Tuesday, September 27, 2022
Home Gujarat વડોદરાથી રૂ. 22 લાખનો દારૂ ભરેલી ટ્રકનો પીછો કર્યો, પકડાઈ રખિયાલથી

વડોદરાથી રૂ. 22 લાખનો દારૂ ભરેલી ટ્રકનો પીછો કર્યો, પકડાઈ રખિયાલથી

  • ગુજરાતમાં દારૂ ઘુસાડનાર વિનોદ સિંધી એન્ડ કું. દુબઈથી નેટવર્ક ચલાવે છે
  • કરોડોનું હવાલા કૌભાંડ આચરનાર વિનોદ સામે SMCએ લૂકઆઉટ નોટિસ જારી કરી હતી
  • અમદાવાદ પોલીસ વચ્ચે મતભેદની આશંકા

શહેરના રખિયાલ વિસ્તારમાં થોડા સમય પહેલા વિજિલન્સે એક નીલ રેડ કરી હતી. ત્યારબાદ ફ્રી રખિયાલ વિસ્તારમાં દારૂનું આખી ટ્રક ઝડપાઇ છે આ વખતે એક બે નહીં પણ 22 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો છે. અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં દારૂ કઈ રીતે આવ્યો તેનો પર્દાફાશ થયો છે. વિનોદ સિંધી એન્ડ કંપની એટલે કે આખા ગુજરાતમાં દારૂનું નેટવર્ક ચલાવનાર વિનોદ સિંધીના કહેવાતા ખાસ લોકો અને તેન મળતીયા દારૂ લઈને રખિયાલ પહોંચ્યા હતા અને આ સમગ્ર બાબતનો પર્દાફશ વિજિલન્સ કર્યો છે. જ્યારે એક તરફ્ એવી પણ ચર્ચા છે કે આ દારૂની ટ્રક એક્સપ્રેસ હાઇવે તરફ્થી અમદાવાદ આવી ત્યારે તેનો વિજિલન્સ પીછો કરતી હતી અને રખિયાલમાં તેને ઝડપી લીધી છે. હવે આ બાબતમાં થતી ચર્ચા સંદર્ભે અમદાવાદ પોલીસ કે વિજિલન્સ વચ્ચે ખટરાગ ઊભો થયો હોવાની વિગત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.

- Advertisement -

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વિનોદ સિંધી એન્ડ કંપનીએ આબુમાંથી દારૂની ટ્રક ભરીને વડોદરા ગઇ હતી સિટીમાં એન્ટર પણ થઇ હતી. જોકે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ તેનો પીછો કરતી હોવાની જાણ ડ્રાઇવરને થઇ જતાં તેને કંપનીના માણસોને જાણ કરી દીધી હતી. આથી ટ્રક વડોદરા સિટીમાંથી બહાર નીકળીને અમદાવાદ એકસપ્રેસ હાઇવે ઉપર આવી ગઇ હતી ત્યારે એક કાર ટ્રકની આગળ અને બીજી કાર તેનો પીછો કરી રહી હતી અને બંન્ને ટ્રકની એકદમ નજીક હતી. જોકે વચ્ચે અમદાવાદનું ટોલનાકું પણ આવ્યુ હતુ. તેમ છતાં પોલીસ અધિકારીઓ ટ્રકને પકડી શક્યા નહોતા અને રખિયાલમાં જઇને જ પકડી હતી. જેના કારણે પોલીસના અંદરો-અંદર મતભેદ સર્જાયા હતા. તેમજ નિર્દોષ પોલીસ અધિકારીઓનો ભોગ ના લેવાય તે બાબતે શંકા-કુશંકા સેવાઇ રહી છે.

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં વિજિલન્સ ની ટીમે ગઈકાલે મોડી રાતે એક આઇસર ટ્રક ને રોકી હતી જેમાં 22 લાખથી વધુની કિંમતનો અંગ્રેજી દારૂ હતો આ દારૂ આબુરોડ થી ગુજરાતમાં આવ્યો હતો અને તે અમદાવાદના રખિયાલમાં કટિંગ થવાનો હતો તેવી બાતમી વિજિલન્સને મળી હતી. વિજિલન્સની ટીમ આ ટ્રકનો પીછો કરીને પાસે જ્યાં દારૂનું કટિંગ થવાનું હતું ત્યાં રેડ કરી હતી જ્યાં આઇસર ટ્રકમાં અલગ અલગ બ્રાન્ડનો અંગ્રેજી દારૂ પડયો હતો તેની અંદાજે કિંમત 22 લાખથી વધુ થાય છે અને કુલ મુદ્દા માલ 27 લાખથી વધુ થવા જઈ રહી છે. આ ગુનામાં કુલ નવું આરોપીઓના નામ ખુલ્યા છે જેમાં દારૂની ઇન્ડસ્ટ્રીઝ ચલાવતો એટલે કે ગુજરાતમાં દારૂનો નેટવર્ક ચલાવવા માટે રીતસર ની કંપની બનાવનાર વિનોદ સિંધી સહિત કુલ આઠ આરોપી જેમાં કુલદીપ ઠાકોર, સુનિલ ઉફ્ર્ અદો, સુનિલ ઉફ્ર્ દરજી, લક્ષ્મણ રબારી,ગનપટ ચરણ,હેપ્પી અને અન્ય આરોપીને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિનોદ સિંધી હાલ રેડ કોર્નર વોન્ટેડ આરોપી છે અને તે દુબઈ ભાગી ગયો હોવાની સત્તાવાર માહિતી SMCએ આપી હતી તેમ છતાં વિનોદ સિંધીનું નેટવર્ક હજી પણ એ જ રીતે ચાલી રહ્યું છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

સુરતમાં યુવકને ચોર સમજી ઢોર માર મારતા મોત, ઘટના CCTVમાં કેદ

યુવકને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો પોલીસ હત્યાનો ગુનો નોંધી શકમંદોની ડિટેઇન કર્યા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!