Monday, September 26, 2022
Home Gujarat વિદેશ મોકલવાની લાલચ આપી ઠગાઈ : દંપતી સહિત 4 ઝડપાયા

વિદેશ મોકલવાની લાલચ આપી ઠગાઈ : દંપતી સહિત 4 ઝડપાયા

  • કેનેડાની વર્ક પરમિટ અપાવવાના નામે 100થી વધુ લોકોને ઠગ્યા
  • વિઝિટર વિઝા ન મળતા ભોગ બનનારે ફરિયાદ કરી અને ભાંડો ફૂટયો
  • મોટાભાગે પાટીદાર સમાજના લોકોને જ ટાર્ગેટ કરતા હતા, બે ફરાર

કેનેડાની વર્ક પરમિટ મેળવવાના નામે 100થી વધુ લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર ગેંગના ઠગ દંપતી સહિત ચાર આરોપીઓની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે. આ ગેંગમાં છ આરોપી હોવાનું પોલીસે જણાવ્યું છે. હજુ એક ઠગ દંપતી ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ટોળકી ફ્ક્ત પાટીદાર સમાજના યુવાનોને જ ટાર્ગેટ કરતી હતી. ચાર આરોપીની ધરપકડ બાદ બાદ મસમોટા રેકેટનો પર્દાફાશ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઠગ ટોળકીએ ઇન્ડિયા લાર્જેસ્ટ કોમ્યુનિટી એપ કુટુંબ નામનું વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું હતું, જેમાં લોકોને કેનેડાના વર્ક પરમિટ અપાવવાની લાલચ આપતા હતા. મુખ્ય સૂત્રધાર કલ્પેશ પટેલ અંબાજીના એસટી ડેપોમાં ડેપો મેનેજર તરીકે નોકરી કરે છે. તેની પત્ની લોકોને 8.50 લાખમાં કેનેડાના વર્ક પરમિટ અપાવવાની લાલચ આપતી હતી. કલ્પેશ લોકો પાસેથી ચેક લઈ પત્ની હીના સહિત અન્ય આરોપીઓના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવતો. કલ્પેશ પટેલ, હીના પટેલ, બાબુ પટેલ અને ઋત્વિક પટેલ તેમના જ સમાજના લોકોને ટાર્ગેટ કરતા અને તેમની સાથે છેતરપિંડી કરતા હતા. આ મામલે આરોપીઓએ કેનેડાના વર્ક પરમિટ વિઝા આપવાને બદલે કમિશન માટે અને વિઝિટર વિઝા ફઇલની પ્રોસેસ શરૂ કરી દીધી હતી. પરંતુ વિઝિટર વિઝા ન મળતા અંતે ભોગ બનનારે 6 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ કેસમાં ગણપત પટેલ અને શ્વેતા પટેલ ફરાર હોવાથી પોલીસે શોધખોળ હાથ ધરી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!