Tuesday, September 27, 2022
Home International ઇંગ્લેન્ડમાં મંદિર બહાર ઉમટેલી ભીડે અલ્લાહ-હૂ-અકબરના નારા લગાવ્યા

ઇંગ્લેન્ડમાં મંદિર બહાર ઉમટેલી ભીડે અલ્લાહ-હૂ-અકબરના નારા લગાવ્યા

  • સ્મેથવિકમાં હિન્દુ મંદિર બહાર પ્રદર્શનકારીઓએ અલ્લાહ-હુ-અકબરના નારા લગાવ્યા
  • પરિસ્થિતિ બેકાબૂ થતા પોલીસને કરાઇ જાણ
  • અપના મુસ્લિમ્સ નામના સોશિયલ મીડિયા પર મંદિર બહાર શાંતિપૂર્ણ વિરોધનું કરાયું હતું આહ્વાન

ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સના સ્મેથવિકમાં એક હિન્દુ મંદિરની બહાર લગભગ 200 લોકોના ટોળાએ હોબાળો મચાવ્યો હતો. આ પ્રદર્શનકારીઓમાં મોટાભાગના મુસ્લિમ સમુદાયના હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ અલ્લાહ-હુ-અકબરના નારા લગાવ્યા હતા. આને એક પ્રકારનું આયોજનબદ્ધ પ્રદર્શન ગણાવવામાં આવી રહ્યું છે.

- Advertisement -

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ ઘટનાના વીડિયોમાં એક ખાસ સમુદાયની ભારે ભીડને સ્પૉન લેનમાં દુર્ગા ભવન હિન્દુ મંદિરની તરફ કૂચ કરતા જોઈ શકાય છે. આમાંના ઘણા વિરોધીઓને અલ્લાહ-હુ-અકબરના નારા લગાવતા સાંભળી શકાય છે. પરિસ્થિતિ બેકાબૂ બનતી જોઈને પોલીસને તેની જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કેટલાક પ્રદર્શનકારીઓ મંદિરની દિવાલો પર ચઢી ગયા હતા.

મંદિરની બહાર ભીડ કેવી રીતે પહોંચી?

- Advertisement -

બર્મિંગહામ વર્લ્ડના અહેવાલ મુજબ અપના મુસ્લિમ્સ (Apna Muslims) નામના સોશિયલ મીડિયા એકાઉન્ટે મંગળવારે દુર્ગા ભવન મંદિરની બહાર શાંતિપૂર્ણ વિરોધનું આહ્વાન કર્યું હતું. ત્યારબાદ મંગળવારે મંદિરની બહાર ભારે ભીડ એકઠી થવા લાગી અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ મામલે હિન્દુ મંદિરના પૂજારીએ કહ્યું છે કે અમારા મંદિરમાં તમામ સમુદાયના લોકો આવે છે. અહીં સ્થિતિ બગાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. પરંતુ અમારી તરફથી કોઈ સમસ્યા નથી.

બીજી તરફ ઇમામ જૂથના પ્રમુખ અને સેન્ડવેલમાં બહુ-ધર્મ જૂથના પ્રમુખ રાગીહ મુફલિહીએ જણાવ્યું હતું કે તમામ ધર્મોના નેતાઓ કોઈ અપ્રિય પરિસ્થિતિ ફેલાવવા દેશે નહીં.

પોલીસનું નિવેદન

સ્મેથવિકમાં એક હિંદુ મંદિરની બહાર ગરબડના સમાચાર મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે કહ્યું કે અમને માહિતી મળી હતી કે વેસ્ટ બ્રોમવિચમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તેનું કારણ સ્પાન લેનમાં મંદિરમાં વક્તાનો કાર્યક્રમ હતો. જો કે એવું કહેવામાં આવ્યું હતું કે પછીથી ઇવેન્ટ રદ કરવામાં આવી છે. આ સાથે જે વ્યક્તિનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો તે યુકેમાં રહેતો નથી.

પોલીસ પ્રવક્તાએ કહ્યું કે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન અને વિરોધ કરવાના અધિકારને જાળવી રાખવાનો અમારો લાંબો ઇતિહાસ છે. પરંતુ આવા પ્રદર્શનોથી સામાન્ય જનતાને અગવડતા ન પડે તેનું પણ ધ્યાન રાખવાનું છે.

ઈંગ્લેન્ડના લેસ્ટરમાં તોડફોડ થઈ હતી

આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ગયા મહિને ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ બાદ પૂર્વ ઈંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં બે સંપ્રદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ દરમિયાન હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને મંદિરની ઉપરનો ભગવો ધ્વજ ઉતારીને ફેંકી દેવામાં આવ્યો હતો.

પોલીસે આ ઘટનાને ગંભીર અવ્યવસ્થાનો મામલો ગણાવ્યો હતો. ત્યારબાદ લંડનમાં ભારતીય હાઈ કમિશને નિવેદન જારી કરીને આ ઘટનાની સખત નિંદા કરવી પડી. કમિશને બ્રિટનમાં હિંદુ સમુદાય સામેની હિંસાની નિંદા કરી અને અસરગ્રસ્તોને રક્ષણ આપવાની હાકલ કરી. આ કેસમાં અત્યાર સુધીમાં 47 લોકોની ધરપકડ કરવામાં આવી છે.Source link

- Advertisement -
RELATED ARTICLES

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

ઈરાનમાં હિજાબ બાબતે અમીની પછી હદીસ નજફી પર પોલીસે ગોળીઓ ચલાવી

આ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 76 લોકોએ જીવ ગુમાવ્યાનજફી ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો વિશ્વના અનેક શહેરોમાં આવા જ પ્રદર્શનો થઈ રહ્યા...

PM મોદી જાપાનના વડાપ્રધાનને મળ્યા, કહું આજે હું બહુ દુખી છું

આબેની 8 જુલાઈના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતીવડાપ્રધાન શિંજો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે ક્વોડ લીડર્સ સમિટ માટે જાપાન ગયા હતા વડા પ્રધાન નરેન્દ્ર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!