Saturday, October 1, 2022
Home Gujarat ગોસળ પાસે કારનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માતમાં પોલીસ કર્મી યુવાનનું મોત નીપજ્યું

ગોસળ પાસે કારનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માતમાં પોલીસ કર્મી યુવાનનું મોત નીપજ્યું

  • કારમાં સવાર અન્ય વ્યક્તિઓનો આબાદ બચાવ
  • યુવાનના મોતથી વતન મઢાદમાં શોકનો માહોલ
  • મૃતક યુવાન પરિવાર, સગા સાથે શ્રાદ્ધના કામે મોટા મઢાદ જતા હતા

સાયલા ચોટીલા હાઇવે પર રાજકોટથી મઢાદ શ્રાદ્ધના કાર્ય માટે જવા નીકળેલા પરીવારની કારનું ટાયર ગોસળ ગામના બોર્ડ પાસે ઓચીંતુ ફટતા જ કાર પલટી ગઇ હતી. બુધવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં કારમાં આગળ બેસેલા અને રાજકોટ જેલમાં ફરજ બજાવતા યુવાન કીરીટસીંહ સોલંકીને ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજયું હતું. જયારે ચાલક તથા એક મહિલાને ઇજાઓ થવા સાથે બે બાળકો તેમજ મૃતકના પત્નીનો આબાદ બચાવ થવા પામ્યો હતો.

- Advertisement -

સાયલા પાસેના મોટા મઢાદ ગામના કીરીટસિંહ ભીખુભા સોલંકી(ઉ.વ.29) હાલ રાજકોટ ખાતે જેલ સીપાઈ તરીકે ફરજ બજાવતા હતા. પરિવારમાં શ્રાદ્ધના કાર્યને લઇ બુધવારે સવારે કારમાં પોતાના પત્ની ઉર્મીલાબા, પુત્ર ધ્રુવરાજ, કૌટુંબીક બહેન, ભાણી તેમજ બનેવી સાથે મોટા મઢાદ જવા નીકળ્યા હતા. આ સમયે કાર તેમના બનેવી પ્રદીપસીંહ અસવાર ચલાવી રહ્યા હતા, ત્યારે હાઇવે પર ગોસળ પાસે કારનું આગળનું ટાયર ફટતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને કાર ત્રણથી ચાર ગુંલાટ મારતા રોંગ સાઇડમાં જઇ પડી હતી. ગોઝારા અકસ્માતના અવાજથી આજુબાજુના લોકો દોડી ગયા હતા અને કારમાં ફ્સાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. પરંતુ કીરીટસીંહને ગંભીર ઇજાઓ થવાથી તેમનું સ્થળ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. બચાવ કાર્ય દરમ્યાન મૃતકના કૌટુંબીક બનેવીને તેમજ બહેન મીતલબાને ઇજાઓ થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સરકારી દવાખાને ખસેડયા હતા.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!