Sunday, September 25, 2022
Home Sports હાર્યું ભારત...દાદા રડી પડ્યા, દિલ ચીરી નાખે એવી હૃદયસ્પર્શી તસવીર વાયરલ

હાર્યું ભારત…દાદા રડી પડ્યા, દિલ ચીરી નાખે એવી હૃદયસ્પર્શી તસવીર વાયરલ

  • ઓસ્ટ્રેલિયા સામે ભારત હાર્યું
  • સ્ટેડિયમમાંથી વૃદ્ધ દાદાની તસવીર થઇ વાયરલ
  • સોશિયલ મીડિયા પર થઇ દાદાની તસવીરની ચર્ચા

    ઓસ્ટ્રેલિયા સામે T20I શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ટીમની સાથે સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો ખૂબ જ નિરાશ થયા હતા. ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ સ્ટેડિયમમાંથી ફેન્સની તસવીર સામે આવી છે. જેમાં ટીમ ઈન્ડિયાની હાર જોઈને એક વૃદ્ધ વ્યક્તિ રડવા લાગ્યા હતા. રડતા વૃદ્ધની આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

- Advertisement -

વૃદ્ધ ફેન્સની રડતી તસવીર વાયરલ

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીર એ જ 19મી ડેથ ઓવરની છે જેમાં ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડે ભુવનેશ્વર કુમારના બોલ પર ચોગ્ગાની હેટ્રિક મારી હતી. આ જોઈને વૃદ્ધ પોતાની જાતને રોકી ન શક્યા અને તેમની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. આ તસવીર જોઈને તમે પણ એ વૃદ્ધ ચાહકનું દર્દ સમજી શકશો.

- Advertisement -

ભારત 4 વિકેટે હારી ગયું

મોહાલીમાં રમાયેલી 20 ઓવરની આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે ઓપનર કેમરોન ગ્રીન અને એરોન ફિન્ચે ઓસ્ટ્રેલિયા માટે તોફાની શરૂઆત કરી હતી, બંનેએ 21 બોલમાં 39 રનની ભાગીદારી ઈનિંગ્સ રમી હતી. ફિન્ચ 22 રન બનાવી અક્ષરનો શિકાર બન્યો હતો. ગ્રીન અને સ્ટીવ સ્મિથે બીજી વિકેટ માટે 70 રન જોડ્યા હતા. ગ્રીને 26 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે 30 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા. આ પછી મેચની છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ 6 વિકેટે 211 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

રોહિતે હારનું કારણ જણાવ્યું

ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું, ‘મને નથી લાગતું કે અમે સારી બોલિંગ કરી છે. 200 એ બચાવ કરવા માટે સારો સ્કોર છે અને અમે મેદાનમાં અમારી તકો ઉઠાવી ન હતી. અમારા બેટ્સમેનોનો આ ઘણો સારો પ્રયાસ હતો, પરંતુ બોલરોએ ખરાબ પ્રદર્શન કર્યું હતું. આ બાબત આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે, પરંતુ શું ખોટું થયું તે સમજવા માટે આ અમારા માટે સારી તક છે.



Source link

- Advertisement -
RELATED ARTICLES

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

IND Vs AUS LIVE: 11 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 95/4

કેમેરોન ગ્રીને 21 બોલમાં 52 રન બનાવી આઉટ એરોન ફિન્ચ 7, સ્મિથ 9 રન બનાવી આઉટ અક્ષર-ભુવનેશ્વર-ચહલે ઝડપી વિકેટ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!