Monday, September 26, 2022
Home Science - Tech ઇન્સ્ટાગ્રામના યૂઝર્સ માટે રિટ્વિટ જેવું ફીચર આવશે

ઇન્સ્ટાગ્રામના યૂઝર્સ માટે રિટ્વિટ જેવું ફીચર આવશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇન્સ્ટાગ્રામની વિશેષ બોલબાલા છે. ઇન્સ્ટાગ્રામ યૂઝર્સનો બહોળો વર્ગ છે. તેથી જ સમયાંતરે પોતાના યૂઝર્સને આકર્ષવા ઇન્સ્ટાગ્રામ નવાં ફીચર લાવતું રહે છે. હવે ઇન્સ્ટાગ્રામમાં તમારી શૅર કરેલી પોસ્ટ 24 કલાક બાદ પણ જોવા દેશે. અલબત, નવા રિપોસ્ટ ફીચરની સાથે ઇન્સ્ટાગ્રામ ઓટોમેટિક 24 કલાક બાદ સ્ટોરી નીકળી જાય છે પણ હવે પોસ્ટ પર રિપોસ્ટનું ટેબ જોવા મળશે. સોશિયલ મીડિયા એનાલિસ્ટ મેટ નવારાએ એક ટ્વીટ કરીને આ ફીચરની જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે હાલમાં કેટલીક પ્રોફાઇલમાં ‘રિપોસ્ટ’ ટેબ જોવા મળી રહ્યું છે, જે યૂઝર્સની તસવીરો અને વીડિયોને રિપોસ્ટ કરવાનું કામ કરશે. યૂઝર્સે શૅર મેનુમાં પોતાની પ્રોફાઇલ પર પોસ્ટ શૅર કરવાનો વિકલ્પ આપવામાં આવશે. તે સિવાય કોઇ પોસ્ટને રિશૅર કરતા સમયે યૂઝર્સ તેના પર પોતાનું કેપ્શન કે રિએક્શન પણ લખી શકે છે, જેમ ટ્વિટર પર ક્વૉટ ટ્વીટ ફીચરની સાથે આ સુવિધા હાલમાં આપવામાં આવે છે. જોકે, ઇન્સ્ટાગ્રામે આ ફીચર વિશે કોઇ જાહેરાત હજી સુધી કરી નથી. ઇન્સ્ટાગ્રામ હંમેશની જેમ પહેલાં કેટલાક યૂઝર્સ સાથે ટેસ્ટિંગ કરશે અને તેમનો ફીડબેક પણ લેશે. જો યૂઝર્સ તરફથી પોઝિટિવ રિસ્પોન્સ આવશે તો ઇન્સ્ટાગ્રામ તરફથી લીલીઝંડી મળી જશે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

ડિજિટલ ફૂટપ્રિન્ટ ઘટાડવાના સાત ઉપાય

આજના સમયમાં ઈન્ટરનેટ તમામ વર્ગની વ્યક્તિ માટે એક પ્રાથમિક જરૂરિયાત બની ચૂક્યું છે, એક વાર કદાચ જમવાનું નહીં મળે તો ચાલશે પણ ડેટા કનેક્શન...

ચાર્જર વગર જ ચાર્જ થતી અદ્ભુત ટેક્નોલોજી

નજીકના સમયમાં હવાથી પણ ચાર્જ થશે સ્માર્ટફોન Wardenclyff Tower જેને Tesla Tower થી પણ ઓળખવામાં આવે છે. તેનું નિર્માણ Nikola Teslaએ વર્ષ 1901માં લોન્ગ...

વોટ્સએપના નવા ફીચરમાં જૂના મેસેજને પણ તારીખથી સર્ચ કરી શકાશે

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના યૂઝર્સનું આકર્ષણ વધારવા માટે સમયાંતરે નવાં ફીચર લાવે છે. અને તેથી તે હાલમાં નવાં ફીચર્સ પર કામ પણ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!