Tuesday, September 27, 2022
Home Gujarat આંગડિયા પેઢીના લૂંટના તરકટ કેસમાં ભાવનગરથી 4 આરોપી 57.45 લાખ સાથે પકડાયા

આંગડિયા પેઢીના લૂંટના તરકટ કેસમાં ભાવનગરથી 4 આરોપી 57.45 લાખ સાથે પકડાયા

  • આ કેસના મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓ અગાઉ પોલીસના હાથે ઝડપાઈ ચૂકયા છે
  • તા. 8 સપ્ટેમ્બરે ગુરુવારે બપોરે પીએમ જૂના આંગડિયા પેઢીના કર્મીએ જ તરકટ રચ્યું હતું
  • પોલીસે માત્ર 20 જ મીનીટમાં લૂંટનું તરકટ હોવાનો ભેદ ઉકેલ્યો હતો

સુરેન્દ્રનગરના વઢવાણ એપીએમસીમાં પી.એમ. જુના આંગડીયા પેઢીમાં તા. 8ના રોજ ઓફીસના કર્મીને માર મારી 4 શખ્સોએ રૂ. 71,44,240 રોકડાની લૂંટ કરી હતી. પોલીસ તપાસમાં ઓફીસના કર્મચારીએ જ મીત્ર સાથે મળી લૂંટનું તરકટ રચ્યુ હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે ત્રણ અગાઉ ત્રણ શખ્સ બાદ વધુ 4 આરોપીને ભાવનગર જિલ્લામાંથી રૂ.57,45,000 સાથે પકડી પાડયા છે.

- Advertisement -

વઢવાણ ખેત ઉત્પાદન બજાર સમીતીમાં પીએમ જુના આંગડીયા પેઢીની ઓફીસ આવેલી છે. આ ઓફીસ ભાગીદારીમાં પૃથ્વીરાજસીંહ બળદેવસીંહ ઝાલા અને મહીપાલસીંહ મહાવીરસીંહ ઝાલા ચલાવે છે. આંગડીયા પેઢીની આ ઓફીસમાં છેલ્લા ત્રણ વર્ષણી કામ કરતા અને રતનપરમાં રહેતા યશપાલ ચૌહાણે તા. 8ને ગુરૂવારે બપોરના સમયે માલીકને ફોન કરી 4 શખ્સોએ આવી માર મારી રૂપીયા લૂંટ કરી હોવાની જાણ કરી હતી. પોલીસે આવી સીસીટીવી જોતા ડીવીઆરના વાયર કપાયેલા હતા. આથી બાજુની ઓફીસના સીસીટીવી જોતા આ સમયગાળામાં ઓફીસમાં કોઈ આવ્યુ જ ન હોવાની વિગતો બહાર આવી હતી. આથી યશપાલ ચૌહાણ તરફ શંકા જતા પોલીસે તેની આકરી પુછપરછ કરતા તેણે પૈસાની જરૂર હોય લૂંટનું તરકટ રચ્યુ હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે તેની સ્કુટરની ડેકીમાંથી રૂ.11,44,240 જપ્ત કર્યા હતા. જયારે તેનો મીત્ર રવીરાજસીંહ મોરી 60 લાખ પોલો કારમાં આવેલા ભાવનગર જિલ્લાના સીદસર ગામના કલ્પેશ ઉર્ફે કપો નાથાભાઈ કોતરને આપી આવ્યાનુ ખુલતા પોલીસે ભાવનગરના હરપાલસીંહ જીતેન્દ્રસીંહ યાદવને પણ બનાવના થોડા દિવસ બાદ પકડી લીધો હતો.

બીજી તરફ પોલો કારમાં સવાર થઈને પૈસા લઈને ગયેલા કલ્પેશે ફરાર હતા. ત્યારે એસપી હરેશ દુધાત અને ડીવાયએસપી એચ.પી.દોશીના માર્ગદર્શનથી તપાસ કરી સીદસર ગામનો કલ્પેશ કોતર શીહોર-ભાવનગર રોડ પર આવેલ ખાખરીયા ગામના પાટીયા પાસે આવેલ હનુમાનજીના મંદીર પાસે હોવાની બાતમી મળતા પોલીસે કલ્પેશ અને તેના સાથીદારોને ઝડપી લીધા હતા. આ ચારેય શખ્સો પાસેથી રોકડા રૂપીયા 57,45,000 રીકવર પણ કરાયા છે. આ ઉપરાંત ગુનાના કામે વપરાયેલ પોલો કાર, સ્વીફટ કાર અને એકટીવા પણ કબજે લેવાયુ છે.

વગર મહેનતે પૈસાવાળા થઈ જવા માટે લૂંટનો પ્લાન રચ્યો હતો

આંગડીયા પેઢીમાં કામ કરવાની સાથે સાથે યશપાલ ચૌહાણ કાર લે-વેચનો પણ ધંધો કરતો હતો. જયારે ભાવનગરનો કલ્પેશ તબેલા ચલાવવાની સાથે કાર લે-વેચનો ધંધો કરતો હતો. આથી કારની લે-વેચમાં બન્ને એક બીજાની સંપર્કમાં આવ્યા હતા. અને વગર મહેનતે પૈસાવાળા થઈ જવા માટે લૂંટનો પ્લાન રચ્યો હતો.

- Advertisement -

હરપાલસિંહ યશપાલનો સબંધી

સુરેન્દ્રનગરનો યશપાલ અને ભાવનગરનો હરપાલસીંહ બન્ને સગા હોઈ 25 લાખનું આંગડીયુ હરપાલસીંહ લેવા ગયો હતો. જયાંથી નાણાં સુરેન્દ્રનગર મોકલ્યા હતા. સુરેન્દ્રનગર આવેલા 25 લાખ રવીરાજસીંહ લેવા ગયો હતો. ત્યારબાદ યશપાલના કહેવાથી રૂપીયા 60 લાખ રવીરાજસીંહ દુધની ડેરી પાસે પોલો કારમાં કલ્પેશને આપવા ગયો હતો.

પ્લાનિંગ કરી ઘટનાને અંજામ આપ્યો

લૂંટના પ્લાનને અંજામ આપવા માટે કલ્પેશ કોતર અને તેના તબેલાના 2 માણસો કેતન અને ઘનશ્યામ આગલા દિવસે રાતના સમયે જ સુરેન્દ્રનગર આવી ગયા હતા. અને લૂંટનો પ્લાન રચ્યો હતો. પોલો કાર યશપાલની હોઈ કલ્પેશે ભાવનગરથી સ્વીફટ કાર મંગાવતાં ચારેય પોલો કાર મુકી સ્વીફટ કારમાં ફરાર થઈ ગયા હતા.

ભાવનગર આવતાં પકડાયા

રૂપીયા 71,44,240ની લૂંટના તરકટમાં પોલીસને રૂપીયા 11,44,240 યશપાલ પાસેથી મળી આવ્યા હતા. જયારે 60 લાખની રકમ લઈને કલ્પેશ સહીતનાઓ ફરાર થઈ ગયા હતા. આ રકમમાંથી એક-દોઢ લાખ લઈને તેઓ ફરવા જતા રહ્યા હતા. જયારે પૈસા ખુટતા બીજા પૈસા ભાવનગર લેવા આવતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

લૂંટના તરકટના કેસના આરોપીઓ

યશપાલ ઉર્ફે ભાણો અજીતસીંહ ચૌહાણ, રહે. સુરેન્દ્રનગર રવીરાજસીંહ કીરીટસીંહ મોરી, રહે. સુરેન્દ્રનગર હરપાલસીંહ જીતેન્દ્રસીંહ યાદવ, રહે. ભાવનગર કલ્પેશ ઉર્ફે કપો નાથાભાઈ કોતર, રહે. સીદસર, તા. શીહોર, જિ. ભાવનગર કેતન હમીરભાઈ ચાવડા, રહે. સીદસર, તા. શીહોર, જિ. ભાવનગર સુરેશ ઉર્ફે ગલ્લી કાવાભાઈ ચાવડા, રહે. સીદસર, તા. શીહોર, જિ. ભાવનગર ઘનશ્યામ ઉર્ફે ઘનો નોંધાભાઈ કોતર, રહે. સીદસર, તા. શીહોર, જિ. ભાવનગર

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

સુરતમાં યુવકને ચોર સમજી ઢોર માર મારતા મોત, ઘટના CCTVમાં કેદ

યુવકને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો પોલીસ હત્યાનો ગુનો નોંધી શકમંદોની ડિટેઇન કર્યા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો...

PFI પર ફરી એકશન, NIAનો ગુજરાતમાં સપાટો, 4 શહેરમાંથી 15ને દબોચ્યા

દેશભરમાં PFIના 30 સ્થળો પર દરોડા NIAના ઈનપુટ પર ગુજરાત સહિત 8 રાજ્યોમાં દરોડા અમદાવાદ, સુરત, બનાસકાંઠાથી 15 લોકો ઝડપાયા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!