Friday, October 7, 2022
Home National દેશી દારૂ વધુ પીવાથી 7 વર્ષના બાળક સહિત 8 લોકોના મૃત્યુ

દેશી દારૂ વધુ પીવાથી 7 વર્ષના બાળક સહિત 8 લોકોના મૃત્યુ

  • ઓડિશાના મલકાનગિરિમાં બનેલો ગંભીર બનાવ, 15 દિવસમાં કુલ 8 લોકોના મૃત્યુ
  • જિલ્લામાં મહિલાઓ અને બાળકો પણ દેશી દારૂ પીવાના બંધાણી બની રહ્યા છે
  • હૉસ્પિટલમાં ચાર વર્ષના બાળકમાં પણ વધુ પડતા આલ્કોહોલના લક્ષણ મળ્યા

ઓડિશામાં છેલ્લા 15 દિવસમાં વધુ પડતો દારૂ પીવાથી 8 લોકો મૃત્યુ પામ્યા છે. તેમાં એક 7 વર્ષનો છોકરો પણ છે. આ ઘટના ઓડિશાના મલકાનગિરિ જિલ્લાની હોવાનું જણાવવામાં આવ્યું છે. આટલા બધા મૃત્યુ નીપજતાં સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ છવાયો છે. અધિકારીઓએ જણાવ્યું કે બધા મૃત્યુ પાછળ વધુ પડતો દારૂ પીવાનું કારણ બહાર આવ્યું છે.

- Advertisement -

મિથિલિ વિભાગના હલદીકુંડ ગામમાં સાત વર્ષના એક છોકરાને પગમાં સોજા રહેતા હતા. એ પછી તેનું મૃત્યુ નીપજ્યું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું કે વધુ પડતો દારૂ પીવાથી તેનું મૃત્યુ થયું છે. મલકાનગરીના ચીફ મૅડિકલ એન્ડ હેલ્થ ઓફિસર પ્રફુલ્લ નંદાએ જણાવ્યું કે વધુ પડતો દેસી દારૂ પીવાથી આઠ લોકો મૃત્યુ પામ્યા છે.

ચોંકાવનારી માહિતી આપતાં તેમણે જણાવ્યું કે જિલ્લામાં મહિલાઓ અને બાળકો પણ દેશી દારૂ પીવાના બંધાણી બની રહ્યાં છે. તેમણે દાવો કર્યો કે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચાર વર્ષના એક બાળકમાં પણ વધુ પડતા આલ્કોહોલના લક્ષણ મળ્યા છે. તેની માતા વધુ પડતો દારૂ પીવાથી મૃત્યુ પામી હતી. વધુ પડતા દેશી દારૂના સેવનથી કિડની અને લિવર ફેઈલ થઈ જાય છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચમચાગીરીની હદ હોય… રાષ્ટ્રપતિ વિશે કોંગ્રેસ નેતા ઉદિત રાજની જીભ લપસી

કોંગ્રેસી નેતા હવે ખુલાસા કરવા મજબૂરઉદિત રાજના નિવેદન બદલ NCWએ નોટિસ ફટકારી ભાજપે નિવેદનને સીધું કોંગ્રેસની આદિવાસી વિરોધી માનસિકતા સાથે જોડયું કોંગ્રેસના વિવાદપ્રિય નેતા ઉદિત...

ઉત્તરાખંડ હિમસ્ખલન કરુણાંતિકાનો મૃત્યુઆંક વધીને 16 પર પહોંચ્યો

હજુ સુધીમાં આ હિમસ્ખલનમાં કુલ 16 લોકોના મોત થયા છેનેહરુ ઇન્સ્ટીટયૂટ ઓફ માઉન્ટેનિરિંગના અનુસાર વધુ 12 મૃતદેહ મળી આવ્યા તાલીમાર્થીઓ પર્વતારોહણ અભિયાનને અંજામ આપ્યા બાદ...

સપ્ટેમ્બરમાં દેશમાં સર્વિસ સેક્ટરનો વૃદ્ધિદર છ મહિનાની નીચી સપાટી પર પહોંચ્યો

ભારતનો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) 54.3ના સ્તર પર રહ્યોસતત 14મા મહિને સર્વિસ PMI 50ના સ્તરની ઉપર જળવાયો છે જે વિસ્તરણ દર્શાવે છે . સપ્ટેમ્બરમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!