Monday, September 26, 2022
Home Gujarat 6 વર્ષ અંધારામાં રહેલ પત્નીની ટ્રાન્સજેન્ડર પતિ સામે જાતીય સતામણીની ફરિયાદ

6 વર્ષ અંધારામાં રહેલ પત્નીની ટ્રાન્સજેન્ડર પતિ સામે જાતીય સતામણીની ફરિયાદ

  • સ્ત્રીમાંથી પુરુષ બન્યો હતો પતિ અને ફાઈવસ્ટાર હોટલમાં કર્યા હતા લગ્ન
  • વિકૃત હરક્તોથી કંટાળેલી પરિણીતાએ વડોદરા ખાતે પીયરે આવીને પર્દાફાશ કર્યો
  • પતિના મૃત્યુ પછી પુત્રીના ભવિષ્ય માટે બીજા લગ્ન કર્યા અને પતિ ટ્રાન્સજેન્ડર નીકળ્યો

લીંગ પરીવર્તન કરીને સ્ત્રીમાંથી પુરુષ બનીને ડૉક્ટર તરીકે ઓળખ આપીને શહેરની યુવતી સાથે ફાઈવ સ્ટાર હોટલમાં ધામધૂમથી લગ્ન કરીને લગાતાર 6 વર્ષ સુધી અંધારામાં રાખનારા દિલ્હીના ટ્રાન્સ જેન્ડર પતિ સામે ગોત્રી પોલીસે ચિટીંગનો ગુનો નોંધ્યો છે. સુહાગરાતે થાકી ગયાનું બહાનુ કરીને સૂઈ ગયો હનીમૂન માટે કાશ્મીર ફરવા ગયા ત્યારે પણ અળગા રહેલાં ટ્રાન્સ જેન્ડરની વિકૃત હરક્તોથી વાજ આવેલી પરિણીતાએ વડોદરા ખાતે પીયરમાં આવીને ગોત્રી પોલીસ સ્ટેશનમાં એફ આઈઆર નોંધાવી છે.

- Advertisement -

ફાઈવ સ્ટાર હોટલમાં ધામધૂમથી થયા હતા એરેન્જ મેરેજ

આ કિસ્સામાં ભોગ બનનાર સયાજીગંજની રીતુ 40 વર્ષની છે અને એક સંતાનની માતા છે વર્ષ 2011માં કાર અકસ્માતના એક બનાવમાં પતિનું મોત થયુ હતુ. સગીર વયની દિકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પીયરજનોએ બીજા લગ્ન કરવા ઉપર ભાર મુક્યો હતો અને શાદી ડોટ’કોમ મેટ્રિમોનીયલ વેબસાઈટ ઉપર નામ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. આ સાઈટના માધ્યમથી દિલ્હીના ડૉ. વિરાજ હર્ષ બંધન સાથે પરીચય થયો હતો. ફેબ્રુઆરી 2014માં શહેરના અકોટા વિસ્તારની ફાઈવ સ્ટાર હોટલમાં ધામધૂમથી એરેન્જ મેરેજ થયા હતા.

હનીમૂનમાં પણ પતિ અળગો રહેતો

- Advertisement -

પોલીસ સમક્ષ સીલસીલાબધ્ધ કેફીયત આપતાં 40 વર્ષીય પરિણીતાએ જણાવ્યુ હતુ કે, સુહાગરાતે અમે ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા હતા. તે રાતે હું થાકી ગયો છુ તેમ જણાવીને પતિ સૂઈ ગયા હતા. પછી અમે હનીમૂન માટે કાશ્મીર ગયા હતા. ત્યાં પણ પતિ અળગા રહેતા હતા. દિલ્હી ખાતેની સાસરીમાં રહેવા માટે ગઈ આ અરસામાં પણ મને ગુપ્ત ભાગે એલર્જી થઈ છે હાલમાં દવા ચાલુ છે તે દૂર રહે નહીં તો તને પણ ઈન્ફેકશન લાગી જશે તેમ જણાવીને એક વર્ષ જેટલો સમય પસાર કર્યો હતો.

પતિની વિકૃત હરકતોથી કંટાળેલી આવેલી પરિણીતાએ આખરે કરી ફરિયાદ

ડૉકટર તરીકે ઓળખ આપીને લગ્ન કરનારા વિરાજ સવારે ભગવાનની પૂજાપાઠ અને શિબિરો એટેન્ડ કરવામાં દિવસ પસાર કરતા હતા આવી પરિસ્થિતિ વચ્ચે પરિણીતા 6 વર્ષ સુધી અંધારામાં રહી હતી. વર્ષ 2020માં કોલકત્તા ખાતે ઓપરેશન કરાવીને આવ્યા પછી પતિની વિકૃત હરકતોથી કંટાળેલી આવેલી પરિણીતા સમક્ષ જયારે પતિ ટ્રાન્સજેન્ડર હોવાની હકીકત સામે આવી હતી. ત્યારે, પરિણીતાના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. વડોદરા ખાતેના પીયરમાં આવીને પતિ વિરાજ તથા સાસરીયાઓ સામે આઈ.પી.સી. 406,420,294(ખ),377, 506(2), 120(બી) મુજબ ગુનો નોંધીને તપાસનો દોર દિલ્હી તરફ લંબાવ્યો છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો આજથી શુભારંભ

બે વર્ષ બાદ તહેવારની છેલ્લી ઘડીની ભીડે બજારમાં રોનક જમાવી, ખેલૈયાઓનું કીડિયારું ઊમટયુંલૉ-ગાર્ડન અને માણેકચોકમાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં  ચૂંદડી સહિત પૂજાપાની ખરીદી ખૂલી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!