Wednesday, September 28, 2022
Home Gujarat પ્રેમી સાથે ફરવા ગયેલી ગોડાદરાની પરપ્રાંતીય યુવતી ગેંગરેપનો શિકાર બની

પ્રેમી સાથે ફરવા ગયેલી ગોડાદરાની પરપ્રાંતીય યુવતી ગેંગરેપનો શિકાર બની

  • દેવધના ખેતરમાં પ્રેમીને બંધક બનાવી પ્રેમિકા પર પાંચ નરાધમોનો બળાત્કાર
  • બિહારી ભાષા બોલતા પાંચેય નરાધમોએ બંનેના મોબાઇલ પણ પડાવી લીધા
  • સામુહિક દુષ્કર્મ આચરી નરાધમોએ યુવતીને આપી મારી નાખવાની ધમકી

સુરતના છેવાડે દેવધમાં પ્રેમી સાથે ફરવા ગયેલી યુવતી ગેંગરેપનો શિકાર બની હતી. પાંચ નરાધમોએ પ્રેમીપંખીડાને ખેતરમાં લઇ જઇ પ્રેમીને બંધક બનાવી તેની નજર સામે જ પ્રેમિકા પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં બંનેના મોબાઇલ પણ પડાવી લીધા હતા. પુણા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -

મળતી વિગતો પ્રમાણે ગોડાદરા ખાતે રહેતી 27 વર્ષીય મીના (નામ બદલ્યું છે) મુળ મધ્યપ્રદેશની વતની છે. મીના જરીના કારખાનામાં જોબ કરે છે. તેણી અહીં બહેન-બનેવી સાથે રહે છે. મીના અપરિણીત છે. ગત તા.11મીએ સાંજે કારખાનેથી ઘરે પરત ફર્યા બાદ મીનાએ પ્રેમી ગોપાલને કોલ કરી સોસાયટી બહાર બોલાવી હતી. ગોપાલ સાથે મીનાને છેલ્લાં ૩ મહિનાથી પ્રેમસંબંધ છે. મીના અને ગોપાલ બાઇક પર બેસી બહાર ફરવા નીકળ્યા હતા. રાત્રિના આઠેક વાગ્યે બંને જણા દેવધમાં રઘુવીર માર્કેટની સામે આવેલા રોડ પર બેસેલા હતા ત્યારે પાંચેક યુવકો ત્યાં ધસી આવ્યા હતા. પાંચેય જણાએ અપશબ્દો બોલી પ્રેમીપંખીડાને ધાક-ધમકી આપી હતી.

ત્યારબાદ ગોપાલના હાથ-પગ દોરડાથી બાંધી દીધા હતા. પાંચેય જણા બંનેને નજીકના કેળાના ખેતરમાં લઇ ગયા હતા. જ્યાં ધાક-ધમકી આપી પ્રેમી ગોપાલની નજર સામે જ પાંચેય જણાએ વારાફરતી મીના પર બળાત્કાર ગુજાર્યો હતો. હવસ સંતોષ્યા બાદ પાંચેય નરાધમોએ મીના અને તેના પ્રેમીના મોબાઇલ લૂંટી લીધા હતા. ત્યારબાદ ‘કિસી કો યા પુલીસ કો બતાયા તો જાન સે માર ડાલેંગે’ એવી ધાક-ધમકી આપી પાંચેય આરોપી ભાગી છૂટયા હતા. પ્રેમી ગોપાલ અને પીડિતા ખેતરમાંથી બહાર નીકળી બાઇક પર બેસી પરત ફર્યા હતા. ગોપાલ પીડિતાને તેના ઘર પાસે મુકી ગયો હતો. આ અંગે પીડિતા યુવતીએ ફરિયાદ આપતા પુણા પોલીસે પાંચ અજાણ્યા સામે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાંચેેય યુવકો બિહારી ભાષા બોલતા હોવાનું પીડિતાએ નિવેદન નોંધાવતા પોલીસે તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી છે.

- Advertisement -

પ્રેમીનું નામ છૂપાવવા પીડિતાએ પહેલાં પોલીસને ગેરમાર્ગે દોરી

ગેંગરેપનો ભોગ બનેલી પીડિતા બીજા દિવસે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા ગઇ હતી. અહીં તેને પોલીસને ખોટી માહિતી આપી હતી. પાંચ યુવકો દેવધને બદલે કલ્પના સોસાયટી, સિદ્ધિ વિનાયક મંદિર પાસેથી ખેંચીને ગાડીમાં બેસાડી અવાવરૂં જગ્યાએ લઇ ગયા હોવાની અને ત્યાં પાંચેય જણાએ દુષ્કર્મ કર્યુ હોવાની વાત કરી હતી. જોકે, પોલીસે પીડિતાએ જણાવેલા સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ પ્રકારની કોઇ ઘટના બની ન હોવાનું બહાર આવ્યું હતુ. પ્રેમીનું નામ બહાર ન આવે તે માટે પીડિતાએ પોલીસને ગેરમાર્ગે દોરી હતી. આખરે ઉલટતપાસમાં પીડિતાએ દેવધ ખાતે પ્રેમીની સામે પાંચ યુવકોએ બળાત્કાર કર્યો હોવાની હકીકત પોલીસને જણવાતા સમગ્ર મામલો પુણા પોલીસમાં પહોંચ્યો હતો.

ઘટનાસ્થળે સીસી કેમેરા ન હોય પોલીસની મૂશ્કેલી વધી

ગેંગરેપની ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી. ઘટનાસ્થળે તપાસ કરતા અહીં સીસીટીવી કેમેરા ન હોય પોલીસને કોઇ કડી મળી નથી. જેથી પોલીસની મૂશ્કેલી વધી ગઇ છે.

ઘટનાના સાક્ષી એવા પ્રેમી ગોપાલનો કોઇ પત્તો નથી

પોલીસે ઘટનાના મુખ્ય સાક્ષી એવા પ્રેમી ગોપાલ અંગે પીડિતા પાસે માહિતી માંગી હતી. જોકે, પીડિતાએ ગોપાલનો મોબાઇલ નંબર યાદ નથી અને તેનું એડ્રેસ પણ નથી એવી વાત કરતા પોલીસ ચકરાવે ચઢી છે. બીજી તરફ ઘટના બાદ પ્રેમી ગોપાલનો કોઇ પત્તો નથી. પ્રેમી ગાયબ હોય અનેક શંકાકુશંકા સેવાઇ રહી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

ગરબા રસિકો માટે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદમાં વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશેખેડા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઇસોરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલીમાં વરસાદ આવશે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!