Sunday, September 25, 2022
Home Sports સાઉદી અરબ ક્લબ તરફથી રોનાલ્ડોને 1,957 કરોડ રૂપિયાની જંગી ઓફર

સાઉદી અરબ ક્લબ તરફથી રોનાલ્ડોને 1,957 કરોડ રૂપિયાની જંગી ઓફર

  • રોનાલ્ડો ચેમ્પિયન્સ લીગમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યો છે
  • વર્તમાન ક્લબ માટે તેનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું નથી
  • કોન્ટ્રાક્ટ પૂરો કરીને સાઉદીની ક્લબ સાથે જોડાય તેવી સંભાવના

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને માન્ચેસ્ટર યુનાઇટેડ બન્ને એકબીજાથી વિખૂટા પડે તે સમય નજીક આવી ગયો છે. 37 વર્ષીય પોર્ટુગલના ખેલાડી અગાઉ ચેમ્પિયન્સ લીગમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યો છે પરંતુ તેની વર્તમાન ક્લબ માટે તેનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું નથી. માન્ચેસ્ટર યુનાઇટેડની ટીમ ચેમ્પિયન્સ લીગ માટે ક્વોલિફાય કરી શકી નથી અને હવે રોનાલ્ડો પોતાની ક્લબ સાથે કોન્ટ્રાક્ટ પૂરો કરીને સાઉદી અરબની કોઈ ક્લબ સાથે જોડાય તેવી પૂરી સંભાવના છે અને તેને 1,957 કરોડ રૂપિયાની જંગી ઓફર પણ મળી છે.

- Advertisement -

રોનાલ્ડોને 1,957 કરોડ રૂપિયાની જંગી ઓફર

પાંચ વખત બેલોન ડી-ઑર પુરસ્કાર જીતી ચૂકેલા રોનાલ્ડોને યુરોપની કોઈ પણ ક્લબે ઓફર કરી નથી. ચેલ્સી, બાયર્ન મ્યૂનિચ, પેરિસ સેન્ટ જર્મેન અને એટ્લેટિકો મેડ્રિડ પાસે રોનાલ્ડો પાસે પ્લેયર્સ ટ્રાન્સફરની વર્તમાન વિન્ડોમાં પોતાની ટીમમાં સામેલ કરવાની તક હતી પરંતુ કોઈ ક્લબે તેને ઓફર કરી નથી. 37 વર્ષીય રોનાલ્ડોની કારકિર્દીમાં હવે લાંબો સમય બચ્યો નથી. આ સ્થિતિમાં સાઉદી અરબ ક્લબ તરફથી ઓફર થયેલી જંગી સેલેરી તેને આકર્ષિત કરી શકે છે. સાઉદી અરબ ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ યાસીર અલ મિસેહલે જણાવ્યું હતું કે જો રોનાલ્ડો જેવા ઉચ્ચ સ્તરીય ખેલાડી અમારા દેશમાં રમવા માટે આવશે તો અમારા ખુશીની બાબત રહેશે. હવે ખેલાડીઓ માટેની ટ્રાન્સફર વિન્ડો 2023ના જાન્યુઆરીમાં ખૂલશે અને એક બાબત ચોક્કસ છે કે માન્ચેસ્ટર યુનાઇટેડ રોનાલ્ડોને કોન્ટ્રાક્ટ રિન્યૂ કરશે નહીં.

- Advertisement -

એક સપ્તાહના 18.5 કરોડ રૂપિયાની ઓફર નકારી નાખી

રોનાલ્ડોએ ગત દિવસોમાં અલ-હિલાલ ક્લબે પ્રત્યેક સપ્તાહના બે મિલિયન યૂરો (લગભગ 18.5 કરોડ રૂપિયા)ની ઓફર નકારી નાખી હતી. માન્ચેસ્ટર યુનાઇટેડ ચેમ્પિયન્સ લીગ માટે ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહી હોવાના કારણે રોનાલ્ડોએ ક્લબને છોડવાનો નિર્ણય કરી લીધો છે. યૂરોપા લીગમાં આ ટીમને પોતાની પ્રથમ મેચમાં 1-0થી પરાજયનો સામનો કરવો પડયો હતો. સાઉદી અરબની એક ક્લબ તરફથી 211 મિલિયન યૂરોની (1,957 કરોડ રૂપિયા) રોનાલ્ડોને ઓફર કરવામાં આવી છે જેનો તે સ્વીકાર કરે તેવી પૂરી સંભાવના છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

IND Vs AUS LIVE: 11 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 95/4

કેમેરોન ગ્રીને 21 બોલમાં 52 રન બનાવી આઉટ એરોન ફિન્ચ 7, સ્મિથ 9 રન બનાવી આઉટ અક્ષર-ભુવનેશ્વર-ચહલે ઝડપી વિકેટ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!