Wednesday, September 28, 2022
Home Gujarat ગણેશ પંડાલમાં ડાન્સરો સાથે ઠૂમકા, દારૂની છોળો ઉડાડનારા 7 પકડાયા

ગણેશ પંડાલમાં ડાન્સરો સાથે ઠૂમકા, દારૂની છોળો ઉડાડનારા 7 પકડાયા

  • લિસ્ટેડ બુટલેગર એલુ ડેલુ આણી મંડળીએ બેખૌફ બની કર્યો હતો તાયફો
  • દારૂની પાર્ટીનો વીડિયો વાયરલ થતા મહિધરપુરા પોલીસ દોડતી થઇ હતી
  • ધાર્મિક લાગણી દુભાવનારાને પાઠ ભણાવવાને બદલે પોલીસે આપી VIP ટ્રીટમેન્ટ

બેગમપુરાની મપારા શેરીમાં વિસર્જનની આગલી રાત્રે ગણેશ પંડાલમાં ડાન્સરોને બોલાવી ઠુમકા મારવા સાથે બિંદાસ્ત બની દારૂની પાર્ટીનો વીડિયો વાયરલ થતા મહિધરપુરા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી લિસ્ટેડ બુટલેગર એલુ ડેલુ સહિત સાતને અટકાયતમાં લીધા હતા. જોકે, ભક્તોની ધાર્મિક લાગણી દુભાવનારા આ તત્ત્વોને કાયદાનો કડક પાઠ ભણાવવાને બદલે પોલીસે વીઆઇપી ટ્રીટમેન્ટ આપતા નવો વિવાદ શરૂ થયો છે.

- Advertisement -

મળતી વિગતો પ્રમાણે ગણપતિ બાપ્પાના પંડાલમાં ડાન્સરોને બોલાવી દારૂની પાર્ટીનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં કેટલાંક યુવકો ડાન્સરો સાથે ઠુમકા મારતા તેમજ બિંદાસ્ત બની બિયરની બોટલ સાથે નાચતા નજરે પડયા હતા. દારૂની છોળો ઉડાડવા સાથે નશામાં ચકચૂર યુવકોએ ચલણી નોટોનો પણ વરસાદ કર્યો હતો. વિસર્જનની રાત્રે બેગમપુરાની મપારા શેરીમાં યોજાયેલી આ જલસા પાર્ટી અંગે સ્થાનિક મહિધરપુરા પોલીસ ધરાર ઊંઘતી ઝડપાઇ હતી.

કિન્નરો સાથે અશ્લીલ ડાન્સ કરતા યુવકોને ઓળખી કઢાયા

- Advertisement -

દરમિયાન અગ્રિમ અખબાર સંદેશમાં આ અંગેનો સતસવીર અહેવાલ પ્રસિદ્ધ થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે વીડિયોની ખરાઇ કરી હતી. વીડિયોમાં કિન્નરો સાથે અશ્લીલ ડાન્સ કરતા યુવકોને ઓળખી કઢાયા હતા. મહિધરપુરા પોલીસે આ મામલે સ્થાનિક યુવક હિરેન રાણાની ફરિયાદ લઇ ગુનો નોંધ્યો હતો. જેના આધારે પોલીસે અનિલ ઉર્ફે એલુ ડેલુ રમેશ રાણા (રહે- નસરવાનજી પાર્ક, ભાઠેના), કલ્પેશ ધનસુખ રાણા, પરેશ અમરતભાઇ રાણા, કિશોર રમેશચંદ્ર રાણા, હેમંત ઉર્ફે બાલી ચંદ્રકાંત રાણા, નરેશ ઉર્ફે જોની પ્રાણજીવન રાણા અને નિલેશ હરીશ રાણાની ધરપકડ કરી હતી.

પોલીસનો એજન્ટ બનીને ફરતો એલુ ડેલુ બેફામ બની ગયો

વધુમાં આરોપીઓ પૈકી અનિલ ઉર્ફે એલુ ડેલુ, હેમંત અને નરેશ બુટલેગર છે. એલુ ડેલુનો સ્થાનિક મહિધરપુરા પોલીસ સાથે ઘરોબો હોવાનું પણ કહેવાય છે. દરમિયાન લોકોની ધાર્મિક લાગણી દુભાવી બિંદાસ્ત બની ડાન્સરોને બોલાવી બિયર પાર્ટી કરનારા આ તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાને બદલે મહિધરપુરા પોલીસે અટકાયત બાદ સાતેય આરોપીની જમાઇની જેમ સરભરા કરી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. પોલીસના એજન્ટ બનીને ફરતા નામચીન એલુ ડેલુ એન્ડ મંડળીએ ગણેશ પંડાલમાં પાર્ટી કર્યા બાદ દારૂની બોટલો રસ્તામાં જ છોડી દીધી હતી. જે બોટલો ચાર દિવસ બાદ આજે પોલીસે કબ્જે લીધી હોવાનું કહેવાય છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!