Saturday, October 1, 2022
Home Gujarat મહુવામાં સમીસાંજે દંપતીએ સજોડે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દિધું

મહુવામાં સમીસાંજે દંપતીએ સજોડે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દિધું

  • નૂતનનગર વાલ્મિકીવાસમાં બન્યો બનાવઃ અરેરાટી સાથે આઘાત
  • આપઘાતનું કારણ અકબંધ : પુત્રના મૃત્યુના વિયોગમાં પગલું ભર્યાની ચર્ચા

મહુવા શહેરમાં નૂતનનગર વાલ્મિકીવાસમાં રહેતાં દંપતીએ આજે સાંજના સુમારે પોતાના ઘરે સજોડે આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે આઘાત છવાયો હતો.

- Advertisement -

બનાવની વિગત એવી છે કે,મહુવા શહેરમાં નુતનનગર શાળા નંબર 12 પાસે વાલ્મિકી વાસમાં રહેતા મુકેશભાઈ મનજીભાઈ મહિડા (ઉં.વ. આશરે 35) અને તેના પત્ની છાયાબેન મુકેશભાઈ મહિડાએ આજે સાંજના 7:30 કલાક આસપાસ પોતાના ઘરે પંખા સાથે દોરડુ બાંધીને ગળાફંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.બનાવની જાણ થતાં જ મહુવા પોલીસ કાફલો ઘટના સ્તળે દોડી ગયો હતો.અને બન્ને મૃતદેહનો કબ્જો લઈ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલ્યા હતા.જયારે, દંપતીના આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. તો,આ તરફ દંપતીના સજોડે આપઘાતના સમાચાર વાયૂવેગે પ્રસરતાં સમાજના લોકો અને આગેવાનો પણ સરકારી હોસ્પિટલ દોડી ગયા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં દંપતીના સજોડે આપઘાતનું સચોટ કારણ બહાર આવ્યું નથી. પરંતુ, સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ એક માસ પૂર્વે મૃતક દંપતીના એકના એક સંતાન પાંચ વર્ષીય પુત્રનું ખુરશી ઉપર રમતા-રમતાં પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થવાના મૃત્યુ થયું હતું જેના આઘાતમાં માતા-પિતાએ સજોડે આ અંતિમ પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જયારે, બનાવને લઈ સમગ્ર પંથકમાં આઘાત સાથે અરેરાટી પ્રસરી ગઈ છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!