Wednesday, September 28, 2022
Home Gujarat જામનગરને પાણી આપતા ઉંડ-1, આજી-3 બાદ હવે સસોઈ ડેમ પણ ઓવરફ્લો

જામનગરને પાણી આપતા ઉંડ-1, આજી-3 બાદ હવે સસોઈ ડેમ પણ ઓવરફ્લો

  • નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરવા સુચના
  • રણજીતસાગર ડેમની સપાટી આજે 25.5 ફૂટથી વધી
  • શિક્ષણ સમિતિની શાળાઓમાં સ્થળાંતર કરવા ગોઠવણ

જામનગર ગ્રામ્યમાં સારા વરસાદને કારણે આજે તા. 15 ની સાંજે 22 ફુટની ઉંડાઈ ધરાવતો સસોઈ ડેમ ઓવરફ્લો થયો હતો. આ ડેમ સતત ત્રીજા વર્ષે ઓવરફ્લો થયો છે. આ ઉપરાંત જામનગર શહેરને પીવાનું પાણી આપતો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થવામાં હોવાથી કમિશનર વિજય કુમાર ખરાડી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વર્ષે જામનગર શહેરને પાણી આપતા ચાર મુખ્ય ડેમમાંથી આજી -3 અને ઊંડ-1 અને સહોઈ ડેમ ઓવર ફ્લો થઈ ચૂક્યા છે.

- Advertisement -

શહેરની જીવા દોરી સમાન રણજીતસાગર ડેમની કુલ સપાટી 27.5 ફૂટની છે જેમાં છેલ્લા દિવસોથી નોંધાયેલા સારા વરસાદને લીધે રણજીતસાગર ડેમની સપાટી આજે 25.5 ફૂટથી વધી છે. તેથી શહેરમાં ભારે વરસાદની આગાહીને કારણે નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને અપીલ છે કે, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સલામત જગ્યા ઉપર સ્થળાંતર કરવું.

જામનગર મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ખાતે શહેરના નીચાણ વાળા વિસ્તારો જેમ કે વોર્ડ નંબર 2 માં ગાંધીનગર, મેહુલ નગર, વોર્ડ નંબર 4 ના વિસ્તારો નવાગામ ઘેડ, વિનાયક પાર્ક, ભીમવાસ, ખડખડ નગર, ઇન્દિરા રોડ તેમજ વોર્ડ નંબર 10 ના વિસ્તારો બચુનગર, ઘાંચીની ખડકી, ધુવાવ નાકા વોર્ડ નંબર 12 ના વિસ્તારો મોરકંડા રોડ, બાલનાથ સોસાયટી, પુરબીયાની ખડકી અને રણજીતસાગર ડેમ નજીકના વોર્ડ નંબર 16 ના વિસ્તારો વૃંદાવન પાર્ક, કાલિન્દી સ્કૂલ, મારવાડી વાસ સહિતના રહેવાસીઓને શહેરના નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને નજીકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સ્થળાંતર કરવાની ગોઠવણ જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

ગરબા રસિકો માટે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદમાં વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશેખેડા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઇસોરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલીમાં વરસાદ આવશે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!