Monday, September 26, 2022
Home National મૃત્યુદંડ:સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચ સુનાવણી કરશે

મૃત્યુદંડ:સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચ સુનાવણી કરશે

  • સજા હળવી કરવા તેમજ સજાના અમલ પહેલાં આરોપીને બચાવની એક તક આપવાનો મત
  • સીજેઆઈ યુ યુ લલિતની બેન્ચે 17 ઓગસ્ટે ચુકાદો અનામત રાખ્યો 
  • જે તે કેસમાં મોતની સજા જરૂરી નથી તો તે જ દિવસે આરોપીને આજીવન કેદની સજા કરી શકાય

દેશભરમાં મૃત્યુદંડના કેસમાં નીચલી કોર્ટને નિર્દેશ આપવા માટે સુપ્રીમ કોર્ટની 5 જજની બંધારણીય બેન્ચ સુનાવણી કરશે. CJI યુ યુ લલિતનાં વડપણ હેઠળની 3 જજની બેન્ચે આ મામલો હવે 5 જજની બંધારણીય બેન્ચને મોકલી આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે અમને એવું લાગે છે કે આવા કેસમાં આરોપીની સજા ઓછી કરવા માટેનાં કારણો તેમજ સમય સંજોગોને ધ્યાનમાં લેવા જોઈએ અને તમામ કોર્ટો માટે આ અંગે સમાન નિયમો લાગુ પાડવા જોઈએ. કોર્ટને એમ લાગે કે જે તે કેસમાં મોતની સજા જરૂરી નથી તો તે જ દિવસે આરોપીને આજીવન કેદની સજા કરી શકાય. સજા હળવી કરવા તેમજ સજાનાં અમલ પહેલાં આરોપીને બચવાની એક તક આપવી જોઈએ. સીજેઆઈ યુ યુ લલિત તેમજ જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંશુ ધુલ્યાની બેન્ચે આ મામલે સુઓ મોટો કેસ ધ્યાને લીધો હતો અને મોતની સજાને હળવી કરવાની પરિસ્થિતિઓ અંગે ગાઈડલાઈન્સ પર ચુકાદો આપ્યો હતો.

- Advertisement -

ટ્રાયલ વખતે જ પરિસ્થિતિને લગતા પુરાવા ધ્યાને લેવા જોઈએ

કોર્ટે એ અંગે દિશાનિર્દેશો આપવાના હતા કે નીચલી કોર્ટમાં સુનાવણી વખતે કઈ પરિસ્થિતિમાં અને ક્યારે મોતની સજા ઓછી કરવા વિચારી શકાય? સીજેઆઈ યુ યુ લલિતની બેન્ચે 17 ઓગસ્ટે આ મુદ્દે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. તેમણે આ વખતે કહ્યું હતું કે, મૃત્યુદંડ એક એવી સજા છે કે જેમાં દોષિત કે આરોપી મૃત્યુ પામે તો તેનાં મૃત્યુ પછી ચુકાદાને કોઈપણ હાલતમાં બદલી શકાતો નથી. આથી આરોપીને તેનાં ગુનાની ગંભીરતા ઓછી છે તેવું સાબિત કરવા એક તક આપવી જોઈએ. જેથી કોર્ટને પણ એવું લાગે કે જે તે કેસમાં તેને મૃત્યુ દંડની સજા કરવાનું જરૂરી નથી. આથી મોતની સજાનાં કેસમાં ટ્રાયલ વખતે જ પરિસ્થિતિને લગતા તેમજ સમય અને સંજોગોને લગતા પુરાવાને સામેલ કરીને ધ્યાનમાં લેવા જોઈએ. નીચલી કોર્ટોએ ખાસ કરીને આ જોગવાઈઓને ધ્યાનમાં લેવી જોઈએ અને પછી જ આરોપીને મોતની સજા ફટકારવી જોઈએ.

એમપીની હાઈકોર્ટનાં ચુકાદા સંદર્ભમાં નિર્ણય

ઈરફાન નામની વ્યક્તિની અરજી પર કોર્ટે સુનાવણી કરી હતી જેમાં નીચલી કોર્ટે તેને મોતની સજા ફટકારી હતી જેને ઈરફાને પડકારી હતી. મધ્યપ્રદેશની હાઈકોર્ટે મોતની સજા બહાલ રાખી હતી. આ પછી સુપ્રીમ કોર્ટે 17 ઓગસ્ટે આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!