Saturday, October 1, 2022
Home National ગર્ભવતી મહિલા પર ગેંગરેપ બાદ ગર્ભપાત,હાથમાં ભ્રૂણ લઈને SSP ઓફિસ પહોંચી સાસુ

ગર્ભવતી મહિલા પર ગેંગરેપ બાદ ગર્ભપાત,હાથમાં ભ્રૂણ લઈને SSP ઓફિસ પહોંચી સાસુ

  • મહિલાના પેટમાં 3 મહિનાનું ગર્ભ હોવા છતાં હેવાનોએ સામુહિક દુષ્કર્મ આચર્યું
  • મહિલા પર દુષ્કર્મ આચર્યા બાદ ગામના હેવાનો ફરાર : અગાઉ વિવાદ થયો હતો
  • પીડિતાની સાસુ આરોપીને સજા આપવા બરણીમાં ભ્રૂણ લઈને SSP ઓફિસ પહોંચી

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક શરમજનક ઘટના સામે આવી છે. બિશારતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મઝગવાં ગામમાં એક ગર્ભવતી મહિલા પર સામૂહિક દુષ્કર્મ કરાયું હતું, ત્યારબાદ બાળકનું ગર્ભમાં જ મૃત્યુ થયું હતું. દુષ્કર્મ પીડિતાની સાસુ હાથમાં ભ્રૂણ લઈને ન્યાયની આજીજી કરવા એસએસપી ઓફિસ પહોંચી ત્યારે હોબાળો મચી ગયો હતો. આ ઘટના જોઈને લોકો ચોંકી ઉઠ્યા છે. મહિલાના પેટમાં ત્રણ મહિનાનું ગર્ભ હતું, તેમ છતાં હેવાનોએ દુષ્કર્મ આચર્યું, જેના કારણે તેણીનું ગર્ભપાત થઈ ગયું. મહિલા કોઈ કામ માટે ખેતરમાં ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી.

- Advertisement -

દુષ્કર્મ દરમિયાન મહિલાના ગર્ભમાં બાળકીનું મોત નિપજ્યું

ગામના હેવાનોએ દુષ્કર્મ આચર્યા બાદ પીડિત મહિલાને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા હતા. જ્યારે પીડિત મહિલા લાંબા સમય સુધી ઘરે ન પહોંચી ત્યારે પરિવારના સભ્યો ખેતરમાં તપાસ કરતા મહિલાને ગંભીર હાલતમાં જોઈ ચોકી ગયા હતા. પરિવારજનો તુરંત જ મહિલાને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ બાળકનો જીવ બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા પરંતુ બાળકને બચાવી શકાયું નહતું. ડોક્ટરોએ સંબંધીઓને જણાવ્યું કે દુષ્કર્મ દરમિયાન બાળકનું મોત મહિલાના ગર્ભમાં જ થયું હતું.

સાસુ પ્લાસ્ટિકની બરણીમાં ભ્રૂણ લઈને આવતા લોકો ચોંકી ગયા

મહિલાના પરિવારજનો ન્યાય માટે અધિકારીઓના ચક્કર લગાવી રહ્યા છે. પીડિતાની સાસુ આરોપીને સજા આપવા પ્લાસ્ટિકની બરણીમાં ભ્રૂણ લઈને એસએસપી ઓફિસ પહોંચતા બધા આશ્ચર્યચકિત થઈ ગયા. મહિલાના હાથમાં ભ્રૂણ જોઈને SSP ઓફિસમાં હાજર અધિકારીઓ ચોંકી ગયા હતા. મામલાની નોંધ લેતા એસપી દેહત રાજકુમાર અગ્રવાલે તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે મહિલાનું નિવેદન લેવામાં આવી રહ્યું છે. તપાસ બાદ ટૂંક સમયમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -

પીડિતાની સાસુએ શું કહ્યું?

ગેંગરેપનો ભોગ બનેલી પીડિતાની સાસુએ જણાવ્યું કે, ‘હું ઘણા દિવસોથી ફરિયાદ કરી રહી છું. મારી પુત્રવધૂ પર ત્રણ લોકોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. 3 મહિનાની બાળકી પેટમાં હતી, મોંઢુ દબાવીને પુત્રવધૂ પર દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે તે બેહોશ થઈ ગઈ હતી. મહિલાએ કહ્યું કે બાળકનું શવ આ પ્લાસ્ટિકની થેલીમાં છે.

પીડિતાના પતિએ કેસ દાખલ કર્યો હતો

ગેંગરેપની આ શરમજનક ઘટનાને લઈને બિશરતગંજના યુવકે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેની પત્ની પર ગામના જ કેટલાક લોકોએ દુષ્કર્મ ગુજાર્યું હતું, જેના કારણે ગર્ભપાત થઈ ગયો હતો. આ ઘટના અંગે બિશરતગંજ પોલીસ સ્ટેશનમાં કલમ 376D, 315 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પહેલા પણ વિવાદ થયો હતો : એસપી

આ ઘટના અંગે બરેલીના એસપી (ગ્રામીણ) રાજકુમાર અગ્રવાલે કહ્યું કે પીડિતા અને આરોપી પક્ષ વચ્ચે ઘટનાના દિવસે ખેતરમાં અડદ તોડવાને લઈને વિવાદ થયો હતો. આ બાબતે ગામમાં બેઠક કરીને સમજૂતી પણ થઈ હતી. તેનો લેખિત કરાર પણ મળી ગયો છે. તેમણે જણાવ્યું કે, હવે ઘટના બાદ મહિલાની મેડિકલ તપાસ કરવામાં આવી છે. પીડિતાનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે. તપાસમાં જે પણ બહાર આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!