Wednesday, September 28, 2022
Home National સ્કૂલ લિફ્ટમાં ફસાયો મહિલા શિક્ષિકાનો એક પગ, તડપીને થયુ મોત

સ્કૂલ લિફ્ટમાં ફસાયો મહિલા શિક્ષિકાનો એક પગ, તડપીને થયુ મોત

  • મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના મલાડમાં થયો અકસ્માત
  • 26 વર્ષીય શિક્ષિકાનું કરૂણ મોત
  • લિફ્ટમાં ફસાતા મહિલાનું મોત

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના મલાડમાં એક સ્કૂલમાં લિફ્ટમાં ફસાઈ જવાથી 26 વર્ષીય શિક્ષિકાનું કરૂણ મોત થયું હતું. શિક્ષિકા લિફ્ટની અંદર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ત્યારે અચાનક લિફ્ટનો દરવાજો બંધ થઈ ગયો. મહિલા શિક્ષકનો એક પગ લિફ્ટની અંદર હતો અને બાકીનું શરીર લિફ્ટની બહાર હતું. ત્યારબાદ લિફ્ટ સાતમા માળ તરફ જવા લાગી અને આ અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થયા હતા.

- Advertisement -

અકસ્માતની જાણ થતાં જ શાળાનો સ્ટાફ શિક્ષકની મદદ માટે દોડી આવ્યો હતો. મહામહેનતે શિક્ષિકાને લિફ્ટમાંથી બહાર કાઢ્યા અને મલાડ પોલીસને જાણ કરી. પીડિત શિક્ષકાને નજીકની લાઈફલાઈન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મામલો મલાડ વેસ્ટની સેન્ટ મેરી ઈંગ્લિશ સ્કૂલનો છે. મૃતકની ઓળખ 26 વર્ષીય જેનેલ ફર્નાન્ડિસ તરીકે થઈ છે.

શાળા પ્રશાસને જણાવ્યું કે અકસ્માત શુક્રવારે બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે થયો હતો. મહિલા શિક્ષિકા છઠ્ઠા માળે ઊભી હતી. તેને બીજા માળે જવાનું હતું. પરંતુ લિફ્ટમાં પ્રવેશતા જ તેની સાથે આ અકસ્માત થયો.

જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે લિફ્ટ સાતમા માળ તરફ જવા લાગી ત્યારે મહિલા શિક્ષિકા લિફ્ટ અને દિવાલ વચ્ચે ફસાઈ ગઈ, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ. તેમની ચીસો સાંભળીને શાળાનો સ્ટાફ અને બાળકો મદદ માટે સ્થળ પર પહોંચી ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ શિક્ષિકાને મૃત જાહેર કર્યા.

હાલ મલાડ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. લિફ્ટ ખરાબ હતી કે કોઈ બેદરકારી હતી? આ જાણવા માટે પોલીસ લિફ્ટની જાળવણી કરતી એજન્સીની પૂછપરછ કરશે. આ સાથે શાળાના કર્મચારીઓના નિવેદન પણ નોંધવામાં આવશે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!