Sunday, September 25, 2022
Home National કેરળમાં રાતોરાત કરોડપતિ બન્યો રિક્ષા ડ્રાઈવર, એક ટિકિટે કિસ્મત બદલી

કેરળમાં રાતોરાત કરોડપતિ બન્યો રિક્ષા ડ્રાઈવર, એક ટિકિટે કિસ્મત બદલી

  • ઓણમ બમ્પર લોટરીમાં પ્રથમ ઇનામ જીત્યું
  • ઓટો રિક્ષા ડ્રાઈવરને 25 કરોડની લોટરી લાગી
  • ટેક્સ બાદ કરતાં મળશે 15.75 કરોડ રૂપિયા

રાતોરાત અમીર બની જતા લોકોના કિસ્સાઓ સાંભળીએ ત્યારે કિસ્મતમાં માનતા થઇ જઇએ. ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યુ ન હોય તેવી ઘટનાઓ સામે આવે ત્યારે આશ્ચર્ય થાય તે ખુબ સ્વાભાવિક છે. આવી જ એક ઘટના હાલમાં કેરળમાં જોવા મળી જ્યાં એક ખુબજ સામાન્ય પરિવારના વ્યક્તિને કરોડોની લોટરી લાગતા તેનું જીવન બદલાઇ ગયુ.

- Advertisement -

કેરળમાં એક ઓટો રિક્ષા ડ્રાઈવરને 25 કરોડની લોટરી લાગી હોવાની જાણ થતાં તે ખુદ ચોંકી ગયો. ખાસ વાત એ છે કે ઓટો રિક્ષા ડ્રાઈવરની આ લોટરી એવા સમયે લાગી જ્યારે તે 3 લાખની લોન લઈને શેફ બનવા મલેશિયા જવાનો હતો. તેની લોનની અરજી પણ પાસ થઈ ગઈ હતી, એક દિવસ પછી તેની 25 કરોડ રૂપિયાની ઓણમની બમ્પર લોટરી લાગી હતી.

તિરુવનંતપુરમના શ્રીવરહમના રહેવાસી અનૂપે શનિવારે જ લોટરીની ટિકિટ ખરીદી હતી. અનૂપે કહ્યું કે આ તેમની પહેલી ટિકિટ નથી. અનૂપે આ રીતે ઘણીવાર ટિકિટ ખરીદી હતી પણ ભાગ્યનો સાથ પહેલીવાર મળ્યો.

અનૂપે જણાવ્યું કે લોટરી લાગ્યા બાદ તેણે હવે મલેશિયા જવાનો પ્લાન કેન્સલ કરી દીધો છે. તેણે બેંકને એમ પણ કહ્યું કે તેને લોન લેવાની જરૂર નથી. અનૂપે જણાવ્યું કે તે છેલ્લા 22 વર્ષથી લોટરી ખરીદી રહ્યો છે. પરંતુ અત્યાર સુધી તેઓ માત્ર થોડાક રૂપિયાથી માંડીને વધુમાં વધુ 5000 રૂપિયા સુધી જીત્યો છે.

અનૂપના જણાવ્યા અનુસાર, “મને જીતવાની આશા ન હતી અને તેથી, હું ટીવી પર લોટરીનાં પરિણામો પણ જોઈ રહ્યો ન હતો. જોકે, જ્યારે તેને ફોન આવ્યો ત્યારે તેને વિશ્વાસ જ ન આવ્યો કે તે જીતી ગયો છે. તેણે તેની પત્નીને ફોન પકડાવી દીધો. પત્નીએ તેને કહ્યું કે તે લોટરી જીતી ગયો છે.

- Advertisement -

ઓટો રિક્ષા ચાલક અનૂપે કહ્યું કે હું હજુ પણ ચિંતિત હતો. જેથી જ્યાંથી તેણે લોટરી ખરીદી હતી ત્યાંથી તેણે એજન્ટને ફોન કરીને તેની ટિકિટનો ફોટો મોકલ્યો હતો. એજન્સીએ તેઓ જીત્યા હોવાની પુષ્ટિ કરી છે. ટેક્સ બાદ હવે અનૂપને લગભગ 15 કરોડ રૂપિયા મળશે. અનૂપે કહ્યું કે તે આ પૈસાથી પહેલા પોતાનું ઘર બનાવશે અને તેનું દેવું ચૂકવશે. આ પછી તેઓ તેમના સંબંધીઓને મદદ કરશે. કેટલાક ચેરિટી કામ કરશે અને કેરળમાં હોટલ બનાવશે. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!