Wednesday, September 28, 2022
Home National અભિનંદનના પરાક્રમના સાક્ષી મિગ-21 એરફોર્સમાંથી રિટાયર થઈ જશે

અભિનંદનના પરાક્રમના સાક્ષી મિગ-21 એરફોર્સમાંથી રિટાયર થઈ જશે

  • એરફોર્સ 30મીએ મિગ-21 ફાઇટર્સની એક સ્ક્વોડ્રનને નિવૃત્ત કરશે
  • મિગ-21 વિમાનોને 1963માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતાં
  • વિંગ કમાન્ડર અભિનંદને મિગ-21 પર સવાર થઈ પાક.ના એફ-16નો ખાતમો કર્યો હતો

ભારતીય વાયુસેના પોતાના વિમાન કાફલામાંથી મિગ-21 લડાયક વિમાનને હટાવવા જઈ રહી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર એરફોર્સ 30 સપ્ટેમ્બરે પોતાના મિગ-21 ફાઇટર્સની ચાર બાકીની સ્ક્વોડ્રનમાંથી એકને નિવૃત્ત કરશે. શ્રીનગર સ્થિત 51 નંબરની આ સ્કવોડ્રનને સ્ક્વોડ આર્મ્સના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. વિંગમાન્ડર(હવે ગ્રૂપ કેપ્ટન) અભિનંદન વર્ધમાને 27 ફેબ્રુઆરી, 2019ના રોજ નિયંત્રણ રેખા પર ડોગફાઇટ દરમિયાન પાકિસ્તાની એફ-16 વિમાનને તોડી પાડયું હતું. આ બહાદુરી માટે તેને વીરચક્ર પણ એનાયત કરવામાં આવ્યું છે.

- Advertisement -

પાક. વાયુદળે ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો

ઘટનાની વિગત એવી હતી કે ભારતે 26 ફેબ્રુઆરી, 2021ના રોજ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. તે પછી પાકિસ્તાની વાયુસેનાએ ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ભારતે તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. આ અથડામણ દરમિયાન અભિનંદન પીઓકેમાં મિગ-21 પરથી નીચે ઊતરી ગયા હતાં અને પાક. સેનાએ તેની ધરપકડ કરી હતી.

મિગને ઊડતું કોફીન પણ કહેવાય છે

નોંધનીય છે કે મિગ-21 વિમાનોને 1963માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતાં, તેના વિભિન્ન પ્રકારના 900 વિમાન વાયુસેનામાં કાર્યરત હતાં. અહેવાલો અનુસાર જે ત્રણ સ્ક્વોડ્રન બાકી રહેશે તેમને 2025 સુધીમાં નિવૃત્ત કરી દેવામાં આવશે. નોંધનીય છે કે તાજેતરના વર્ષો દરમિયાન અનેક મિગ ફાઇટર્સ દુર્ઘટનાગ્રસ્ત થયા છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!