Monday, September 26, 2022
Home Life-Style ઘેરદાર ઘાઘરો અને રૂપકડી ચૂંદડી પહેરી ગરબે ઘૂમતી નાર...

ઘેરદાર ઘાઘરો અને રૂપકડી ચૂંદડી પહેરી ગરબે ઘૂમતી નાર…

છેલ્લાં બે વર્ષથી કોરોનાને કારણે નવરાત્રિની ઉજવણી ધામધૂમથી થઇ શકી નથી. આ વખતે નવરાત્રિની તડામાર તૈયારી સર્વત્ર જોવા મળી રહી છે. યુવાપેઢી ગરબે ઘૂમવા માટે સ્પેશિયલ લહેંગા ચોલીનું ક્લેક્શન કરી રહી છે. અમુક યુવતીઓએ તો ટોળાંમાં અલગ તરી આવવા લહેંગા-ચોલીને સ્પેશિયલ ડિઝાઇન કરાવ્યાં છે. લહેંગા-ચોલીમાં આ વર્ષે શું ઇન ટ્રેન્ડ છે એ અંગે જાણીએ.

- Advertisement -

વન શોલ્ડર ટોપ એન્ડ ક્રોપ ટોપ

ગરબામાં કંઇક ટ્રેન્ડી પહેરવા માટે વન શોલ્ડર ટોપ અને ક્રોપ ટોપનું સિલેક્શન કરી શકો છો. આ ટોપ ઇન્ડિયન ડ્રેસને વેસ્ટર્ન ટચ આપીને ફ્યૂઝન બનાવે છે તથા લહેંગાના ઓવરઓલ લુકને ઇનહેન્સ કરી દે છે. હવે માર્કેટમાં લાંબા અને પહોળા દુપટ્ટા અવેલેબલ છે. બે ડિફરન્ટ પ્રકારના અથવા મિક્સમેચ કરતાં દુપટ્ટાને એક કરીને તેને લહેંગાની જગ્યાએ યુઝ કરી શકો છો. એની ઉપર તેની સાથે મેળ ખાતો બ્લાઉઝ પહેરો.

મજેદાર લહેંગા

આ વર્ષે ગરબામાં લહેંગાને નવો ટ્વિસ્ટ આપવામાં આવ્યો છે. પ્લેન લહેંગામાં રબારી, કચ્છી, મારવાડી, મિરરવર્ક વગેરે ડિફરન્ટ પ્રકારના ભરતનો ઉપયોગ કરી પેચવર્ક કરવામાં આવે છે. આ ઉપરાંત પ્લેન લહેંગામાં નીચે સરસ મજાની ઝૂલ મૂકવામાં આવે છે. આ સિવાય લહેંગાને ગોટાપત્તી કે મિરરની મદદથી સજાવવામાં આવે છે. પ્રિન્ટેડ લહેંગા કરતાં પ્લેન લહેંગાની આ વખતે બોલબાલા છે. એને ડિસન્ટ લુક આપવા માટે દામનમાં વર્કવાળી બોર્ડર કે કલરફુલ બ્રોકેટ મટીરિયલ, લેસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી યુવતીઓ લહેંગામાં આઠથી દસ મીટરનો ફ્લેર રાખવાનું પસંદ કરી રહી છે.

- Advertisement -

ડિફરન્ટ ચોલી

પ્લેન લહેંગાની સાથે કલરફુલ ચોલી અથવા તેની સાથે મેચ થતી ચોલી ઇન ડિમાન્ડ છે. બેકલેસ ચોલી યંગ જનરેશનની ઓલટાઇમ ફેવરિટ રહી છે. પહેલાં ચોલીમાં ફોર લેન્થ સ્લીવ્સ ચાલતી હતી, હવે એલ્બો લેન્થની ચોલી મહિલાઓ પસંદ કરી રહી છે. ટીન એજર અને કૉલેજ ગોઇંગ ગર્લ્સ હોલ્ટર, સ્પેગેટી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેરવાનું પ્રીફર કરે છે.

ઓઢણી

આકર્ષક લુક મેળવવા પ્લેન લહેંગા-ચોલી સાથે અથવા તો ઝીણી પ્રિન્ટના લહેંગા-ચોલી સાથે હેવી લુક આપતી ઓઢણી આ વર્ષે ઇન ટ્રેન્ડ છે. ઓઢણીમાં બ્રોકેટ કરતાં જ્યોર્જટ, સિફોન જેવાં મટીરિયલમાં ફુલ હેન્ડવર્ક કે મશીન વર્ક અથવા તો ટીકી કે મિરર વર્કને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. ટૂંકમાં, કલરફુલ અને રિચ લુક આપતી ઓઢણીને પહેલી પ્રાયોરિટી આપે છે.

મટીરિયલ

એક સમયમાં લહેંગા-ચોલી કોટન મટીરિયલમાંથી જ બનાવવામાં આવતા. હવે એમાં પરિવર્તન આવ્યું છે. ગજ્જી સિલ્ક, મલમલ, સિફોન, ક્રશ, રિચ કોટન સિલ્ક વગેરે મટીરિયલને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જેથી નવરાત્રિમાં રિચ લુક મેળવી શકાય આ સિવાય લગ્નના આગળ પાછળના દિવસોમાં આ ડિઝાઇનર લહેંગા ચોલી પહેરી શકાય.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદની આ પોળમાં નવરાત્રિમાં પુરુષો રમે છે મહિલાના વેશમાં ગરબા

સતી માતાની યાદમાં મનાવાય છે પરંપરા પુરુષો આઠમની રાતે મહિલાનો શ્રૃંગાર ધારણ કરે છે મહિલાના વેશમાં ગરબા રમીને પૂરી કરે છે માનતા અમદાવાદમાં કોટ વિસ્તારમાં આવેલી એક...

International daughters day 2022: દીકરીઓને આ રીતે કરો સુરક્ષિત

ઓટો કે કેબમાં એકલા હોવ ત્યારે રાખો સેફ્ટી બોયફ્રેન્ડ સાથે એકલા ડેટ પર જતા રહો સાવધાન ખાસ હેલ્પલાઈન નંબર્સને પણ રાખો ધ્યાન આજે International daughters day 2022ની...

8 પ્રકારના હોય છે હેયર લાઈટ્સ, આપે છે ટ્રેન્ડી અને ખાસ લૂક

સોમ્બ્રે કલરથી ફેમિનિન અને લાઈટ કલર છે. ચંકી હાઈલાઈટ્સથી તમને સ્માર્ટ અને અલગ લૂક મળે છે. બેલેઝ હાઈલાઈટ્સમાં ફોઈલિંગની મદદથી હાઈલાઈટ્સ કરાય છે. આજકાલ કલર હેયરની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

લાખ દવાઓ… ટ્રીટમેન્ટ કરી… છતાં પણ ગંભીર બીમારી સામે ઝઝુમે છે અભિનેત્રી

યામી ગૌતમ ગંભીર બીમારીનો શિકારઇન્સ્ટા પર પોસ્ટ શેર કરી આપી માહિતીસ્કિનને લગતી બીમારીથી પીડિતપોતાના શ્રેષ્ઠ અભિનય અને સુંદરતાથી લાખો દિલો પર રાજ કરનાર બોલિવૂડ...

નવલાં નોરતામાં ખોડલધામમાં ભક્તિમય માહોલ, પાટીદાર ભક્તોએ કરી પદયાત્રા

આજથી નવ દિવસ મહા આરતી ધજા રોહણ સહિતના કાર્યક્રમોખોડલધામ ખાતે આજે સવારથી જન સમુદાય ઉમટી પડ્યો નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રા યોજાય હતી પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર...

અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મળશે રાહત | કુલ્લુમાં અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં...

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!