Monday, September 26, 2022
Home National રશિયા પછી હવે ઈરાન પણ ભારતને સસ્તું ક્રૂડ ઓઈલ આપવાની સ્પર્ધામાં જોતરાયું

રશિયા પછી હવે ઈરાન પણ ભારતને સસ્તું ક્રૂડ ઓઈલ આપવાની સ્પર્ધામાં જોતરાયું

  • ઈરાન ક્રૂડની નિકાસ કરીને ભારતનાં બજારમાં પ્રવેશવા ઇચ્છુક
  • PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસી વચ્ચે SCOની બેઠકમાં ચર્ચા થઈ શકે
  • રશિયા ક્રૂડ વેચીને મળતી રકમ યૂક્રેન સામે યુદ્ધમાં વાપરે છે

રશિયા પછી હવે ઈરાન પણ ભારતને સસ્તા ભાવથી ક્રૂડ ઓઈલ આપવા તૈયાર થયું છે. યૂક્રેન સાથે રશિયાનાં યુદ્ધ પછી અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ નહીં ખરીદવા અનેક દેશો પર દબાણ કર્યું છે આમ છતાં ભારત રશિયા પાસેથી ઘણા સસ્તા ભાવથી ક્રૂડ ખરીદી રહ્યું છે. યુએસએ રશિયા પર આ માટે પ્રતિબંધ લગાવવાG-7 દેશો પર દબાણ કર્યું છે. ભારતને પણ આ મામલે સાથે આપવા યુએસએ અપીલ કરી છે.G-7 દેશોને સાથ નહીં આપવાની શરતે રશિયાએ ભારતને અગાઉ કરતા સસ્તા દરે ક્રૂડ આપવાની ઓફર કરી છે. આ મોરચે હવે ઈરાને પણ ભારતને સસ્તી કિંમતે ક્રૂડ ઓઈલ આપવા તૈયારી દર્શાવી છે. ઈરાન ફરી ભારતમાં ક્રૂડ ઓઈલની નિકાસ શરૂ કરવા માંગે છે. શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં ભારતના પીએમ મોદી તેમજ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસી વચ્ચે આ મુદ્દે ચર્ચા થઈ શકે છે.

- Advertisement -

ઈરાન દ્વારા તેનાં ક્રૂડ ઓઈલના ભાવમાં સખત ઘટાડો કરાયો છે. જુલાઈમાં ઈરાનના એક બેરલ ક્રૂડનો ભાવ 20 ડૉલર હતા. ઈરાન ફરી ભારતના બજારમાં દાખલ થવા માંગે છે. તે ભારતમાં મોટાપાયે ક્રૂડની નિકાસ કરવા તત્પર છે. રશિયા ક્રૂડ વેચીને મળતી રકમ યૂક્રેન સામે યુદ્ધમાં વાપરે છે

રશિયા ક્રૂડ વેચીને મળતી રકમનો ઉપયોગ યૂક્રેન સામેનાં યુદ્ધમાં કરી રહ્યું છે. અમેરિકા આની પર બ્રેક લગાવવા માંગે છે. આ ઉપરાંત અમેરિકા ઝડપથી વધી રહેલા વૈશ્વિક ફુગાવાને અંકુશમાં લેવા માંગે છે. G -7 દેશો દ્વારા રશિયાનાં ક્રૂડ ઓઈલ પર કસ્ટમ્સ જકાત લાગુ કરવા તૈયારી કરાઈ છે. અમેરિકા તેમજ નાટો દેશો અને યુરોપના કેટલાક દેશોએ યૂક્રેન સામે યુદ્ધ પછી રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદ્યા છે. તેની ઝાઝી અસર રશિયા પર જોવા મળી નથી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

તિરુપતિ બાલાજી મંદિર પાસે 85,705 કરોડની સંપત્તિ

TTDની દેશભરમાં 7123 એકરમાં ફેલાયેલી કુલ 960 જેટલી સંપત્તિઓ આવેલી છેતિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટ દેશભરમાં કુલ 960 સંપત્તિઓ ધરાવે છે જગવિખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિર વિશ્વમાં સૌથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!