Wednesday, September 28, 2022
Home Gujarat એક ક્લિકથી પશુ માલિકની કુંડળી મળે તેવું સોફ્ટવેર વિકસાવાયું

એક ક્લિકથી પશુ માલિકની કુંડળી મળે તેવું સોફ્ટવેર વિકસાવાયું

  • રખડતાં ઢોરોને કાબૂમાં રાખવા કોર્પોરેશન સોફ્ટવેરને શરણે
  • પોલીસને પશુ માલિકોની માહિતી મેળવવા પાલિકા પર નિર્ભર નહીં રહેવુ પડે
  • પોલીસ CCTV અથવા સ્થળ પર પહોંચી ટેગથી પશુ માલિકની માહિતી મેળવશે

શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે – દિવસે વધી રહ્યો છે. રખડતાં પશુઓના કારણે અનેક નિર્દોષ નાગરિકોના મોત નિપજ્યાં છે, તો ઘણાંને ગંભીર ઈજાઓ પહોંચતાં કાયમી શારીરિક તકલીફો પણ થઈ છે. ઘણીવાર પોલીસ રોડ પર રખડતાં અથવા રોડની વચ્ચોવચ્ચ બેઠેલા પશુઓેને જૂએ છે, પરંતુ પશુ માલિક કોણ છે? તેની માહિતી પોલીસ પાસે ન હોવાથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, ત્યારે પોલીસને પાલિકા પર નિર્ભર રહેવું ન પડે અને રખડતા પશુઓના માલિકોની કુંડળી એક ક્લિકથી જ મળી જાય તે માટે કોર્પોરેશન દ્વારા કેટલ ઈન્ફોર્મેશન સિસ્ટમ (SYS) નામનું સોફ્ટવેર તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. જો, આ સોફ્ટવેર વહેલી તકે કાર્યરત થઈ જશે તો વડોદરા મહાનગર પાલિકા દેશમાં આવા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં પ્રથમ હશે.

- Advertisement -

શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે સ્માર્ટ કેમેરા નાંખવામાં આવ્યા છે. આ કેમેરામાં એવી ખાસિયત છે કે, 500 મીટરથી દુર સુધીના નંબર ઝુમ કરીને સ્પષ્ટપણે વિઝયુલાઈઝ કરી શકાય છે. હવે, આગામી સમયમાં પોલીસ અને પાલિકા આ કેમેરાઓનો ઉપયોગ રસ્તા પર રખડતાં અથવા ટ્રાફિકમાં અડચણ ઉભી કરતાં પશુઓના માલિકો સુધી પહોંચવા કરશે.

હાલમાં પોલીસને રખડતાં પશુઓના માલિક વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરવી હોય તો પાલિકા સાથે પત્ર વ્યવહાર કરી માહિતી મેળવવી પડે છે. આ માહિતી આપ-લેમાં બે – ત્રણ દિવસનો સમય થઈ જાય છે. જેથી કોર્પોરેશન દ્વારા કેટલ ઈન્ફોર્મેશન સિસ્ટમ (SYS) નામનું એવું સોફ્ટવેર તૈયાર કરાઈ રહ્યું છે. આ સોફ્ટવેર અમલમાં આવ્યા બાદ પોલીસને પાલિકા પાસેથી માહિતી મેળવવી નહીં પડે. માત્ર એક ક્લિક કરતાં જ પશુ માલિકની માહિતી પોલીસને મળી જશે.

કોર્પોરેશન દ્વારા સોફ્ટવેરમાં પ્લાસ્ટિક ટેગના આધારે પશુ માલિકનો આધારકાર્ડ નંબર, મોબાઈલ નંબર અને સરનામુ એડ કરાશે. જે બાદ પોલીસ કેમેરાની મદદથી ઝુમ કરીને રખડતાં પશુના કાન પર લગાવેલા પ્લાસ્ટીક ટેગના નંબરને સોફ્ટવેરમાં નાંખશે તો ગણતરીની સેંકડોમાં જ પશુ માલિકની તમામ વિગતો સામે આવી જશે. આ સોફ્ટવેર બન્યા બાદ કોર્પોરેશન પોલીસ વિભાગ સાથે શેર કરશે.

નોંધનીય છે કે, પ્લાસ્ટીક ટેગની સાથે આર.એફ.આઈ.ડી (રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટીફિકેશન) ટેગ પશુઓમાં લગાવવાની શરૂઆત વર્ષ 2014માં વડોદરા કોર્પોરેશને સૌપ્રથમ શરૂ કરી હતી. પશુના માલિક બદલાય તો કોર્પોરેશનને જાણ કરવી પડશે.

- Advertisement -

કારેલીબાગના ખાસવાડી અને ખટંબા ઢોરવાડામાં પશુઓને રાખવાની ક્ષમતા વધારી દેવાઈ

પાલિકા દ્વારા રખડતાં પશુઓને પકડવાની ઝુંબેશ હાથમાં લેવાઈ છે. જેને લઈ ખાસવાડી અને ખટંબાના ઢોરવાડા પકડેલા પશુઓથી હાઉસફુલ થઈ જાય છે. જેથી ખાસવાડી ઢોરવાડામાં પશુઓની ક્ષમતા વધારવામાં આવી છે. જ્યારે ખટંબાના ઢોરવાડામાં પણ 100 પશુઓની કેપેસિટી વધારવામાં આવી છે. જેની કાર્યવાહી 15 દિવસમાં પુરી થઈ જશે, તેમ જાણવા મળ્યું છે. આમ, બંને ઢોરવાડામાં 910 પશુઓને રાખી રકાશે.

પાલિકાએ પોણા ત્રણ વર્ષમાં 10,921 પશુઓ પકડી રૂા. 72 લાખ ઉપરાંતનો દંડ વસૂલ્યો

પાલિકી દ્વારા વર્ષ 2019થી લઈ તા. 12 સપ્ટેમ્બર 2022 સુધીમાં 10,921 પશુઓને પકડવામાં આવ્યા હતા. જેમાં કુલ 662 પોલીસ ફરિયાદો પશુ માલિકો વિરુદ્વ દાખલ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા મોટા પશુઓમાં રૂ. 6,300 દંડની રકમ નક્કી કરાય છે. પહેલા દિવસે ઢોર માલિક પશુ ન છોડાવે તો દિવસે – દિવસે 100 રૂપિયા ચાર્જ વધે છે. જ્યારે નાના પશુઓમાં દંડની રકમ રૂ. 1,300 રાખવામાં આવી છે. પાલિકાએ પકડેલા પશુઓને છોડવાના બદલામાં વર્ષ 2019થી લઈ તા. 12 સપ્ટેમ્બર 2022 સુધીમાં રૂ. 72 લાખ ઉપરાંતના દંડની વસુલાત કરી હતી. તેમજ વર્ષ 2018થી લઈ ચાલુ વર્ષ સુધીમાં ડોર ટુ ડોર 14,714 પશુઓમાં ટેગીંગ રજિસ્ટ્રેશન કરાયું છે. કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા 113 વાહનોની ઓળખ કરી પોલીસ ફરિયાદ કરાઈ હતી. જ્યારે પોલીસ વિભાગ દ્વારા 18 પશુમાલિકો સામે સુઓમોટો દાખલ કરી હતી. જ્યારે છેલ્લા છ મહિનામાં 17 ઢોરવાડા સીલ કર્યા છે, તો 19 ગેરકાયદે ઢોરવાડા તોડી પાડયાં હતા.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

ગરબા રસિકો માટે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદમાં વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશેખેડા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઇસોરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલીમાં વરસાદ આવશે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!