Saturday, October 1, 2022
Home Entertainment ટીવી અભિનેત્રી થઇ મજબૂર, કરી રહી છે કૉલ સેન્ટરમાં કામ

ટીવી અભિનેત્રી થઇ મજબૂર, કરી રહી છે કૉલ સેન્ટરમાં કામ

  • એકતા શર્મા નાના પડદાથી દૂર
  • અભિનેત્રીને નથી મળી રહ્યું કામ
  • ઘર ચલાવવા કોલ સેન્ટમાં કરે છે કામ

ટીવી અભિનેત્રી એકતા શર્મા લાંબા સમયથી નાના પડદાથી દૂર છે. ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’, ‘કુસુમ’ અને ‘બેપનાહ પ્યાર’ જેવા હિટ ટીવી શોમાં કામ કરી ચૂકેલી એકતાએ વર્ષોથી પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. એક સમય એવો હતો જ્યારે એકતા પાસે કામ નહોતું. આ દરમિયાન તેણે પોતાનું ઘર ચલાવવા માટે કોલ સેન્ટરમાં કામ પણ કર્યું હતું.

- Advertisement -

એકતાએ જણાવ્યું હતું કે કોરોના મહામારી આવ્યા બાદ તેના ખરાબ દિવસો શરૂ થઈ ગયા હતા. ‘મને એક્ટિંગની ઑફર્સ મળી રહી ન હતી. મેં ઘણો સંઘર્ષ કર્યો. હું ઘરે બેસીને રાહ જોતી હતી કે મને કોઈ સારી તક મળશે. મને મારું કામ ગમે છે અને હું અભિનયની દુનિયામાં પાછા ફરવા માંગુ છું. હું સતત લુક ટેસ્ટ અને ઓડિશન આપું છું. હું આશા રાખું છું કે જલ્દી કંઈક થાય.’

દીકરીની કસ્ટડી માટે લડાઈ

એકતા શર્મા માત્ર પોતાની કારકિર્દીમાં જ સંઘર્ષ નથી કરી રહી. તેના અંગત જીવનમાં ઘણી મુશ્કેલીઓ છે જેનો તે સામનો કરી રહી છે. એકતા હાલમાં તેની આઠ વર્ષની પુત્રીની કસ્ટડી માટે કોર્ટમાં લડી રહી છે. આવા કપરા સંજોગો વચ્ચે પણ તેણે આશા ગુમાવી નથી. એકતાને વિશ્વાસ છે કે પરિસ્થિતિ જલ્દી સુધરશે. રિપોર્ટ્સ અનુસાર, એકતાએ વર્ષ 2009માં અનિલ ડોંડે નામના બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા. 2014માં તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો.

ઘર ચલાવવા માટે કોલ સેન્ટરમાં કામ કર્યું

- Advertisement -

એક્ટિંગમાં કામ ન હોવાને કારણે એકતા શર્માને કોલ સેન્ટર જવું પડ્યું. આ અંગે તેણે કહ્યું કે, ‘કોલ સેન્ટરમાં કામ કરવું એ ખરાબ વાત નથી. કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી. બે દાયકાથી ટીવીમાં કામ કરવા છતાં આજે મને કામ નથી મળતું એ ખૂબ જ દુઃખની વાત છે. તેણે આગળ કહ્યું, ‘હું મારા સ્વર્ગસ્થ પિતાની આભારી છું કે જેમણે મને એક્ટિંગમાં જતા પહેલા મારું ગ્રેજ્યુએશન પૂરું કરવાનું કહ્યું હતું. તેમની સલાહ પર મેં મારો અભ્યાસ પૂરો કર્યો. આજે હું પૈસા કમાઈને મારી જાતને જાળવી રહી છું. પરંતુ હું મારા પોતાના વ્યવસાયના લોકોથી નારાજ છું જેઓ મદદ માટે આગળ ન આવ્યા અને કામ ન આપ્યું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રણવીરે કર્યો કીલી પૉલ સાથે ડાન્સ, બોલીવુડ ગીતો પર નાચીને બન્યો સ્ટાર

બોલિવૂડ એક્ટર રણવીર સિંહે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીલી પોલ હાલમાં ભારતમાંબોલિવૂડ સિંગર રાહુલ વૈદ્ય પણ કીલીને મળવા આવ્યો હતોસોશિયલ મીડિયા...

શર્ટના ખુલ્લા બટન સાથે અભિનેત્રીનો લુક, એરપોર્ટ પર ગરમી વધી

સફેદ પેન્ટ અને સફેદ શર્ટ નીચે બ્રાલેટ પહેરી હતી પૂનમ પાંડેની બોલ્ડનેસ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાંલોકો કપડા વગર ફેમસ થઈ રહ્યા છે તો માર્કેટમાં કપડા...

68th National Film Awards: અજય દેવગણ અને સૂર્યાને મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર

વિજ્ઞાન ભવન ખાતે યોજાયો 68મો નેશનલ એવોર્ડ સમારંભ અજય દેવગણે જીત્યો પોતાનો ત્રીજો નેશનલ એવોર્ડ સૂર્યાની ફિલ્મને મળ્યા કુલ 5 એવોર્ડ્સ દેશના સૌથી સન્માનનીય ફિલ્મ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!