Tuesday, September 27, 2022
Home Gujarat ઉ.ગુજરાતમાં હજારો પશુઓ રસ્તા પર છોડી મૂકતા અફરાતફરી, મંત્રીની ગાડીને રોકી

ઉ.ગુજરાતમાં હજારો પશુઓ રસ્તા પર છોડી મૂકતા અફરાતફરી, મંત્રીની ગાડીને રોકી

  • ઉત્તર ગુજરાતમાં પાંજરાપોળ સંચાલકોએ ગાયોને રસ્તા પર છોડી દીધી
  • ગુજરાત સરકાર વતી 500 કરોડની સહાય ના ચૂકવાતા આંદોલન ઉગ્ર બન્યું
  • પશુઓને સરકારી કચેરીમાં છોડવીમાં આવતા દોડધામ

ગુજરાત સરકાર વતી 500 કરોડની સહાય મામલે અનેક આવેદનો છતાંય સહાય ના ચૂકવાતા આંદોલન ઉગ્ર બની ગયું છે. ઉત્તર ગુજરાતમાં પાંજરાપોળ સંચાલકોએ ગાયોને રસ્તા પર છોડી દીધી છે. પશુઓને સરકારી કચેરીમાં છોડવામાં આવી રહેતા દોડધામ મચી ગઇ છે. ડીસા-થરાદ હાઇવે પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા. હાઇવે પર માત્ર અને માત્ર ગાયો જ જોવા મળી રહી છે. વહેલી સવારથી સરકારી કચેરીઓમાં ગાયો છોડ્યા બાદ હાઇવે ઉપર પણ ગાયોને છોડી દેવાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

- Advertisement -

https://fb.watch/fIXLIMrpWv/ 

ડીસામાં ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોમાં આક્રોશ વધતાં ગૌસેવકોએ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાનો ઘેરાવો કર્યો હતો. 10 મિનિટ સુધી મંત્રીની ગાડીને ઘેરાવો કરતા મમલો ગરમાયો હતો. ગૌસેવકોમાં રોષ વચ્ચેથી પોલીસે મહામુસીબતે મંત્રીને બહાર કાઢ્યા હતા.

હજારો પશુઓને છોડી મૂકાતા અફરાતફરીનો માહોલ

પાંજરાપોળમાંથી ઢોર છોડવાના હોવાની જાણ થતા પોલીસે રાતથી જ તમામ ગૌશાળાઓ આજુબાજુ બેરીકેટ ઉતારી દીધા હતા અને મોટો પોલીસ ફોર્સ ઉતારી દીધો હતો. તેમ છતાં સંચાલકોએ સવારે ઢોર છોડી મૂકતા પોલીસે અનેક કોશિશો કરી હતી, પરંતુ તમામ ઢોર શહેરો તરફ પ્રવેશ કરી ચૂક્યા છે. તમામ ઢોરને ડીસા સહિતની સરકારી કચેરીઓમાં છોડતા ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.
       

- Advertisement -

ડીસા કાંટ પાંજરાપોળના પશુઓને છોડી મૂકવામાં આવ્યા છે. ડીસા તાલુકા પોલીસે પાંજરાપોળ આગળ બેરીકેડ લગાવ્યા પરંતુ તેની કોઇ અસર થઇ નથી. લાખણીમાં પણ ગૌશાળા અને પાંજરાપોળના પશુઓ છોડી મુકાયા. લાખણી તાલુકાના ગેળા,સેકરા અને લાખણી ના પશુઓને રોડ ઉપર છોડી મુકાયા. પશુઓને રોડ ઉપર છોડી મુકાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ગૌશાળા પાંજરાપોળના સંચાલકોને ડીસા તરફ જતા રોકવામાં આવ્યા. અમુક ગૌશાળા સંચાલકની અટકાયત કરાઇ. ડીસાની ગૌ શાળા અને પાંજરાપોળમાંથી ગાયોને છોડી મુકવામાં આવી છે.

500 કરોડની ગૌશાળા પાંજરાપોળ નિભાવ માટેની જાહેરાત બાદ અમલવારી ન થઈ. સરકારી જાહેરાત બાદ અમલવારી ન થતા ગૌશાળા પાંજરાપોળ નો નિભાવ અઘરો બન્યો. સરકારમાં અનેક વખત રજૂઆત છતાંય નિરાકરણ ના આવતા પાંજરાપોળના અને ગૌશાળાના સંચાલકો રોષે ભરાયા છે. આખરે ના છુટકે ગૌશાળા અને પાંજરાપોળમાંથી ગાયોને છોડી મુકવાની ફરજ પડી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

સુરતમાં યુવકને ચોર સમજી ઢોર માર મારતા મોત, ઘટના CCTVમાં કેદ

યુવકને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો પોલીસ હત્યાનો ગુનો નોંધી શકમંદોની ડિટેઇન કર્યા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો...

PFI પર ફરી એકશન, NIAનો ગુજરાતમાં સપાટો, 4 શહેરમાંથી 15ને દબોચ્યા

દેશભરમાં PFIના 30 સ્થળો પર દરોડા NIAના ઈનપુટ પર ગુજરાત સહિત 8 રાજ્યોમાં દરોડા અમદાવાદ, સુરત, બનાસકાંઠાથી 15 લોકો ઝડપાયા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!