Monday, September 26, 2022
Home Entertainment અક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ક્રિકેટર રિષભ પંતની હાથ જોડીને માફી માગી

અક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ક્રિકેટર રિષભ પંતની હાથ જોડીને માફી માગી

  • થોડા મહિના પહેલાં ઉર્વશીનો એક વીડિયો વાઇરલ થયો હતો
  • તેણે ‘મિસ્ટર RP’ કહીને રિષભ પંત વિશે વાત કરીને વિવાદ સર્જ્યો હતો
  • અભિનેત્રીએ માફી માગ્યા બાદ વિવાદનો અંત આવ્યો

ઇન્ડિયન ક્રિકેટર રિષભ પંત તથા બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા વચ્ચેનો વિવાદ જાણીતો છે. હાલમાં જ ઉર્વશી રૌતેલાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. આ વીડિયોમાં તે રિષભનું નામ આવતા હાથ જોડીને માફી માગે છે. ઉર્વશીના એક ઇન્ટરવ્યૂ બાદ ગયા મહિને જ બન્ને વચ્ચે સોશિયલ મીડિયામાં તડાફડી મચી હતી. વાઇરલ વીડિયોમાં ઉર્વશીએ પંત અંગે વાત કરી હતી. ઉર્વશીને સવાલ કરવામાં આવ્યો હતો કે RP માટે તે કોઈ મેસેજ આપવા માગે છે? એક્ટ્રેસે કહ્યું હતું, ‘સીધી બાત નો બકવાસ. આથી હું બકવાસ કરતી નથી.’

- Advertisement -

તેને બીજીવાર પૂછવામાં આવ્યું હતું કે કોઈ મેસેજ? તમે માફ્ કરો ને ભૂલી જાવમાં માનો છો. તમે રિષભ પંતને કંઈક કહેવા માગશો? ઉર્વશીએ જવાબમાં કહ્યું હતું, ‘હું બસ એટલું જ કહેવા માગીશ, હું શું કહેવા માગીશ…કંઈ નહીં, સોરી, આઇ એમ સોરી.’ ઉર્વશીએ હાથ જોડીને આ વાત કહી હતી.ગયા મહિને ઉર્વશીનો એક ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વીડિયોમાં તેણે રિષભ પંતનું નામ ‘મિસ્ટર RP’ તરીકે લીધું હતું. તેણે કહ્યું હતું, ‘જ્યારે હું બનારસથી દિલ્હી શૂટિંગ માટે ગઈ હતી, ત્યારે મિસ્ટર RP મળવા આવ્યા હતા. તે હોટેલની લૉબીમાં મારી રાહ જોતા હતા, પરંતુ હું સૂઈ ગઈ હતી. જોકે, મને પછીથી આ અંગે માહિતી મળી હતી. મારા ફોનમાં 17 મિસ્ડ કૉલ્સ હતા. પછી મેં તેમની સાથે વાત કરી અને કહ્યું હતું કે જ્યારે મુંબઈ આવશો ત્યારે મળીશું. પછી અમે મળ્યા પણ હતા. હવે આ સમગ્ર મુદ્દે ઉર્વશીની માફી માગ્યા બાદ અંત આવ્યો છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

નેહા કક્કર પર ફાલ્ગુની પાઠક ભડકી, કહ્યું- રીમિક્સ વર્ઝનમાં કયાં થઇ ભૂલ?

રીમિક્સ કરવામાં આવી રહ્યા છે પરંતુ તે યોગ્ય રીતે કરો: ફાલ્ગુની પાઠક જો તમારે યુવા પેઢી સુધી પહોંચવું હોય તો ગીતની રિધમ બદલવી જોઇએ: ફાલ્ગુની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!