Sunday, September 25, 2022
Home Life-Style નવરાત્રિમાં ગ્લોસી લુક આપતો નવલો મેકઅપ

નવરાત્રિમાં ગ્લોસી લુક આપતો નવલો મેકઅપ

નવરાત્રિમાં ચણિયાચોળી પહેર્યાં હોય અને મેકઅપ ન કર્યો હોય એ કેમ ચાલે. એમાંય મેકઅપ જો યોગ્ય રીતે ન કર્યો હોય તો ગરબે ઘૂમતાં પરસેવો વળવાથી મેકઅપ આખા ચહેરા પર સ્પ્રેડ થઇ જાય છે. પરિણામે તમે સુંદર લાગવાને બદલે બિહામણા લાગશો. આજે આપણે એવી મેકઅપ ટિપ્સની વાત કરીશું જેથી ગરબા રમતી વખતે પરસેવાનું ટેન્શન ન થાય ને ચહેરા પર ગ્લો જળવાઇ રહેશે.

- Advertisement -

ચહેરાની સફાઈ

સૌથી પહેલાં ચહેરાને સારી રીતે સાફ કરો. જો સ્કિન ઓઇલી હોય તો કોટન વૂલનો ઉપયોગ કરો અને પછી એસ્ટ્રિજન્ટ લોશન લગાવો. આ ઉપરાંત ચહેરા પર બરફ લગાવો જેથી મેકઅપ સેટ થઇ જાય.

પ્રાઇમરનો ઉપયોગ

મેકઅપ કરવાનું શરૂ કરો એમાં સૌથી પહેલાં ચહેરા પર પ્રાઇમર લગાવો. પ્રાઇમર એ મેકઅપનો બેઝ છે એનાથી મેકઅપ લાંબો સમય સુધી ટકે છે.

- Advertisement -

બ્લશરની પસંદગી

જો તમે બ્લશરનો ઉપયોગ કરી રહ્યાં છો તો લાઇટ અને ઓછા પ્રમાણમાં કરો. જો લાઉડ કલર્સનો ઉપયોગ મેકઅપમાં કરશો તો તમારો ચહેરો સારો નહીં લાગે.

ફેસ પાઉડર અને ફાઉન્ડેશન

જેમની ત્વચા નોર્મલ અથવા કોમ્બિનેશનવાળી હોય એમણે ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો જોઇએ. ઓઇલી સ્કિન ધરાવતી યુવતીઓએ ફાઉન્ડેશન લગાવવાનું ટાળવું જોઇએ. આવી સ્કિનમાં પરસેવાને કારણે ફાઉન્ડેશન સ્પ્રેડ થઇ જાય છે તેથી ફેશ પાઉડરનો ઉપયોગ કરવો જે સ્કિન સાથે સેટ થઇ જશે.

કલર કોમ્બિનેશન

મેકઅપ કરતી વખતે કલર કોમ્બિનેશનનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. જેમ કે, તમે મેકઅપમાં બોલ્ડ કલર યૂઝ કરી રહ્યા છો તો લિપસ્ટિક લાઇટ કલરની કરવી જોઇએ. જો આઈ મેકઅપમાં લાઇટ કલરનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો લિપસ્ટિક બોલ્ડ કલર્સની લગાવી શકો છો.

આઈ મેકઅપ

આંખમાં આઇલાઇનરને બદલે આઇ કોર્નિક કે વોટરપ્રૂફ કાજલનો ઉપયોગ કરો. જો તમારી સ્કિન ફેર હોય તો પિંક, ગ્રીન, પિચ, બ્લૂ જેવા શેડ્સનો આઇ શેડો લગાવો. જો તમારી ત્વચા શ્યામ હોય તો બ્રાઉન, ગોલ્ડ, મરુન જેવા શેડ્સ સુંદર લાગશે. આઇ શેડો માપસર લગાવો, એટલા બ્રાઇટ અને જરૂર કરતાં વધારે આઇશેડોને કારણે ચહેરાની સુંદરતા ખરાબ થઇ જશે તેથી આઇ શેડોની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખો. નવરાત્રિ દરમિયાન બ્લેક મસ્કારા લગાવવાને બદલે ટ્રાન્સપરન્ટ મસ્કારા લગાવો.

લિપસ્ટિક

લિપસ્ટિક લગાવતાં પહેલાં લિપલાઇનરથી આઉટલાઇન બનાવો અને પછી લિપસ્ટિક લગાવો. ડાર્ક કલરની લિપસ્ટિકનો ઉપયોગ કરશો તો વધારે સારું લાગશે. રાત્રે ડાર્ક લિપસ્ટિક જેમ કે, મરુન, રેડ, મર્જન્ટા વગેરે જેવી આઉટફિટને ધ્યાનમાં રાખીને લગાવો.

ટ્રાન્સલૂયન્ટ પાઉડર

મેકઅપ પૂર્ણ થઈ ગયા બાદ ફિનિશિંગ ટચ આપવા માટે ટ્રાન્સલૂયન્ટ પાઉડર લગાવો. આ પાઉડર લુકને મેટિફાઇ કરશે અને પરસેવો થતાં રોકશે. મેકઅપ બાદ ફિનિશિંગ ટચ માટે સ્પ્રેનો ઉપયોગ પણ કરી શકો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદની આ પોળમાં નવરાત્રિમાં પુરુષો રમે છે મહિલાના વેશમાં ગરબા

સતી માતાની યાદમાં મનાવાય છે પરંપરા પુરુષો આઠમની રાતે મહિલાનો શ્રૃંગાર ધારણ કરે છે મહિલાના વેશમાં ગરબા રમીને પૂરી કરે છે માનતા અમદાવાદમાં કોટ વિસ્તારમાં આવેલી એક...

International daughters day 2022: દીકરીઓને આ રીતે કરો સુરક્ષિત

ઓટો કે કેબમાં એકલા હોવ ત્યારે રાખો સેફ્ટી બોયફ્રેન્ડ સાથે એકલા ડેટ પર જતા રહો સાવધાન ખાસ હેલ્પલાઈન નંબર્સને પણ રાખો ધ્યાન આજે International daughters day 2022ની...

8 પ્રકારના હોય છે હેયર લાઈટ્સ, આપે છે ટ્રેન્ડી અને ખાસ લૂક

સોમ્બ્રે કલરથી ફેમિનિન અને લાઈટ કલર છે. ચંકી હાઈલાઈટ્સથી તમને સ્માર્ટ અને અલગ લૂક મળે છે. બેલેઝ હાઈલાઈટ્સમાં ફોઈલિંગની મદદથી હાઈલાઈટ્સ કરાય છે. આજકાલ કલર હેયરની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!