Wednesday, September 28, 2022
Home Gujarat માત્ર 6 વર્ષની ઉંમરે મેદાન પર રનનો વરસાદ કરતો બાળક

માત્ર 6 વર્ષની ઉંમરે મેદાન પર રનનો વરસાદ કરતો બાળક

  • કપડવંજનો લિટલ માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર
  • દક્ષ ક્રિકેટની સાથે અભ્યાસમાં પણ હોંશિયાર છે
  • ભવિષ્યમાં ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવાની મહેચ્છા

કપડવંજનો નાનકડો બાળક કે જેને નાનાપણથી જ ક્રિકેટ રમવાનો ખુબ જ શોખ છે.અને તેના આ શોખને તેના પિતા સહિત પરિવારજનો પણ સહકાર આપી રહ્યા છે.માત્ર છ વર્ષની ઉંમરના બાળ ક્રિકેટર મેદાન ઉપર રનનો વરસાદ કરી દે છે. વિરાટ કોહલી જેનો આદર્શ છે તેવા આ બાળ ક્રિકેટરને ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની મહેચ્છા છે.

- Advertisement -

માસ્ટર ક્રિકેટર તરીકે ઓળખાતો દક્ષ યાદવ માત્ર છ વર્ષની ઉંમરે એવા શોર્ટ મારે છે કે જોનારા દંગ રહી જાય.છેલ્લા બે વર્ષથી સતત પ્રેક્ટીસ કરતા દક્ષને કપડવંજની વૈભવ પાર્ક સોસા.માં રહેતા એ.વી.ગ્રાફીક્સવાળા તેના પિતા અજય યાદવ ટ્રેનીંગ આપી રહ્યા છે.દક્ષનું સ્વપ્ન છે કે તેને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી દેશ માટે ક્રિકેટ રમવું છે. નાનપણમાં બાળકનો શોખ, રસ કે રૂચીને દબાવી દેતા હજારો માં-બાપ માટે દક્ષના પિતા અજય યાદવ ઉદાહરણરૂપ છે. માત્ર 6 વર્ષની ઉંમરે ક્રિકેટ પ્રત્યેનો અનેરો લગાવ અને પોતાના પિતાના ક્રિકેટના અધુરા સ્વપ્નને પુરા કરવા રમકડા રમવાની ઉંમરે ક્રિકેટની પીચ ઉપર પ્રેક્ટીસ કરતો દક્ષ કહે છે કે વિરાટ કોહલી તેનો પ્રિય બેટ્સમેન છે.અને દક્ષ તેના ક્રિકેટ પ્રેમને કારણે શહેરને ઘેલું કર્યું છે.

દક્ષ ક્રિકેટની સાથે અભ્યાસમાં પણ હોંશિયાર છે

દક્ષ ધો.1માં અભ્યાસ કરે છે અને અભ્યાસમાં પણ હોંશિયાર છે.તેના પિતા કહે છે કે દક્ષને છેલ્લા બે વર્ષથી પ્રેક્ટીસ કરાવું છું.હજુ પણ સતત તેના શીખવા ઉપર ભાર મુકી રહ્યો છું.સાથે સાથે તેનો અભ્યાસ પણ ના બગડે તે પણ ધ્યાન રાખવામાં આવે છે.દક્ષ ક્રિકેટ અને અભ્યાસ બન્નેને ન્યાય આપી રહ્યો છે.

દક્ષ એવા શોર્ટ મારે છે કે આપણે જોતા રહી જઈએ

- Advertisement -

ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર દક્ષ સાથે રમતા શેરાસિહ જણાવે છે કે આ બાળકને છેલ્લા દોઢ-બે વર્ષથી જોવું છું.એ એવા શોર્ટ મારે છે કે આપણે જોતા રહી જઈએ.તેનો એકપણ બોલ ખાલી જતો નથી.જે મોટી ઉંમરના લોકો માટે પ્રેરણારૂપ છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!