Friday, October 7, 2022
Home Gujarat સોમવારથી યુનિ. યુવક મહોત્સવનો આરંભ 44 કોલેજના 725 વિદ્યાર્થીની કલા સાધના

સોમવારથી યુનિ. યુવક મહોત્સવનો આરંભ 44 કોલેજના 725 વિદ્યાર્થીની કલા સાધના

  • યુવક મહોત્સવમાં અલગ- અલગ 5 વિભાગની 34 સ્પર્ધાઓ સ્પર્ધાઓ યોજવામાં આવશે
  • કાલે શહેરના કાળીયાબીડ પાણીની ટાંકી ખાતેથી કલાયાત્રા : 300 સ્પર્ધકો જોડાશે
  • કેબીનેટ શિક્ષણ મંત્રી વાઘાણીના હસ્તે યુવક મહોત્સવ ખુલ્લો મુકાશે
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તક્ષશીલા ઈન્સ્ટીટયુટ ઓફ્ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના યજમાનપદે આગામી તા.19મીથી ત્રણ દિવસ માટે ‘ અમૃત રંગ ‘ 2022 યુવા ઊર્જા મહોત્સવ શીર્ષક હેઠળ સ્પર્ધાત્મક યુવક મહોત્સવ યોજવામાં આવશે. યુનિ. યુવક મહોત્સવમાં 44 કોલેજના 725 છાત્રો પોતાની કલા પ્રસ્તૃત કરશે.એટલે કે, કૅમ્પસમાં યુવાઓની વસંત ખિલશે. યુનિ. યુવક મહોત્સવમાં 725 છાત્રો કલા સાધના કરશે

તા .19-20-21 સપ્ટેમ્બરના યોજાનારા ભાવનગર યુનિવર્સિટીના ત્રીદિવસીય યુવક મહોત્સવ અંતર્ગત યુનિ.ના નવા કેમ્પસ સ્થિત એમ્ફી થીયેટર , અટલ ઓડીટોરીયમ , જુનો કોર્ટ હોલ , બાહ્ય અભ્યાસક્રમ વિભાગ અને અંગ્રેજી ભવન ખાતે અલગ અલગ 5 વિભાગની 34 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં યુનિ . સંલગ્ન / સંચાલિત 44 થી વધુ કોલેજ – ભવનોના અંદાજે 725થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે .જ્યારે યુવક મહોત્સવના આકર્ષણ સમાન કલાયાત્રા ઉદ્ઘાટન સમારોહની પૂર્વ સંધ્યાએ એટલે કે, તા.18ના સાંજના 4:30 કલાકે કાળીયાબીડ પાણીની ટાંકીથી નીકળશે. જેમાં 300થી વધુ સ્પર્ધકો અને વિદ્યાર્થીઓ હાજર રહેશે.

- Advertisement -

સમગ્ર કાર્યક્રમ અંગે યુનિ.ના કુલસચિવ ડૉ. કે. એલ.ભટ્ટે જણાવ્યું હતુ કે, યુનિવર્સિટીના આંગણે યોજાયેલા આ મનપાંચમના મેળાસમાન 30માં આંતર કોલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવનો આગામી તા.19 સપ્ટેમ્બરને સોમવારના સવારે 10:30 કલાકે યુનિ. એમ્ફી થીએટર ખાતે યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. એમ.એમ .ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાશે.

જ્યારે તા . 1 ને બુધવારે બપોરે 3:30 કલાકે આજ સ્થળે ભાવનગર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ . એમ. એમ.ત્રિવેદીના અધ્યક્ષસ્થાને યુવક મહોત્સવ નો સમાપન સમારોહ યોજાશે . જેમાં પ્રો.ડૉ. ચેતન ત્રિવેદી ( કા. કુ., ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.) ઉપસ્થિત રહેશે . ઉપરાંત આ સમાપન સમારોહ વેળાએ ઇશાની દવે ( પ્લેબેલ સિંગર ) , RJ આકાશ સહિતના ઉપસ્થિત રહેશે . ડૉ.મંથન કાનાણી ( સ્વતંત્ર ફ્લ્મિ નિર્દેશક અને નિર્માતા * The Ageless * 16 આંતરરાષ્ટ્રીય માન્યતાઓ પ્રાપ્ત ફ્લ્મિ) વિશેષ ઉપસ્થિત રહેશે . જ્યારે યુવક મહોત્સવની રૂપરેખા યુનિ.ના શારિરીક શિક્ષણ નિયામક ડૉ.દિલિપસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવી હતી. તેમજ યજમાન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટ્રી મૌલિકભાઈ પાઠક દ્વારા યુવક મહોત્સવની પ્રવર્તમાન સંદર્ભે મહત્તા અને યુવા કલાકારોને પ્રોત્સાહિત કરવા આયોજન હાથ ધર્યુ હોવાનું જણાવ્યું હતું .તેમજ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહ અને સમાપન સમારોહમાં યુવક મહોત્સવના સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.તેમણે ભાવનગરવાસીઓને યુવક મહોત્સવ નિહાળવા માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. તેઓ માટે પણ બેઠકની વ્યવસ્થા કરવામા આવશે.તેમ તેઓએ જણાવ્યુ હતું.

કૅમ્પસમા સ્પર્ધકો માટે વિનામૂલ્યે રિક્ષાની વ્યવસ્થા કરાશે

ભાવનગર યુનિવર્સિટીના કૅમ્પસમાં સ્પર્ધકોને જૂદા-જૂદા સ્ટૅજ પર પહોચવામાં કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તે માટે વિનામૂલ્યે ત્રણ દિવસ માટે રિક્ષા ફરશે.તેમ યજમાન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મૌલિકભાઈ પાઠકે જણાવ્યુ હતું.

- Advertisement -

કેબીનેટ શિક્ષણ મંત્રી વાઘાણીના હસ્તે યુવક મહોત્સવ ખુલ્લો મુકાશે

રાજ્યના કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી રંગારંગ યુવક મહોત્સવનું ઉદ્ઘાટન કરી વિધિવત ખુલ્લો મુકશે . જ્યારે ઉદ્ઘાટન સમારોહ વેળાએ મુખ્ય અતિથી તરીકે અભિષેક જૈન ( પ્રખ્યાત ફ્લ્મિ નિર્માતા અને નિર્દેશક ) તથા ડૉ .અર્જુનસિંહ રાણા ( કુલપતિ , સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનીવર્સીટી) ખાસ હાજરી આપશે .જ્યારે કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલ , કીર્તિબેન દાણીધારિયા ( મેયર) , ડૉ.ભારતીબેન શિયાળ ( સાંસદ ભાવનગર) , વિભાવરીબેન દવે , (ધારાસભ્ય ભાવનગર પૂર્વ),સફીન હસન (એ.એસ.પી. ભાવનગર ) હાજરી આપશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!