Monday, September 26, 2022
Home Gujarat મુંદ્રા પોર્ટ પરથી 48 કરોડની ચાઇનીઝ ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો

મુંદ્રા પોર્ટ પરથી 48 કરોડની ચાઇનીઝ ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો

  • 251 કાર્ટૂનમાં 2500 પફ વેરિઅન્ટની ર લાખ
  • 1 કાર્ટૂનમાં 5,000 પફ વેરિઅન્ટની 400 ઇ-સિગારેટ મળી
  • માત્ર ગુજરાતમાં જ નહિ દેશભરમાં ઇ-સિગારેટની માગ વધી

ડિરેક્ટોરેટ ઓફ્ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ સિગારેટની દાણચોરીને નાથવાની કામગીરીના ભાગરૂપે મુન્દ્રા પોર્ટ ખાતે અંદાજિત રૂ. 48 કરોડની ઈ-સિગારેટ જપ્ત કરી છે. મિસ ડેક્લેરેશન અને છૂપાવીને ઈ-સિગારેટની દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે કન્ટેનર ટ્રેક કરવામાં આવ્યું હતું અને મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યા પછી કન્ટેનરની તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

 કન્ટેનરની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ફ્લોર ક્લીન મોપ (સફાઈ માટેના સાધનો) જાહેર કરીને આયાત કરાયેલા કન્ટેનરમાંથી તમામ કાર્ટુન બહાર કાઢીને ખોલવામાં આવ્યા હતા. જેમાં ફ્લોર ક્લીન મોપના કેટલાક કાર્ટુન સિવાય, હેન્ડ મસાજર, એલસીડી લેખન પેડ 8.5 ઈંચ, સિલિકોન પોપ અપ ટોય્સ ધરાવતા ઘણા બોક્સ હતા, જે જાહેર કરવામાં આવ્યા ન હતા. લગભગ 60% કન્ટેનર બહાર કાઢયા પછી કેટલાક કાર્ટુન બોક્સ ડી-સ્ટફ્ કરવામાં આવી રહ્યા હતા ત્યારે 251 કાર્ટુન સામાન્ય કરતાં ભારે લાગ્યા હતા. જેને ખોલીને તપાસ કરતાં 2500 પફ્ વેરિઅન્ટની રલાખ ઇ-સિગારેટ મળી આવી હતી. જ્યારે 1 કાર્ટુનમાં 5000 પફ્ વેરિઅન્ટની 400 ઇ-સિગારેટ મળી હતી. પકડાયેલી તમામ ઈ-સિગારેટ મિલ્ક કોફી, મિન્ટ આઈસ, એનર્જી ડ્રિંક ટી, કોક આઈસ વગેરે જેવી વિવિધ ફ્લેવરની ચાઈનાની યુઓટો બ્રાન્ડની છે. કસ્ટમ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ કન્ટેનરમાં ઈ-સિગારેટ અને તેની સાથેનો અન્ય તમામ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલી ઈ-સિગારેટની બજાર કિંમત આશરે રૂ. 48 કરોડ વધુ તપાસ ચાલુ છે.

 તાજેતરના સમયમાં ગુજરાતમાં ડીઆરઆઈ દ્વારા આ પ્રકારની બીજી જંગી જપ્તી છે. અગાઉ ચોથી સપ્ટેમ્બરે DRIએ સુરત નજીક એક ટ્રકને અટકાવીને રૂ. 20 કરોડની બજાર કિંમત ધરાવતી ઇ-સિગારેટનું કન્સાઇનમેન્ટ જપ્ત કર્યું હતું.

 યુવા વસ્તીમાં ધૂમ્રપાનના સંભવિત જોખમોની ચિંતાને ટાંકીને ભારતે 2019 થી ઈ-સિગારેટના ઉત્પાદન, ઉત્પાદન, આયાત અને નિકાસ, વેચાણ, વિતરણ અને જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે. ટિનેજર્સો ઇ-સિગારેટનો ઉપયોગ કરતા હોવાથી માત્ર ગુજરાતમાં જ નહિ દેશભરમાં ઇ-સિગારેટની દાણચોરી વધી ગઇ છે. કસ્ટમ સમક્ષ ખોટુ ડિકલેરશન કરીને દાણચોરી કરવામા આવી રહી છે. આયાતી કન્ટેનરમાં કોને માલ મંગાવ્યો હતો તેની તપાસ ચાલી રહી છે. નજીકના દિવસોમા આયાતકારની ધરપકડ કરવામાં આવશે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!