Saturday, October 1, 2022
Home Sports એશિયા કપ 2022માં સદી બાદ કોહલીની રેન્કિંગમાં જોરદાર ઉછાળો

એશિયા કપ 2022માં સદી બાદ કોહલીની રેન્કિંગમાં જોરદાર ઉછાળો

  • ICC T20 બેટ્સમેન રેન્કિંગમાં કોહલીની મોટી છલાંગ
  • 14 સ્થાનની છલાંગ સાથે કોહલી 15માં સ્થાને પહોંચી ગયો
  • બોલરોમાં ભુવનેશ્વર ચાર સ્થાનના ફાયદા સાથે સાતમા સ્થાને

ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ તાજેતરમાં પૂરા થયેલા એશિયા કપમાં પોતાની સદીના કારણે ICC T20 બેટ્સમેન રેન્કિંગમાં જોરદાર જમ્પ લગાવ્યો છે. તે 14 સ્થાન ઉપર ચઢીને 15માં સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ લગભગ ત્રણ વર્ષ બાદ અફઘાનિસ્તાન સામે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. તેણે સમગ્ર એશિયા કપમાં 276 રન બનાવ્યા હતા.

- Advertisement -

સદી બાદ કોહલીના રેન્કિંગમાં જોરદાર ઉછાળો

કોહલી પાસે T20 બેટ્સમેનોની ટોચની રેન્કિંગમાં પ્રવેશવાની સારી તક છે કારણ કે તે એશિયા કપ દરમિયાન ફોર્મમાં પરત ફર્યા બાદ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે. ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ (સાત સ્થાનની છલાંગ સાથે 23મા ક્રમે) અને શ્રીલંકાના સ્ટાર બેટ્સમેન ભાનુકા રાજપક્ષેને (34 સ્થાનની છલાંગ સાથે 34મા ક્રમે) T20 બેટ્સમેનોની રેન્કિંગમાં સારો ફાયદો થયો છે.

બોલિંગ રેન્કિંગમાં હસરંગા છઠ્ઠા ક્રમે

- Advertisement -

શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિન્દુ હસરાંગાને પણ એશિયા કપમાં તેના શાનદાર પ્રદર્શનનો ફાયદો થયો છે. એશિયા કપમાં ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ જાહેર થયા બાદ, શ્રીલંકાના મેચ-વિનર હસરંગા બોલરોની રેન્કિંગમાં ત્રણ સ્થાનની છલાંગ સાથે છઠ્ઠા સ્થાને અને ઓલરાઉન્ડરની યાદીમાં સાત સ્થાનની છલાંગ સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે.

ટોપ 10 બોલરોમાં ભુવનેશ્વર કુમાર

T20 બોલરોની યાદીમાં ભારતના ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર (ચાર સ્થાનની છલાંગ સાથે સાતમા સ્થાને) અને પાકિસ્તાનની જોડી હરિસ રઉફ (નવ સ્થાનની છલાંગ સાથે 25માં સ્થાને) અને મોહમ્મદ નવાઝ (સાત સ્થાનની છલાંગ સાથે 34મા ક્રમે) પહોંચી ગયા છે. નવી ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં ટોપ 10માં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ તાજેતરમાં ત્રણ મેચની સિરીઝ પૂરી થયા બાદ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓએ મોટી છલાંગ લગાવી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

વિમેન્સ એશિયા કપમાં ભારતનો આજે શ્રીલંકા સામે મુકાબલો થશે

ટી20 ક્રિકેટ ભારત છ વખત વન-ડે તથા બે વખત ટી20માં જીત્યું છેમિડલ ઓર્ડરમાં હસીની પરેરા અને હર્ષિતા સમરવિક્રમા જવાબદારી સંભાળશે કોવિડ-19ના કારણે ચાર વર્ષ બાદ...

ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી, અર્શદીપ-ચાહરે કેક કાપી કરી ઉજવણી

દક્ષિણ આફ્રિકા સામે બીજી T20 માટે ટીમ ગુવાહાટી પહોંચી બીજી મેચ 2 ઓક્ટોબરે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પેહલી મેચમાં જીતના હીરો અર્શદીપ-દીપક ચાહરે કેક કાપીભારતીય...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!