Friday, October 7, 2022
Home Entertainment સોમનાથ મંદિર જોઈને ભવિષ્યમાં અહીંયા શૂટિંગ કરવાનું મન બનાવી લીધું : અયાન

સોમનાથ મંદિર જોઈને ભવિષ્યમાં અહીંયા શૂટિંગ કરવાનું મન બનાવી લીધું : અયાન

  • ફિલ્મના વિરોધના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો
  • કલાકો સુધી રણબીરની એક ઝલક જોવા ફ્રેન્સ મૉલમાં ખડેપગે ઊભા રહ્યાં
  • ચુસ્ત પોલીસ વ્યવસ્થા હોવાને કારણે રણબીર ફ્રેન્સની ચોક્કસ અંતર બનાવી રાખ્યું

બ્રહ્માસ્ત્ર ફિલ્મની સ્ટાર કાસ્ટ આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને ડાયરેક્ટર અયાન મુખરજી અમદાવાદનાં મહેમાન બન્યાં. ફર્સ્ટ ડે પર 75 કરોડના કલેક્શનના દાવાઓ વચ્ચે ગઈકાલે ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મની સ્ટારકાસ્ટ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અમદાવાદના મહેમાન બન્યાં હતાં. રણબીર-આલિયા સાથે ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખરજી પણ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી એક મલ્ટિપ્લેક્સમાં યોજાયેલા મૂવી સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. અનેક વિવાદો અને રિલીઝ બાદ ફિલ્મના કલેક્શનને લઈને થયેલી કોન્ટ્રોવસી વચ્ચે ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મે ભારતમાં 150 કરોડથી વધારે કમાણી કરી છે.’ કેમ છો અમદાવાદ’ કહીને આલિયા ભટ્ટે ગુજરાતી શ્રોતાઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, ‘હું એક ગુજરાતી છું અને મારી ફિલ્મોને ગુજરાતમાં ખૂબ પ્રેમ મળ્યો છે અને મળતો રહેશે.’ અયાન મુખરજીએ કહ્યું કે, ‘દરિયાકિનારે આવેલા સોમનાથ મંદિર જોઈ ભવિષ્યમાં ફિલ્મ શૂટિંગ કરવાનું મન બનાવી લીધું છે’

- Advertisement -

ફિલ્મના વિરોધના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો

વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ફિલ્મનો બહિષ્કાર અને વિરોધ નોંધાવાના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આલિયા-રણબીર અમદાવાદમાં એન્ટ્રી મારી હતી. આલિયા ભટ્ટ પ્રેગ્નેન્ટ હોવાથી પણ રણબીરે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી ના રહી જાય તે માટે પોલીસની મદદ માંગી હતી. અમદાવાદમાં વિરોધ પ્રદર્શન થઈ શકે છે તેવા ડરના કારણે સલામતી માટે પોલીસ અને પર્સનલ સિક્યુરિટી વચ્ચે આલિયા-રણબીર અમદાવાદમાં આવ્યાં હતાં.

રણબીર ક્રશઃ.કલાકો સુધી રણબીરની એક ઝલક જોવા ફ્રેન્સ મૉલમાં ખડેપગે ઊભી રહ્યાં

રણબીર કપૂરનો ગર્લ્સમાં ખાસ પ્રકારનો ક્રશ જોવા મળે છે. કોલેજિયન ગર્લ્સના ટોળાઓ રણબીર કપૂરની એક ઝલક જોવા માટે કલાકો સુધી રાહ જોતા જોવા મળ્યા હતાં. મલ્ટિપ્લેક્સના સીડીઓમાં પણ ઊભા રહીને રણબીર આલિયાની એક ઝલક જોવા આતુરતા દાખવી હતી. ચુસ્ત પોલીસ વ્યવસ્થા હોવાને કારણે રણબીર ફ્રેન્સની ચોક્કસ અંતર બનાવી રાખ્યું હતું.

- Advertisement -

શિવા’ પહોંચ્યો સોમનાથ

બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં રણબીર ‘શીવા’ નામનું પાત્ર ભજવી રહ્યો છે.રણબીર કપૂર અને અયાન મુખરજીએ સોમનાથ મહાદેવના આશિષ લેવા માટે પહોંચ્યા હતાં. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા રણબીર અને અયાનનું સ્વાગત કર્યું હતું. રણબીરે અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘સોમનાથ મહાદેવના દર્શન કરીને હું ધન્ય થઈ ગયો. આ સ્થળ ખરેખર આધ્યાત્મનું સંગમ સ્થાન છે.’

Source link

- Advertisement -
RELATED ARTICLES

માધુરીએ મુંબઈમાં 53મા માળે 48 કરોડનો સી-ફેસિંગ ફ્લેટ ખરીદ્યો

માધુરી દીક્ષિત તથા ડૉ. શ્રીરામ નેને હાલમાં ફ્લેટ ખરીદ્યોમુંબઈના વર્લીમાં ખરીદ્યો મોંઘો ફ્લેટ માધુરીનું નવું ઘર 5,384 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત તથા...

ઓસ્કારની રેસમાં 'RRR'ની એન્ટ્રી, 14 કેટેગરીમાં મેકર્સે નોંધાવ્યું નામ

આ પહેલાં ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ફિલ્મની થઇ હતી ઓસ્કારમાં પસંદગીRRR ફિલ્મને જાપાનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી એલએમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ રાખવામાં...

'તમે લોકો આંખો પર લાઇટ પાડો છો. તમને લોકોને શરમ નથી આવતી

જયા બચ્ચન ચાહકો પર ગુસ્સે થયાદીકરા અભિષેક સાથે જોવા મળ્યા હતા જયા બચ્ચન ભોપાલમાં આવેલા કાલીબાડી મંદિર સ્થિત દુર્ગા પંડાલમાં દર્શન કર્યા હતા બોલિવૂડ એક્ટર અભિષેક...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!