Friday, October 7, 2022
Home Gujarat ખંભરા સીમમાં વાડીમાંથી 31.69 લાખના દારૂ એક સાથે શખ્સ ઝડપાયો

ખંભરા સીમમાં વાડીમાંથી 31.69 લાખના દારૂ એક સાથે શખ્સ ઝડપાયો

  • દારૂનુ કટીંગ કરીને માલ સગેવગે કરાય તે પહેલા LCBની ટીમ ત્રાટકી
  • 5 શખ્સો હાજર ન મળી આવ્યા, 50.49 લાખનો મુદામાલ કબજે કરાયો
  • અંજાર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી

અંજાર તાલુકાના ખંભરા ગામની સીમમાં આવેલ વાડીમાં વિક્રમી માત્રામાં દારૂનો જથ્થો ઉતારીને તેનુ કટીંગ કરવામા આવતુ હોવાની બાતમીના આધારે આજે રાત્રિના અરસામાં LCBની ટીમે છાપો માર્યો હતો. ત્યારબાદ વાડીમાંથી 31.69 લાખના દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી લીધી હતી. આરોપી પાસેથી ટેન્કર, મોબાઈલ, કાર, બાઈક મળી 50.49 લાખનો મુદામાલ કબજે કરી લેવામા આવ્યો હતો. પરંતુ દરોડામાં 5 ઈસમો હાજર મળી આવ્યા ન હતા.

- Advertisement -

પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે રાત્રિના અરસામાં LCB પીઆઈ એમ.એમ.જાડેજા તથા સ્ટાફ પેટ્રોલીંગમા હતો. ત્યારે અંજાર તાલુકાના ખંભરા ગામની સીમમાં આવેલ જગતસિંહ આશુભા જાડેજાના કબજાની વાડીમાં વિક્રમી માત્રામાં દારૂનો જથ્થો ઉતારી તેનુ કટીંગ કરીને સગેવગે કરવામાં આવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે LCBની ટીમે સીમમાં આવેલ વાડી પર છાપો માર્યો હતો.

અંજાર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 

- Advertisement -

દરોડા બાદ વાડીમાં રાખેલ ટેન્કર, કારમાં તપાસ કરાતા તેમાંથી અંગ્રેજી દારૂની અલગ અલગ બ્રાંડની 7,800 બોટલ તથા બીયરના 2,376 ટીન મળી રૂપિયા 31,69,560 નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી વાડી પર હાજર આરોપી પ્રવિણસિંહ દોલુભા જાડેજા રહે, મોટી ખેડોઈની ધરપકડ કરી લીધી હતી. આરોપી પાસેથી દારૂ, બીયર, મોબાઈલ ફોન, ટેન્કર, વગનર કાર, 2 બાઈક વગેરે મળી કુલ્લે રૂપિયા 50,49,560 નો મુદામાલ કબજે કરી લેવામા આવ્યો હતો. દરોડામાં વાડી સંચાલક જગતસિંહ આશુભા જાડેજા રહે, મોટી ખેડોઈ, શક્તિસિંહ સુખદેવસિંહ જાડેજા રહે, વરસામેડી, કરીમ આધમ ગાલા રહે, મોટી ખેડોઈ, રહિમ ઉર્ફે ભલો આધમ ગાલા રહે, મોટી ખેડોઈ તથા ટેન્કર ચાલક હાજર મળી આવ્યા ન હતા. જે અંગે અંજાર પોલીસે તમામ ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!