Sunday, September 25, 2022
Home Gujarat દિલ્હી દરવાજામાં વિઝા માટે ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવતી ફેક્ટરી ઝડપાઈ

દિલ્હી દરવાજામાં વિઝા માટે ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવતી ફેક્ટરી ઝડપાઈ

  • ઠગ ગેંગ એક ફાઇલના 20 લાખ પડાવતી હતી, પાંચ આરોપીની ધરપકડ
  • 200 સરપંચ, તલાટી, બેંક અને મ્યુનિ.ના સ્ટેમ્પ સહિતના દસ્તાવેજો અને પાંચ લાખ રોકડા મળી આવ્યા
  • 20 લોકોને વિદેશ મોકલ્યાની આશંકા, કુલ 40 ફાઇલ તૈયાર કરી હતી

શહેરના દિલ્હી દરવાજા પાસેના બી.જી. ટાવરમાં વિઝા માટે ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવતી ફેક્ટરી એસઓજીએ પકડી પાંચ શખસની ધરપકડ કરીને 8,50,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસને 5 લાખ રોકડા અને કોમ્પ્યુટર પણ મળી આવ્યા છે. આરોપી તેના બે પુત્રો અને ભત્રીજાને પણ સાથે રાખી કૌભાંડ આચરતો હતો. આરોપીઓએ અત્યારસુધીમાં 40 ફાઇલ બનાવી હતી અને 20 લોકોને વિદેશ મોકલી દીધા હોવાની આશંકા સેવાઈ રહી છે. એક ફાઇલના 20 લાખ આ ગેંગ પડાવતી હોવાનુ તપાસમાં બહાર આવ્યું છે.

- Advertisement -

દિલ્હી દરવાજાની બીજી ટાવરમાં એસઓજીએ દરોડો પાડીને સૂર્ય પ્રકાશ કોષ્ટી, અભિષેક કોષ્ટી , સહિત અન્ય ત્રણ આરોપી એમ કુલ પાંચ આરોપીઓને દબોચી લીધા છે. એસઓજીના ડીસીપી જયરાજસીંહ વાળાએ જણાવ્યુ છે કે, અમારી ટીમે અનેક વર્ષોથી બોગસ દસ્તાવેજો બનાવતી ગેંગ પકડી પાડી છે. આરોપીઓને જે જગ્યાએથી પકડયા ત્યાંથી 200 જેટલા સરપંચ, તલાટી, બેન્ક અને કોર્પોરેશનના સ્ટેમ્પ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી. કહેવાય છે કે, તમામ સરકારી કચેરીના સિક્કા આ આરોપીઓ પાસે હતા. પહેલા આરોપીઓ નાના કામ કરતા હતા, પણ ચારેક વર્ષથી અનેક કામ હાથમાં લઈ કરોડો રૂપિયા કમાઈ બેઠા છે. આરોપીઓ બેન્ક સ્ટેટમેન્ટ, જન્મ દાખલો સહિતના જે જોઈએ તે ડોક્યુમેન્ટ બનાવવા માટે આ ફેકટરી બનાવી બેઠા હોવાનું સામે આવ્યું છે. જે સરકારી કચેરીમાં પોતાના સિક્કા નહિ હોય તે તમામ સિક્કા અને ડોક્યુમેન્ટ આરોપીઓ પાસે હતા.આરોપીઓએ અત્યારસુધીમાં અનેક લોકોને વિદેશ મોકલ્યા જે તમામ લોકો મોટાભાગે પાટીદાર હોવાનું સામે આવ્યું છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

વાઘોડિયાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી 6 ફુટના અજગરનું રેસક્યુ

રેસક્યુ કરી અજગર વન વિભાગને સોપવામાં આવ્યોઅર્ધો કલાકની જહેમત બાદ ઝડપી પાડવામાં આવ્યો ટ્રસ્ટના કાર્યકરોએ અજગરનું રેસક્યુ કર્યું વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી શનિવારે...

સહકારી ક્ષેત્રે બે પક્ષોનું ઇલુ ઇલુ ચાલતું હતું, મે બંધ કર્યું: પાટીલ

રાજકોટ જિલ્લા સહકારી બેંકની જામકંડોરણામાં સામાન્ય સભા મળીવડાપ્રધાન 11 ઓક્ટોબરે જામકંડોરણાની મુલાકાત કરશે: પાટીલમોસમી ધિરાણ તેમજ અન્ય ધિરાણ આપવા જાહેરાત કરી રાજકોટ જિલ્લા સહકારી બેંકની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

VIDEO : ઉર્ફી જાવેદની એરપોર્ટ પર ખુશનુમા અદા, નવા લુકમાં આપ્યા પોઝ

નવા લુક સેન્સ માટે જાણીતી ઉર્ફી જાવેદની વધુ એક કાતિલ અદાથી ચાહકોના હોશ ઉડ્યા ઉર્ફી જાવેદે ફ્લાવર ડિઝાઈનની બ્રાલેટ સાથે ડેનિમ શોર્ટ સ્કર્ટમાં એરપોર્ટ પર...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!