવે દરેક આ ટૂર્નામેન્ટમાં યોજાનારી ભારતની રણનીતિ વિશે વાત કરી રહ્યા છે. સૌથી મોટી ચિંતા વિકેટકીપર રિષભ પંતનું પ્રદર્શન છે, જે T20 ફોર્મેટમાં પ્રશંસનીય નથી. આવી સ્થિતિમાં ઋષભ પંતને T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળે છે કે નહીં તે પણ ચર્ચાનો વિષય હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન વસીમ જાફરે એક નવી ફોર્મ્યુલા જણાવી છે, તેમનું કહેવું છે કે ઋષભ પંત T20 ફોર્મેટમાં ઓપનિંગ કરી શકે છે અને રોહિત શર્મા પોતે નંબર-4 પર આવી શકે છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!