Tuesday, September 27, 2022
Home Gujarat ખેડૂતના મૃત્યુ બાદ વારસાઈથી કૌટુંબિક વહેંચણીમાં 300નો સ્ટેમ્પ કરવો પડશે

ખેડૂતના મૃત્યુ બાદ વારસાઈથી કૌટુંબિક વહેંચણીમાં 300નો સ્ટેમ્પ કરવો પડશે

  • પાંચ વર્ષ બાદ સરકારે સ્ટેમ્પ ડયૂટીમાં રૂ.200નો વધારો કર્યો
  • ‘પુત્ર, પતિ, પત્નીને બદલે’ નવા પરિપત્રમાં કાયદેસરના વારસદારો શબ્દ પ્રયોજાયો
  • પુત્રી અને પત્ની એ ત્રણેય શબ્દોને રદ્દ કર્યા

રાજ્યના મહેસૂલ વિભાગે ખેતીની જમીનમાં વડિલોપાર્જિત, સ્વ- પાર્જિત મિલકતમાંથી હક્ક ઉઠાવવો, વહેંચણી કરવી, પુનઃવહેંચણી કરવી તથા હયાતીમાં હક્ક દાખલ કરવાની કાર્યપધ્ધતિ બાબતે પરિપત્ર કર્યો છે. જેમાં ખેડૂતો ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈથી દાખલ થતા કાયદેસરના વારસદારો વચ્ચે થતી પ્રથમ કૌટુંબિક વહેંચણી માટે રૂ.100ને બદલે 300ની સ્ટેમ્પ ડયૂટી ભરપાઈ કરવા એકરારનામું કરવા જોગવાઈ જાહેર થઈ છે. ગુજરાત સરકારે વારસાઈથી હક તબદિલીને તબક્કે એક સમાન સ્ટેમ્પ ડયૂટી અને પ્રક્રિયા સંદર્ભે વર્ષ 2016માં વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કેટલાક સુધારા જાહેર કર્યા હતા. 14 માર્ચ 2016ના રોજ 6 પાનાનો વિસ્તૃત ઠરાવમાં ”ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ દાખલ થતા કાયદેસરના વારસદારો (પુત્ર, પુત્રી અને પત્ની) વચ્ચે થતી પ્રથમ કૌટુંબિક વહેંચણી માટે ખેતીની જમીન માટે રૂ.100ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરેલ એકરારનામું કરવાનું રહેશે” એવી જોગવાઈ કરાઈ હતી. આ જોગવાઈ મુજબ વારસદારોમાં પુત્ર, પુત્રી કે પત્ની હોય તો વધારાની કોઈ સ્ટેમ્પ ડયૂટી લેવાતી નહોતી. પરંતુ, પુત્ર કે પુત્રીનું મિલકત વહેંચણી પહેલા મૃત્યુ થાય તેવા કિસ્સામાં તેના સીધી લિટીના વારસદારો (પૌત્ર)ના ભાગે આવતી મિલકતની બજારકિંમતને આધારે સ્ટેમ્પ ડયૂટી લેવાય છે. આથી, આવા કિસ્સાને પણ ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ દાખલ થતા કાયદેસરના વારસદારો ગણી લાભ આપવાની બાબત સરકાર સમક્ષ વિચારણા હેઠળ હતી. મહેસૂલ વિભાગે તેના માટે પુત્ર, પુત્રી અને પત્ની એ ત્રણેય શબ્દોને રદ્દ કર્યા છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!