Wednesday, September 28, 2022
Home National કોઈ વ્યક્તિ દાવો ન કરી શકે કે તેને ચૂંટણી લડવાનો અધિકાર છે

કોઈ વ્યક્તિ દાવો ન કરી શકે કે તેને ચૂંટણી લડવાનો અધિકાર છે

  • ચૂંટણી લડવાનો અધિકાર મૌલિક અધિકાર નથી, કાયદા દ્વારા અપાય છે : SC
  • ઉમેદવારી પત્ર દાખલ કરવાની પરવાનગી ન અપાતા અરજદારે SCમાં અરજી કરી
  • કોર્ટનો સમય બગાડવા બદલ અરજદારને એક લાખ રૂપિયાનો દંડ ફટકારાયો

સુપ્રીમ કોર્ટે ચૂંટણી લડવાના અધિકારને લઈને મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે ચૂંટણી લડવાનો અધિકાર ન તો મૌલિક અધિકાર છે કે ન તો સામાન્ય કાયદો પરંતુ તે કાયદા દ્વારા આપવામાં આવેલ અધિકાર છે. આ ટિપ્પણી સાથે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે વિશ્વનાથ પ્રતાપ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી વિશેષ મંજુરી અરજીને ફગાવી દીધી હતી. આ દરમિયાન બેન્ચે કહ્યું કે કોઈ વ્યક્તિ દાવો કરી શકે નહીં કે તેને ચૂંટણી લડવાનો અધિકાર છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 સાથે ચૂંટણી આચાર નિયમ-1961માં પણ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ઉમેદવારના નામને દરખાસ્ત કરવાની જોગવાઈ છે. કોર્ટે કહ્યું કે, કોઈ વ્યક્તિ આ સ્થિતિને તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ન કહી શકે.

- Advertisement -

અરજદારે ચૂંટણી માટે ભરેલા ઉમેદવારી ફોર્મને પરવાનગી મળી ન હતી

હકીકતમાં અરજદાર વિશ્વનાથ પ્રતાપ સિંહે તેમની અરજીમાં જણાવ્યું હતું કે, 21 જૂન-2022થી 1 ઓગસ્ટ-2022 સુધી નિવૃત્ત થનારા સભ્યોની બેઠકો ભરવા માટે 12 મે-2022ના રોજ રાજ્યસભાની ચૂંટણી માટે સૂચના જારી કરવામાં આવી હતી અને નામાંકન જમા કરવા માટે છેલ્લી તારીખ 31મી મે હતી. અરજદારે રજૂઆત કરી હતી કે, તેમણે આ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભર્યા હતા, જો કે તેમના નામની દરખાસ્ત કરનારા યોગ્ય દરખાસ્તકર્તા વગર નામાંકન દાખલ કરવાની પરવાનગી તેમને અપાઈ ન હતી. આ મામલામાં અરજદારે ભારતના ચૂંટણી પંચના નોટિફિકેશન વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં દરખાસ્તકર્તા હોવાની આવશ્યકતા આપવામાં આવી હતી.

દિલ્હી હાઈકોર્ટે દલીલ ફગાવતા અરજદારે SCમાં અરજી કરી

આ કેસમાં તેમણે દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે, તેમના ભાષણ અને અભિવ્યક્તિના મૂળભૂત અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતાના તેમના અધિકારનું ઉલ્લંઘન થયું છે. જોકે હાઈકોર્ટે તેમની દલીલ ફગાવી દીધી હતી. ત્યારબાદ વિશ્વનાથ પ્રતાપ સિંહે સુપ્રીમ કોર્ટના દ્વારે ગયા હતા. તેમણે દિલ્હી હાઈકોર્ટના 10 જૂનના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ જ અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે તેને ફગાવી દીધી હતી.

- Advertisement -

અરજદારને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું કે, દિલ્હી હાઈકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી રિટ પિટિશન સંપૂર્ણપણે ખોટી હતી અને હાલની સ્પેશિયલ લીવ પિટિશન પણ ખોટી છે. ચૂંટણી લડવાનો અધિકાર ન તો મૂળભૂત અધિકાર છે કે ન તો સામાન્ય કાયદો. તે કાયદા દ્વારા આપવામાં આવેલ અધિકાર છે. આ દરમિયાન બેન્ચે સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અરજદારને સંસદ દ્વારા બનાવેલા કાયદા મુજબ રાજ્યસભાની ચૂંટણી લડવાનો કોઈ અધિકાર નથી. આ સાથે બેન્ચે કોર્ટનો સમય બગાડવા બદલ એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે અરજદારે ચાર સપ્તાહની અંદર સુપ્રીમ કોર્ટની લીગલ એઇડ કમિટીને આ રકમ ચૂકવે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!