Wednesday, September 28, 2022
Home International નવી મુસીબત : ચામાચીડિયામાંથી ફેલાતા 'ખોસ્તા-2' નામના વાયરસની શોધ

નવી મુસીબત : ચામાચીડિયામાંથી ફેલાતા 'ખોસ્તા-2' નામના વાયરસની શોધ

  • સંશોધકોને રશિયન ચામાચીડિયામાં ખોસ્ટા-2 વાયરસ મળી આવ્યો
  • વાયરસમાં કોવિડ રસીની રોગપ્રતિકારક શક્તિમાં પ્રવેશ કરવાની ક્ષમતા
  • નવા સંશોધનોએ ફરીથી મનુષ્યોમાં ફેલાતા ચેપ અંગે ચિંતા વ્યક્ત કરી

ટાઈમ મેગેઝીનમાં છપાયેલા અહેવાલ મુજબ, સંશોધકોએ રશિયન ચામાચીડિયામાં એક વાયરસ શોધી કાઢ્યો છે જે માનવ વસ્તી માટે ખતરો બની શકે છે. ‘ખોસ્તા-2’ વાયરસ, જે SARS-CoV-2 જેવા જ કોરોના વાયરસની પેટા-શ્રેણીનો છે. આ વાયરસ માનવ કોષોને સંક્રમિત કરવામાં સક્ષમ છે અને કોવિડ-19 રસીકરણ દ્વારા પૂરી પાડવામાં આવેલ રોગપ્રતિકારક સંરક્ષણને ભેદવામાં સક્ષમ છે. અહેવાલ મુજબ, આ શોધ જાહેર આરોગ્ય વ્યાવસાયિકોમાં નવી ચિંતાઓ ઊભી કરી શકે છે.

- Advertisement -

ખોસ્તા-2 રસી લેનારાઓમાં પણ પ્રવેશી શકતું હોવાનો દાવો

વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીની પોલ જી. એલન સ્કૂલ ફોર ગ્લોબલ હેલ્થના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલ અભ્યાસ જણાવે છે કે ‘ખોસ્તા-2’ મોનોક્લોનલ એન્ટિબોડીઝ અને સીરમની રોગપ્રતિકારક શક્તિ હોવાની સાથે SARS-CoV-2 રસી મેળવનારા લોકોના માનવ કોષોમાં પ્રવેશી શકે છે. આ અભ્યાસ PLOS પેથોજેન્સ જર્નલમાં પ્રકાશિત થયો છે.

ખોસ્તા-2 વાયરસ કોરોનાનું નવું વેરિએન્ટ

સર્બેકોવાયરસ જેમાં ખોસ્તા-2 અને સાર્સ-કોવી-2 છે, તે કોરોનાવાયરસનું વિરેએન્ટ છે. WSU ના વાઈરોલોજિસ્ટ અને અભ્યાસના અનુરૂપ લેખક માઈકલ લેટકોએ જણાવ્યું કે, અમારા સંશોધન મુજબ સર્બેકોવાયરસ એશિયાની બહારના વન્યજીવોમાં ફેલાય છે, એટલું જ નહીં ખોસ્તા-2 વાયરસ પશ્ચિમ રશિયા જેવા સ્થળો પર મળવાની બાબત વૈશ્વિક આરોગ્ય અને SARS-CoV-2 સામે ચાલી રહેલી રસી ઝુંબેશ માટે પણ ખતરારૂપ છે.

- Advertisement -

સર્બેકોવાયરસ મનુષ્યોમાં પણ ફેલાઈ શકે છે

સેંકડો સર્બેકોવાયરસ શોધાયા છે. અને આ વાયરસો મોટાભાગે એશિયન ચામાચીડિયામાં જોવા મળ્યા છે. પરંતુ તેમાંના મોટાભાગનામાં માનવ કોષોને ચેપ લગાડવાની ક્ષમતા હોતી નથી. શરૂઆતમાં ખોસ્તા-2 વિશે પણ એવું જ વિચારવામાં આવ્યું હતું, પરંતુ તાજેતરના સંશોધનોએ ફરીથી મનુષ્યોમાં ફેલાતા ચેપ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

આ કેવી વાત? હવેથી લગ્ન પણ થશે EMI પર?

15 હજાર જેટલાં નવદંપતી એક સર્વેક્ષણ કરવામાં આવ્યું સર્વેક્ષણ પ્રમાણે એક લગ્નમાં સરેરાશ રૂપિયા 22 લાખનો ખર્ચ થાય છે દંપતિઓના જણાવ્યા પ્રમાણે લગ્ન ખર્ચ હપ્તામાં આપવાની...

યુગાન્ડામાં વધ્યો ઈબોલાનો પ્રકોપ, 23 લોકોના મોતથી હાહાકાર

જીવલેણ ઈબોલા વાયરસનો ખતરો વધ્યો આ રોગની કોઈ રસી વિકસાવાઈ નથી 23 મોતમાંથી ફક્ત 5ની ઓળખ થઈ છે યુગાન્ડામાં જીવલેણ ઈબોલા વાયરસનો ખતરો ઘણો વધી ગયો છે....

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!