Wednesday, September 28, 2022
Home Gujarat સાયલાથી સવારે સુરેન્દ્રનગર આવવા એક જ બસ અને 200 વિદ્યાર્થીઓ!

સાયલાથી સવારે સુરેન્દ્રનગર આવવા એક જ બસ અને 200 વિદ્યાર્થીઓ!

  • કંડક્ટર સામે 5 દિવસમાં કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ
  • બુધવારે સવારે બસમાં ભીડ થતા કંડક્ટરે વિદ્યાર્થીને અપશબ્દો કહેતા મામલો બિચકયો
  • એસટી બસસ્ટેશને ABVPના કાર્યકરોએ રામધૂન બોલાવી ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું

સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત અને તાલુકા મથક હોવા છતાં સતત સાયલાને અન્યાય થઈ રહ્યો છે. ગામમાંથી સવારના સમયે સુરેન્દ્રનગર શાળા-કોલેજોમાં અભ્યાસ અર્થે આવતા 200થી વધુ વિદ્યાર્થીઓ હોવા છતાં માત્ર એક જ એસટી બસ દોડે છે. તંત્રને એડવાન્સમાં પૈસા આપી પાસ કઢાવનાર વિદ્યાર્થીઓનો બસમાં સમાવેશ ન થતા રોષ ફેલાયો છે. આવા સમયે બુધવારે સવારે બસના કંડકટરે વિદ્યાર્થીને બસમાં બેસવા બાબતે અપશબ્દો કહેતા મામલો બીચકયો હતો. જેના પગલે સુરેન્દ્રનગર બસ સ્ટેશન ખાતે એબીવીપીના કાર્યકરોએ રામધુન બોલાવી ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરી કંડકટર સામે કાર્યવાહીની માંગ કરી છે.

- Advertisement -

 જિલ્લાનું સાયલા ગામ તાલુકાનું વડુ મથક છે. જિલ્લાની 550થી વધુ ગ્રામ પંચાયતોમાંથી સૌથી મોટી ગ્રામ પંચાયત સાયલા છે. સાયલા ગામમાંથી અંદાજે 200થી વધુ વિદ્યાર્થીઓ સુરેન્દ્રનગર શાળા અને કોલેજમાં સવારના સમયે અભ્યાસ માટે આવે છે. કોટડાથી સુરેન્દ્રનગર જતી એક જ બસ આ વિદ્યાર્થીઓના શાળાના સમયને અનુકુળ આવે છે. પરંતુ આ બસમાં કાયમ જગ્યા ન હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન થાય છે. અને બસના ડ્રાઈવર-કંડકટરની મનમાનીના લીધે વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી શકતા નથી અને તેઓનો અભ્યાસ બગડે છે. ત્યારે બુધવારે પણ સાયલા આવેલી બસ ફુલ થઈ જતા કંડકટરે અમુક વિદ્યાર્થીઓને બસમાં બેસવાની ના પાડી હતી. જેમાં વિદ્યાર્થીઓ અને કંડકટર વચ્ચે શાબ્દીક ટપાટપી થતા કંડકટરે ઉશ્કેરાઈને વિદ્યાર્થીનીઓની હાજરીમાં વિદ્યાર્થીને અપશબ્દો કહ્યા હતા. આથી મામલો બીચક્યો હતો. અંદાજે અડધો-પોણો કલાક બસ બસ સ્ટેશનમાં જ પડી રહી હતી. અને ત્યારબાદ બસ સુરેન્દ્રનગર આવતા આ વાતની જાણ અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદના કાર્યકરોને થઈ હતી. આથી એબીવીપીના નગરમંત્રી કેવલ હળવદીયા, જિલ્લા સંયોજક રીધ્ધી રામાનુજ, વિશ્વાસ જોષી સહીતનાઓ સુરેન્દ્રનગર બસ સ્ટેશન દોડી ગયા હતા. અને સુત્રોચ્ચાર કરી બસ સ્ટેશનમાં જ તંત્રના બહેરાકાન ખોલવા રામધુન બોલાવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ સુરેન્દ્રનગર એસટીના ડેપો મેનેજર, બી ડીવીઝન પોલીસ મથકે અને મામલતદાર કચેરીએ આ અંગે આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં 5 દિવસમાં સમસ્યાનો હલ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે.

બસનો પ્રશ્ન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુકીશું

સાયલા ગ્રામ પંચાયતના સરપંચ અજયરાજસીંહ ઝાલાએ જણાવ્યુ કે, સવારના સમયે કોટડાથી સુરેન્દ્રનગર જતી એક જ બસ વિદ્યાર્થીઓના શાળાના સમયે આવે છે. આ બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓનો સમાવેશ ન થતા વિદ્યાર્થીઓ પરેશાન થાય છે. બુધવારે બનેલી ઘટના બાદ અમો તાલુકાકક્ષાના ફરિયાદ નીવારણ કાર્યક્રમમાં આ પ્રશ્ન ઉઠાવીશુ. જો તેમાં પ્રશ્નનો હલ નહીં આવે તો જિલ્લાકક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ પ્રશ્ન રજૂ કરીશુ.

ગોખરવાળાની બસ કોરોના કાળથી બંધ

- Advertisement -

ચૂડાના ગોખરવાળાથી સુરેન્દ્રનગર જતી એસટી બસ સાયલા થઈને ચાલતી હતી. આ બસ શાળા સમયને અનુકુળ હોવાથી છાત્રો માટે આશીર્વાદરૂપ હતી. પરંતુ કોરોના સમયે અમુક રૂટ બંધ કરાયા તેમાં ગોખરવાળા રૂટ પણ બંધ કરી દેવાયો હતો. કોરોના કાળ પુરો થવા છતાંય આ બસ હજુ સુધી ચાલુ ન થતા છાત્રોને પરેશાની વેઠવી પડે છે.

સાયલાના નવા બસસ્ટેશનથી બસ બાયપાસ જતી રહી છે

સાયલામાં સરકાર દ્વારા હાઈવે પર લાખોના ખર્ચે નવીન એસ.ટી.બસ સ્ટેશન બનાવાયુ છે. આ એસ.ટી. બસ સ્ટેશનથી બસ સાયલા શહેરના જુના બસ સ્ટેશન કે મુળી દરવાજે જવાના બદલે બાયપાસ થઈને ગામની બહાર ચરમાળીયાના મંદિર પાસેથી સુરેન્દ્રનગર જતી રહે છે. વિદ્યાર્થીઓ બસની રાહ જોઈને ગામમાં બેઠા હોય અને બસ આવતી નથી. અથવા તો વિદ્યાર્થીઓને મોંઘાદાટ રિક્ષા ભાડા ખર્ચીને હાઈવે પર નવા બસ સ્ટેશન ખાતે જવુ પડે છે.

વિદ્યાર્થીઓની માગણીઓ

  • સાયલાથી સુરેન્દ્રનગરની બસ વિદ્યાર્થીઓ માટે અલગ મુકવી.
  • ગોખરવાળા-સુરેન્દ્રનગર બસ ફરી ચાલુ કરવી.
  • કંડકટર સામે સખ્ત કાર્યવાહી કરવી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!