Sunday, September 25, 2022
Home International વિશ્વભરમાં સુપર બગનો આતંક : વર્ષે એક કરોડ લોકો ગુમાવશે જીવ

વિશ્વભરમાં સુપર બગનો આતંક : વર્ષે એક કરોડ લોકો ગુમાવશે જીવ

  • સુપરબગ બેક્ટેરિયા વાઇરસ અને પૈરાસાઇટનો એક સ્ટ્રેઇન છે
  • આ સુપરબગ એન્ટિબાયોટિક્સના દુરુપયોગના કારણે પેદા થાય છે
  • આ બીમારી એશિયામાં સૌથી વધુ ભારતમાં પ્રસરતા ચિંતા વધી

અમેરિકાને ડરાવી રહેલો સુપર બગ હવે વિશ્વમાં સૌથી ઘાતક બીમારી તરીકે સામે આવી રહ્યો છે. કોરોના રોગચાળા બાદ હવે સુપર બગે વિશ્વમાં આતંક મચાવવાની શરૂઆત કરી છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ્ડ પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટ (CDC)ના રિપોર્ટ અનુસાર આ બીમારી પર કોઇ દવાની અસર થતી નથી. એશિયામાં આ બીમારી સૌથી વધારે ભારતમાં પ્રસરી રહી છે અને ભારતમાં જ સૌથી વધારે જીવ લઇ રહી છે. મેડિકલ જર્નલ લાન્સેટમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર બ્રિટનના એક શોધકર્તા કહે છે કે આગામી સમયમાં દર વર્ષે એક કરોડ લોકો આ બીમારીના કારણે જ પોતાનો જીવ ગુમાવશે. સુપર બગ બેક્ટેરિયા વાઇરસ અને પૈરાસાઇટનો એક સ્ટ્રેઇન છે કે જે એન્ટિબાયોટિક્સના દુરુપયોગના કારણે પેદા થાય છે. સુપર બગ પેદા થયા બાદ તે કોઇપણ દવાથી મરતો નથી અને તક મળતાં જ તે લોકોનો જીવ લઇ લે છે. એક તુલના અનુસાર અમેરિકામાં સુપર બગ દર દસ મિનિટે એક વ્યક્તિનો જીવ લે છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં આ આંકડો ડરામણો છે. અમેરિકન હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર સુપર બગ કોઇપણ અન્ય બીમારીના મુકાબલે અમેરિકન્સ માટે મોતનું મોટું કારણ બન્યો છે. સુપર બગને મેડિકલ ક્ષેત્રમાં એન્ટિ-માઇક્રોબિયલ રેઝઇસ્ટેન્ટના નામથી પણ ઓળખવામાં આવે છે.

- Advertisement -

સુપર બગ કેવી રીતે બને છે?

સુપર બગ એક વિશેષ રૂપથી ઊભી થતી બીમારી છે જેને ધીમી પાડી શકાય છે પરંતુ રોકી શકાતી નથી. સમયની સાથક્બેક્ટેરિયા, વાઇરસ અને પરજીવી જેવા રોગાણુ આ દવાઓને અનુકૂળ થઇ જાય છે કે જે તેને મારવા માટે ડિઝાઇન કરવામાં આવેલી હોય છે. તે કેટલાક સંક્રમણ માટે પહેલાના માપદંડરૂપ ઉપચારોને ઓછા પ્રભાવશાળી અને ક્યારેક ક્યારેક એકદમ બેઅસર બનાવી દે છે. કોઇપણ એન્ટિબાયોટિક દવાના વધારે પડતા ઉપયોગથી અથવા બિનજરૂરી ઉપયોગના કારણે સુપર બગ પેદા થાય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ફ્લૂ જેવા વાઇરલ સંક્રમણ થતાં એન્ટિબાયોટિક્સ લેવાના કારણે સુપર બગ બનવાની સંભાવના વધી જાય છે, જે ધીરેધીરે અન્ય માનવોને પણ સંક્રમિત કરે છે.

2050 સુધીમાં સુપર બગ આક્રમક બની જશે

લાન્સેટમાં છપાયેલા રિપોર્ટ અનુસાર બ્રિટનમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાયું હતું કે હાલમાં તે દર વર્ષે 50 લાખ લોકોનો જીવ લે છે પણ 2050 સુધીમાં સુપર બગ દર વર્ષે લગભગ એક કરોડ લોકોના મોતનું કારણ બનશે, જેની સામે કોરોનાના કારણે ત્રણ વર્ષમાં લગભગ 65 લાખ લોકોના જીવ ગયા છે. ભારતમાં સુપર બગના કારણે થતાં મોતનો દર 13 ટકા છે જે કોરોનાની સરખામણીએ 13 ગણો છે.

- Advertisement -

સુપર બગ કેવી રીતે પ્રસરે છે?

સુપર બગ બન્યા બાદ સ્કીન ટુ સ્કીન સ્પર્શ, ઘા લાગવો, સલાઇવા અને યૌન સંબંધ બનાવવાના કારણે લોકોમા પ્રસરે છે. સુપર બગ બીમારી થયા બાદ દર્દી પર કોઇ દવા અસર કરતી નથી તેના કારણે દર્દીને બેહદ પીડામાંથી પસાર થવું પડે છે. હાલમાં તેની કોઇ દવા બની નથી પણ યોગ્ય સાવચેતી રાખીને આપણે તેને રોકી શકીએ છીએ.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનમાં લશ્કરી બળવો, જિનપિંગ નજરકેદ, કિયાઓમિંગ નવા રાષ્ટ્રપતિ બન્યાના અહેવાલોમાં કેટલું સત્ય?

સોશિયલ મીડિયા પર ચીન અને શી જિનપિંગની અફવાઓએ જોર પકડ્યું શી જિનપિંગ ઘરમાં નજરકેદ, લી કિયાઓમિંગ આગામી રાષ્ટ્રપતિની અફવા ચીનના કેટલાક સ્થળોએ ફ્લાઇટ્સ બંધ, લશ્કરી ગતિવિધિ...

અમેરિકાના પેન્સિલવેનિયાના કેનીવુડ એમ્યુઝમેન્ટ પાર્કમાં ફાયરિંગ, અનેક ઘાયલ

પાર્કમાં હેલોવીન-થીમ આધારિત ઇવેન્ટ દરમિયાન ફાયરિંગફાયરિંગમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ઈમરજન્સી સેવાઓ બોલાવવામાં આવી હતી પેન્સિલવેનિયાના કેનીવુડ એમ્યુઝમેન્ટ પાર્કમાં હેલોવીન...

ભડકેલો તાનાશાહી! અમેરિકા-સાઉથકોરિયાએ કર્યો સેના અભ્યાસ, તો ઉત્તર કોરિયાએ છોડી મિસાઇલો

બે દિવસ બાદ ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્રમાં બેલેસ્ટિક મિસાઈલ છોડીપ્યોંગયાંગે આઠ ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ઉત્તર કોરિયાની ઉશ્કેરણી પર નજર રાખી રહ્યું છે:...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

VIDEO : ઉર્ફી જાવેદની એરપોર્ટ પર ખુશનુમા અદા, નવા લુકમાં આપ્યા પોઝ

નવા લુક સેન્સ માટે જાણીતી ઉર્ફી જાવેદની વધુ એક કાતિલ અદાથી ચાહકોના હોશ ઉડ્યા ઉર્ફી જાવેદે ફ્લાવર ડિઝાઈનની બ્રાલેટ સાથે ડેનિમ શોર્ટ સ્કર્ટમાં એરપોર્ટ પર...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!