Tuesday, September 27, 2022
Home Gujarat લાઠીના લુવારીયાના ચકચારી બળાત્કાર કેસમાં આરોપીને અંતિમ શ્વાસ સુધી કારાવાસ

લાઠીના લુવારીયાના ચકચારી બળાત્કાર કેસમાં આરોપીને અંતિમ શ્વાસ સુધી કારાવાસ

  • 3 વર્ષ પહેલા ગર્ભવતીનું અપહરણ કરી બળાત્કાર
  • આરોપીને 1.5 લાખનો દંડ ફટકારાયો
  • અમરેલીની સ્પેશિયલ કોર્ટનો ચૂકાદો

લાઠી તાલુકાના લુવારીયા ગામની સીમમાં ઝૂંપડામાં રહેતી પરપ્રાંતિય ગર્ભવતી મહિલાનું અપહરણ કરીને પાશવી રીતે બળાત્કાર ગુજારવાના કેસમાં અમરેલીની સ્પેશ્યલ કોર્ટ દ્વારા આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફરમાવી છે તથા 1 લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો.

- Advertisement -

આજથી ત્રણ વર્ષ પહેલા લાઠી તાલુકાના લુવારીયા ગામે પરપ્રાંતિય શ્રમિકો વાડીમાં ઝુંપડા બાનાવીને રહેતા હતા અને મહિલાના પતિ બહાર ગામ ગયા હોવાથી મહિલા બાજુમાં ઝુંપડામાં સુવા માટે ગઈ હતી ત્યારે રાત્રીના સમયે નજીકના ઝુંપડામાં રહેતો પરપ્રાંતિય શખ્સ રાજુ નરસીંગ વાસ્કેલા ત્યાં આવ્યો હતો અને છરીની અણીએ મહિલાને ઝુંપડામાંથી ઉપાડી ગયો હતો. ઝુંપડામાં રહેલા દંપતિ જાગી જતા તેને પણ છરીથી ચૂંપ કરાવીને અપહરણ કર્યું હતું તથા મહિલાને ઉંચકીને બાજુમાં આવેલા ખારામાં લઈ જઈ છરીની અણીએ બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે ભોગ બનેલી મહિલાને આઠ માસનો ગર્ભ હતો અને શરીરમાં દુઃખાવો થતો હોવાથી આજીજી કરવા છતા પણ આરોપી માન્યો નહોતો અને બાદમાં મહિલાને કણસતી હાલતમાં છોડીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં પોલીસ દ્વારા આરોપી સામે લાઠી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતું.

અમરેલીમાં આવેલી સ્પેશ્યલ કોર્ટમાં આ કેસ ચાલી જતા પબ્લિક પ્રોસીક્યુટર જે. બી. રાજ્યગુરુની દલીલોને કોર્ટે માન્ય રાખીને આરોપીને આ કેસમાં તકસીરવાન ઠેરવી જજ વાય. એ. ભાવસાર દ્વારા અલગ અલગ કલમો હેઠળ આરોપીને અંતિમ શ્વાસ સુધીની જેલની સજા તથા રુ. 1 લાખ 5 હજાર 500નો દંડ અને તેમાંથી ભોગ બનનારને રુ. 50 હજારની રકમ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વજન ઘટાડવા સહિત આ સમસ્યાઓમાં લાભદાયી છે જીરું, કરો ઉપયોગ

કાળા જીરાનો ઉપયોગ કરવાથી ફેટને ઘટાડવામાં મદદ મળશે જીરાનું પાણી શરીરને ડિટોક્સ કરીને ઈમ્યુનિટી વધારશે પેટમાં ગેસ, અપચો, પેટ દર્દ, લૂઝ મોશનની સમસ્યામાં રાહત થશે જીરાનો ઉપયોગ...

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!