Wednesday, September 28, 2022
Home Gujarat સુરતમાં સુમુલ ડેરીના દૂધ વાહનને ઘેરી પથ્થરમારો કર્યો

સુરતમાં સુમુલ ડેરીના દૂધ વાહનને ઘેરી પથ્થરમારો કર્યો

સુમુલ અને ચોર્યાસીના તમામ સેન્ટરો પરથી રાબેતા મુજબ દૂધનું વેચાણ ચાલુ રહેશે. તેમજ દરેક સેન્ટર પરથી પર્યાપ્ત માત્રામાં દૂધનો જથ્થો મળી રહેશે. દૂધ વેચાણ બંધ હોવાની વાતને સુમુલના ચેરમેન માનસિંહ પટેલે ફગાવી દીધી હતી. સુમુલ ડેરીની સાથે ચોર્યાસી ડેરી પણ દૂધનું વેચાણ ચાલું રાખશે. ગ્રાહકોને રાબેતા મુજબ દૂધ મળી રહેશે તેમ ચોર્યાસી ડેરીએ પણ જણાવ્યું હતું. જોકે જે લોકોના ઘરે માલધારીઓ દૂધ પહોંચાડે છે, તેઓના ઘરે બુધવારે દૂધ નહીં આવે.

- Advertisement -

બીજી તરફ સુરત જિલ્લા અને શહેરના માલધારીઓ અંદાજિત 1 લાખ લિટર જેટલું દૂધ સરકારી હોસ્પિટલના દર્દીઓ, ગરીબો અને જરૂરિયાતમંદોને વિનામૂલ્યે વિતરણ કરી અનોખી રીતે વિરોધ કરશે. જોકે, મોટાભાગના માલધારીઓ ગ્રાહકોને સીધેસીધું છૂટક દૂધનું વેચાણ કરતાં હોવાથી ડેરીના દૂધની આવક કોઈ અસર થશે નહીં. પરંતુ માલધારીઓ પાસેથી દૂધ ખરીદતા ગ્રાહકોને હાલાકી ભોગવવી પડશે.

સચીન અને પાંડેસરામાં મોડી સાંજ સુમુલ ડેરીના દૂધ વાહનને અટકાવાઇ માલધારીઓએ 21મીએ દૂધનું વિતરણ નહીં કરવાની જાહેરાત કરી હતી. પરંતુ 20મીએ સાંજથી જ સચિન અને પાંડેસરા વિસ્તારમાં માલધારીઓએ સુમુલ ડેરીના દૂધ વાહનને ઘેરી પથ્થરમારો કરી વાહનમાંથી હવા કાઢી નાખી હતી. એટલું જ નહીં દૂધ વેચાણના કાઉન્ટર પર ઊભેલા દૂધવાહનોના ચાલકો સાથે પણ જીભાજોડી કરી હતી. દૂધના વાહનોને અટકાવાતા સમુલ ડેરીના જવાબદાર અધિકારીઓએ દોડતાં થઈ ગયા હતા. તથા સુમુલ ડેરીના દૂધ કાઉન્ટરની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા માંગ કરી છે. જેમાં 21મીને બુધવારે માલધારીઓએ દૂધ વિતરણ બંધ રાખવાની જાહેરાત કરી છે. ત્યારે માલધારીઓ દ્વારા સુમુલ ડેરીના દૂધ વિતરણ કાઉન્ટર એજન્સી પર હુમલો કરી નુકશાન પહોંચાડવામાં આવે તેની સંભાવના છે ત્યારે સુમુલ ડેરીના દૂધ વેચાણ કેન્દ્રોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા સુમુલ ડેરીએ માંગણી કરી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

ગરબા રસિકો માટે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદમાં વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશેખેડા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઇસોરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલીમાં વરસાદ આવશે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!